1. [PS]હે ઇઝરાયલી લોકો, યહોવાહનું વચન સાંભળો. [PE][QS]આ દેશના રહેવાસીઓ સામે યહોવાહ દલીલ કરવાના છે, [QE][QS]કેમ કે દેશમાં સત્ય કે વિશ્વાસુપણું કે ઈશ્વરનું ડહાપણ નથી. [QE]
2. [QS]શાપ આપવો, જૂઠું બોલવું, ખૂન કરવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો તે સિવાય બીજું કંઈ જ ચાલતું નથી. [QE][QS]લોકો સીમાઓ તોડે છે અને રક્તપાત પાછળ રક્તપાત છે. [QE]
3. [QS]તેથી દેશ વિલાપ કરશે, [QE][QS]તેમાં રહેનાર દરેક નિર્બળ થઈ જશે [QE][QS]જંગલનાં બધાં પશુઓ, આકાશમાંના બધાં પક્ષીઓ [QE][QS]સમુદ્રમાંનાં માછલાં સુદ્ધાં મરતાં જાય છે. [QE]
4. [QS]પણ કોઈએ દલીલ કરવી નહિ; [QE][QS]તેમ કોઈએ બીજા માણસ પર આરોપ કરવો નહિ. [QE][QS]હે યાજકો, મારી દલીલ તમારી સામે છે. [QE]
5. [QS]હે યાજક તું દિવસે ઠોકર ખાઈને પડશે; [QE][QS]તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે, [QE][QS]હું તારી માતાનો નાશ કરીશ. [QE]
6. [QS]મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે, [QE][QS]કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે [QE][QS]તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ. [QE][QS]કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, [QE][QS]એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ. [QE]
7. [QS]જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, [QE][QS]તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. [QE][QS]હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ. [QE]
8. [QS]તેઓ મારા લોકોનાં પાપ પર નિર્વાહ કરે છે; [QE][QS]તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે. [QE]
9. [QS]લોકો સાથે તથા યાજકો સાથે એવું જ થશે. [QE][QS]હું તેઓને તેઓનાં દુષ્ટ કૃત્યો માટે સજા કરીશ [QE][QS]તેઓનાં કામનો બદલો આપીશ. [QE]
10. [QS]તેઓ ખાશે પણ ધરાશે નહિ, [QE][QS]તેઓ વ્યભિચાર કરશે પણ તેઓનો વિસ્તાર વધશે નહિ, [QE][QS]કેમ કે તેઓ મારાથી એટલે યહોવાહથી દૂર ગયા છે અને તેઓએ મને તજી દીધો છે. [QE]
11. [QS]વ્યભિચાર, દ્રાક્ષારસ તથા નવો દ્રાક્ષારસ તેમની સમજને નષ્ટ કરે છે. [QE]
12. [QS]મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે, [QE][QS]તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે. [QE][QS]કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે, [QE][QS]તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે. [QE]
13. [QS]તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; [QE][QS]ડુંગરો પર, [QE][QS]એલોનવૃક્ષો, પીપળવૃક્ષો તથા એલાહવૃક્ષોની નીચે ધૂપ બાળે છે. [QE][QS]તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, [QE][QS]તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે. [QE]
14. [QS]જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, [QE][QS]કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ. [QE][QS]કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે, [QE][QS]દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે. [QE][QS]આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે. [QE]
15. [QS]હે ઇઝરાયલ, જોકે તું વ્યભિચાર કરે, [QE][QS]પણ યહૂદિયાને દોષિત થવા દઈશ નહિ. [QE][QS]તમે લોકો ગિલ્ગાલ જશો નહિ; [QE][QS]બેથ-એવેન પર ચઢશો નહિ. [QE][QS]અને “જીવતા યહોવાહના સમ” ખાશો નહિ. [QE]
16. [QS]કેમ કે ઇઝરાયલ અડિયલે વાછરડીની જેમ હઠીલાઈ કરી છે. [QE][QS]પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવાહ તેઓને ચારશે. [QE]
17. [QS]એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. [QE][QS]તેને રહેવા દો. [QE]
18. [QS]મદ્યપાન કરી રહ્યા પછી, [QE][QS]તેઓ વ્યભિચાર કરવાનું ચાલુ રાખે છે; [QE][QS]તેના અધિકારીઓ મોહમાં અંધ થઈ ગયા છે. [QE]
19. [QS]પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે; [QE][QS]તેઓ પોતાનાં બલિદાનોને કારણે શરમાશે. [QE]