1. [QS]એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી. [QE][QS]ઇઝરાયલમાં તે સન્માન પામતો, [QE][QS]પણ બાલની પૂજા કરવાને કારણે તે અપરાધી ઠર્યો અને માર્યો ગયો. [QE]
2. [QS]હવે તેઓ અધિકાધિક પાપ કરતા જાય છે. [QE][QS]તેઓ પોતાની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવે છે, [QE][QS]પોતાને માટે પોતાની કુશળતા પ્રમાણેની મૂર્તિઓ બનાવે છે, [QE][QS]એ બધી તો કારીગરે બનાવેલી છે, [QE][QS]લોકો તેઓના વિષે કહે છે કે, [QE][QS]“આ બલિદાન ચઢાવનાર માણસો વાછરડાઓને ચુંબન કરે છે.” [QE]
3. [QS]તેઓ સવારના વાદળના જેવા, [QE][QS]જલદી ઊડી જતા ઝાકળના જેવા, [QE][QS]પવનથી ખળામાંના તણાઈ જતા ભૂસા જેવા, [QE][QS]ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે. [QE]
4. [QS]પણ તમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું. [QE][QS]મારા સિવાય તમે કોઈ બીજા ઈશ્વરને જાણતા નથી. [QE][QS]મારા સિવાય તમારા બીજા કોઈ તારણહાર નથી. [QE]
5. [QS]મેં તને અરણ્યમાં, [QE][QS]મહાન સુકવણાના દેશમાં ઓળખ્યો. [QE]
6. [QS]જ્યારે તેઓને ઘાસચારો મળ્યો ત્યારે તેઓ ધરાયા; [QE][QS]જ્યારે તેઓ તૃપ્ત થયા, ત્યારે તેઓનું હૃદય ગર્વિષ્ઠ થયું [QE][QS]તે કારણથી તેઓ મને ભૂલી ગયા. [QE]
7. [QS]એટલે હું તમારા માટે સિંહ જેવો થઈશ, [QE][QS]દીપડાની જેમ હું રસ્તાની બાજુએ રાહ જોઈને બેસી રહીશ. [QE]
8. [QS]જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય તેવી રીંછણની જેમ હું તેઓના પર હુમલો કરીશ; [QE][QS]હું તેઓની છાતી ચીરી નાખીશ, [QE][QS]ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. [QE][QS]જંગલનાં જાનવર તેઓને ફાડી નાખશે. [QE]
9. [QS]હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે, [QE][QS]કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો. [QE]
10. [QS]તારાં બધાં નગરોમાં તારું રક્ષણ કરનાર, [QE][QS]તારો રાજા ક્યાં છે? [QE][QS]“મને રાજા તથા સરદારો આપો” [QE][QS]જેના વિષે તેં મને કહ્યું હતું તે તારા અધિકારીઓ ક્યાં છે? [QE]
11. [QS]મેં મારા ગુસ્સામાં તમને રાજા આપ્યો હતો, પછી ક્રોધમાં મેં તેને લઈ લીધો. [QE]
12. [QS]એફ્રાઇમના અન્યાયનો સંગ્રહ કરવામાં આવ્યો છે; [QE][QS]તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે. [QE]
13. [QS]તેના પર પ્રસૂતાનું દુઃખ આવશે, [QE][QS]પણ તે મૂર્ખ દીકરો છે, [QE][QS]કેમ કે જન્મ થવાના સમયે તે અટકવું ન જોઈએ એવો સમય આવ્યો છે. [QE]
14. [QS]શું હું મૂલ્ય ચૂકવીને તેઓને શેઓલમાંથી છોડાવી લઈશ? [QE][QS]હું તેઓને મૃત્યુમાંથી છોડાવીશ? [QE][QS]હે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? [QE][QS]હે શેઓલ, તારો વિનાશ ક્યાં છે? [QE][QS]પશ્ચાતાપ મારી આંખોથી છુપાઈ જશે. [QE]
15. [QS]જોકે એફ્રાઇમ તેના સર્વ ભાઈઓમાં ફળદ્રુપ હશે, [QE][QS]તોપણ પૂર્વનો પવન આવશે, [QE][QS]એટલે યહોવાહનો પવન અરણ્યમાંથી આવશે, [QE][QS]એફ્રાઇમના ઝરા સુકાઈ જશે, [QE][QS]તેના કૂવામાં પાણી રહેશે નહિ. [QE][QS]તેના શત્રુઓ ભંડારની દરેક કિંમતી વસ્તુઓ લૂંટશે. [QE]
16. [QS]સમરુને ઈશ્વરની વિરુદ્ધ બંડ કર્યું છે; [QE][QS]માટે તેણે પોતાના અપરાધનું ફળ ભોગવવું પડશે. [QE][QS]તેઓ તલવારથી માર્યા જશે; [QE][QS]તેઓનાં બાળકોને પછાડીને ટુકડે ટુકડા કરવામાં આવશે, [QE][QS]તેઓની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે. [QE]