1. [QS]હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ, [QE][QS]કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો. [QE]
2. [QS]તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ. [QE][QS]તેમને કહો, “અમારાં પાપો દૂર કરો, [QE][QS]કૃપાથી અમારો સ્વીકાર કરો, [QE][QS]જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ. [QE]
3. [QS]આશૂર અમને બચાવી શકશે નહિ; [QE][QS]અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ. [QE][QS]હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ, [QE][QS]'કે તમે અમારા દેવો છો,' [QE][QS]કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.” [QE]
4. [QS]“તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ. [QE][QS]હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ, [QE][QS]કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે. [QE]
5. [QS]હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ; [QE][QS]તે કમળની જેમ ખીલશે, [QE][QS]લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે. [QE]
6. [QS]તેની ડાળીઓ ફેલાઇ જશે, [QE][QS]તેનો દેખાવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે, [QE][QS]અને તેની સુવાસ લબાનોનના જેવી હશે. [QE]
7. [QS]તેના છાયામાં રહેનારા લોકો પાછા ફરશે; [QE][QS]તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે, [QE][QS]દ્રાક્ષાવેલાની જેમ ખીલશે; [QE][QS]તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે. [QE]
8. [QS]એફ્રાઇમ કહેશે, 'મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ? [QE][QS]હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો. [QE][QS]હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું; [QE][QS]મારી પાસેથી જ તને ફળ મળે છે.” [QE]
9. [QS]કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે? [QE][QS]કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય? [QE][QS]કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે, [QE][QS]ન્યાયી માણસ તેના ઉપર ચાલશે, [QE][QS]પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે. [QE]