1.
2. [PS]યિશાઈના મૂળમાંથી ફણગો ફૂટશે અને તેની એક ડાળીને ફળ લાગશે. [PE][QS]યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા, [QE][QS]વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે. [QE]
3. [QS]તે યહોવાહના ભયમાં હરખાશે; [QE][QS]અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ અને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ; [QE]
4. [QS]પણ ન્યાયીપણાથી તે ગરીબોનો અને નિષ્પક્ષપણે તે દેશના દીનોનો ઇનસાફ કરશે. [QE][QS]પોતાના મુખની સોટીથી તે પૃથ્વીને મારશે અને પોતાના હોઠોના શ્વાસથી તે દુર્જનોનો સંહાર કરશે. [QE]
5. [QS]ન્યાયીપણું તેનો કમરપટો અને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે. [QE]
6. [QS]ત્યારે વરુ તથા હલવાન સાથે રહેશે અને ચિત્તો લવારા પાસે સૂઈ જશે, [QE][QS]વાછરડું, સિંહ તથા મેદસ્વી જાનવર એકઠાં રહેશે. નાનું બાળક તેઓને દોરશે. [QE]
7. [QS]ગાય તથા રીંછ સાથે ચરશે અને તેમનાં બચ્ચાં ભેગા સૂઈ જશે. [QE][QS]સિંહ બળદની જેમ સૂકું ઘાસ ખાશે. [QE]
8. [QS]ધાવણું બાળક સાપના દર પર રમશે [QE][QS]અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે. [QE]
9. [QS]મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; [QE][QS]કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે. [QE]
10. [QS]તે દિવસે, યિશાઈનું મૂળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું રહેશે. [QE][QS]તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું નિવાસસ્થાન મહિમાવંત થશે. [QE]
11. [QS]તે દિવસે, પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, [QE][QS]એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, [QE][QS]પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનઆરમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી પાછા લાવવા માટે બીજીવાર પોતાનો હાથ લાંબો કરશે. [QE]
12. [QS]વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે અને ઇઝરાયલના કાઢી મૂકેલાઓને એકત્ર કરશે, [QE][QS]અને યહૂદિયાના વિખેરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે. [QE]
13. [QS]વળી એફ્રાઇમની અદેખાઈ મટી જશે, યહૂદાના વિરોધીઓને નાબૂદ કરવામાં આવશે. [QE][QS]એફ્રાઇમ યહૂદાની અદેખાઈ કરશે નહિ અને યહૂદા એફ્રાઇમનો વિરોધ કરશે નહિ. [QE]
14. [QS]તેઓ બન્ને ભેગા મળીને પશ્ચિમમાં પલિસ્તીઓ પર ઊતરી પડશે અને તેઓ એકઠા થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. [QE][QS]તેઓ અદોમ તથા મોઆબ પર હુમલો કરશે અને આમોન તેઓના હુકમ માનશે. [QE]
15. [QS]યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, [QE][QS]અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે. [QE]
16. [QS]જેમ ઇઝરાયલને માટે મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી તેવી સડક આશૂરમાંથી તેના લોકોના શેષને માટે થશે. [QE]