1.
2. [PS]હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ. a [PE][QS]હે યહોવાહ, તમારા વિષે મેં બયાન સાંભળ્યું છે અને મને બીક લાગી, [QE][QS]યહોવાહ, ચાલ્યા જતા સમયોમાં તમારા કામનું પુનર્જીવન કરો; આ વર્ષોમાં તેને પ્રગટ કરો; [QE][QS]તમારા ક્રોધમાં પણ દયાને યાદ કરો! [QE]
3. [QS]ઈશ્વર તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે. સેલાહ [QE][QS]તેમનો મહિમા આકાશોને ઢાંકી દે છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર છે. [QE]
4. [QS]તેમના હાથોમાંથી પ્રકાશની જેમ કિરણો ચમકે છે [QE][QS]ત્યાં જ તેમનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે. [QE]
5. [QS]મહામારી તેમની આગળ ચાલે છે, મરકી તેમના પગ પાછળથી જાય છે. [QE]
6. [QS]તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાને વિખેરી નાખે છે. [QE][QS]અચળ પર્વતોના ટુકડે ટુકડા થઈ ગયા છે, સનાતન ટેકરીઓ નમી ગઈ છે! [QE][QS]તેમના માર્ગો સનાતન છે. [QE]
7. [QS]મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે, મેં મિદ્યાન દેશની ઇમારતોને હાલતી જોઈ છે. [QE]
8. [QS]શું યહોવાહ નદીઓ પર ગુસ્સે થયા? શું તમારો ક્રોધ નદીઓ વિરુદ્ધ છે? શું તમારો પ્રકોપ સમુદ્ર વિરુદ્ધ છે કે [QE][QS]જેને કારણે તમે ઘોડાઓ પર, મુક્તિના રથો પર સવારી કરી રહ્યા છો? [QE]
9. [QS]તમે તમારું ધનુષ્ય બહાર કાઢ્યું છે, તમે તમારા ધનુષ્ય પર બાણો ચઢાવ્યાં છે. સેલાહ [QE][QS]તમે નદીઓથી પૃથ્વીના ભાગ કર્યા છે. [QE]
10. [QS]પર્વતો તમને જોઈને થરથર ધ્રૂજે છે, [QE][QS]ત્યાં આગળ થઈને પાણીની રેલ ચડે છે; ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે. [QE][QS]તેનાં મોજા કેવાં હેલે ચડે છે! [QE]
11. [QS]તમારા છૂટતાં બાણોના પ્રકાશથી અને તમારા ચકચકતા ભાલાના ચળકાટથી, [QE][QS]સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે. [QE]
12. [QS]તમે ક્રોધમાં પૃથ્વી પર કૂચ કરો છો. અને કોપમાં તમે પ્રજાઓને ઝૂડી નાખો છો. [QE]
13. [QS]તમે તમારા લોકોના ઉદ્ધારને માટે, વળી તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે સવારી કરો છો. [QE][QS]તમે દુષ્ટના ઘરમાંથી શિરને કાપી નાખો છો અને ગરદન સુધી તેના પાયા ઉઘાડા કરી નાખો છો. સેલાહ [QE]
14. [QS]તમે લડવૈયાઓના માથાં તેઓના પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો તેઓ વાવાઝોડાની જેમ અમને વેર વિખેર કરી નાખવા આવ્યા હતા. [QE][QS]તેઓ ગરીબને ગુપ્ત રીતે ભસ્મ કરવામાં આનંદ માને છે. [QE]
15. [QS]તમે તમારા ઘોડાઓથી સમુદ્ર તથા જળનાં મોજાઓ પર મુસાફરી કરી છે. [QE][PBR]
16. [QS]એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો. અવાજથી મારા હોઠ થથર્યા. [QE][QS]મારા હાડકાંમાં સડો લાગ્યો છે અને મારી જગાએ હું કાંપ્યો છું. [QE][QS]જ્યારે લોકો પર હુમલો કરવાને લશ્કર ચઢી આવે ત્યારે હું એ સંકટના સમયે પણ ધીરજ રાખું. [QE]
2. [QS2]જોકે અંજીરીને ફૂલતી કળીઓ ન ફૂટે, દ્રાક્ષવેલાને દ્રાક્ષા ન આવે; [QE][QS2]જૈતૂન વૃક્ષ પર ફળ ન થાય, ખેતરોમાં અન્ન ન પાકે; [QE][QS2]વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે; અને ત્યાં કોઈ પણ જાનવર ન રહે, [QE]
18. [QS]તોપણ હું યહોવાહમાં આનંદ કરીશ. હું મારા ઉદ્ધારનાર ઈશ્વરમાં હર્ષ પામીશ. [QE]
19. [QS]યહોવાહ મારા પ્રભુ તથા મારું બળ છે; [QE][QS]તે મારા પગ હરણના પગ જેવા ચપળ કરે છે અને તે જ મને મારાં ઉચ્ચસ્થાનો પર ચલાવશે. [QE][QS3]મુખ્ય ગાયક માટે. તારવાળાં વાજિંત્ર સાથે ગાવાનું ગીત. [QE]