1. [PS]હું મારી ચોકી પર ઊભો રહીશ, હું બુરજ પર ઊભો રહીને ધ્યાનથી જોયા કરીશ [PE][QS]કે તે મારી સાથે શું બોલે છે અને મારી ફરિયાદનો શો જવાબ આપે છે. [QE]
2. [QS]યહોવાહે મને જવાબ આપીને કહ્યું, [QE][QS]“આ દર્શનને લખ, તેને પાટીઓ પર એવી રીતે લખ કે જે વાંચે તે દોડે. [QE]
3. [QS]કેમ કે સંદર્શન ભવિષ્ય માટે છે અને તે પૂર્ણ થવાને ઉતાવળું થઈ રહ્યું છે અને તે ખોટું પડશે નહિ. [QE][QS]જો તે વધારે સમય લે તોપણ તેની રાહ જો! કેમ કે તે વિલંબ કર્યા વિના નિશ્ચે આવશે અને થોભશે નહિ. [QE]
4. [QS]જુઓ! તેનું મન ગર્વિષ્ઠ થયું છે અને તેનામાં સદગુણ નથી, પણ ન્યાયી માણસ તેના વિશ્વાસથી જીવશે. [QE]
5. [QS]કેમ કે દ્રાક્ષારસ તો તેનો વિશ્વાસઘાત કરે છે, તે ઘમંડી છે, જેથી તે ઘરે ન રહેતાં બહાર ભટકે છે, [QE][QS]તે પોતાની લાલસા વધારીને કબર જેવી કરે છે તે મોતની પેઠે કદી તૃપ્ત થતી નથી. [QE][QS]તે દરેક પ્રજાને અને લોકોને પોતાના માટે ભેગા કરે છે [QE]
6. [QS]શું લોકો તેની વિરુદ્ધ દ્રષ્ટાંત આપીને તથા મહેણાં મારીને એવું નહિ કહે કે, [QE][QS]'જે પોતાનું નથી તેનો સંગ્રહ કરનારને અફસોસ? ક્યાં સુધી તું ગીરવે લીધેલી વસ્તુનું વજન ઊંચકાવે છે?' [QE]
2. [QS2]શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે? [QE][QS2]શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે? [QE]
8. [QS]કેમ કે તેં ઘણાં દેશોના લોકોને લૂંટ્યા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે, [QE][QS2]માણસોના રક્તપાત અને દેશમાં થતી હિંસાને લીધે નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે. [QE]
9. [QS]જે દુષ્ટના હાથમાંથી બચાવને સારુ, [QE][QS2]પોતાનો માળો ઊંચે બાંધવાને સારુ અન્યાયના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે તેને અફસોસ!' [QE]
2. [QS2]ઘણાં લોકોનો સંહાર કરવાથી તેં તારા ઘરને શરમજનક કર્યું છે, તેં તારા પોતાના આત્માની વિરુદ્ધ પાપ કર્યું છે. [QE]
2. [QS2]કેમ કે દીવાલમાંથી પથ્થર પોકાર કરશે, છતમાંથી ભારોટીયા તેમને જવાબ આપશે. [QE]
12. [QS]' જે રક્તપાત કરીને શહેર બાંધે છે અને જે અન્યાયથી નગર વસાવે છે તેને ધિક્કાર છે.' [QE]
2. [QS2]શું આ સૈન્યોના યહોવાહે કર્યું નથી? [QE][QS2]લોકો અગ્નિને સારુ પરિશ્રમ કરે છે અને પ્રજા નકામી બાબતો માટે પોતાને થકવી નાખે છે? [QE]
2. [QS2]કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે. [QE]
15. [QS]તું તારા પડોશીને મદ્યપાન કરાવે છે, ઝેર ઉમેરીને તેને નશાથી ચૂર બનાવે છે [QE][QS2]કે જેથી તું તેની વસ્ત્રહીન અવસ્થા જોઈ શકે, તને અફસોસ!' [QE]
2. [QS2]તું કીર્તિને બદલે શરમથી ઘાયલ છે, તું પી અને તારી પોતાની વસ્ત્રહીન અવસ્થાને પ્રગટ કર! [QE][QS2]યહોવાહના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, તારી કીર્તિને થૂંકી નાખવામાં આવશે. [QE]
2. [QS2]લબાનોન પર કરેલી હિંસા તને ઢાંકી દેશે, પશુઓનો વિનાશ તને ભયભીત બનાવી દેશે, [QE][QS2]માણસોના રક્તપાતને કારણે અને દેશમાં, નગરોમાં તથા બધા રહેવાસીઓ સાથે કરેલી હિંસાને કારણે એ પ્રમાણે થશે. [QE]
18. [QS]મૂર્તિકારે મૂર્તિ ઘડી છે. માણસે બનાવેલી મૂર્તિઓથી તથા ઢાળેલી મૂર્તિઓ જે જુઠાણાનો શિક્ષક છે; તેઓનાથી તને શો ફાયદો છે? [QE][QS]કેમ કે તે પોતાના હાથના કામ પર વિશ્વાસ કરીને આ મૂંગા દેવો બનાવે છે. [QE]
19. [QS]જે મનુષ્ય લાકડાને કહે છે જાગ. તથા પથ્થરને કહે છે ઊઠ.' તેને અફસોસ! શું તે આ શીખવી શકે? [QE][QS]જુઓ, તે તો સોનાચાંદીથી મઢેલી છે, પણ તેની અંદર બિલકુલ શ્વાસ નથી. [QE]
20. [QS]પણ યહોવાહ તેમના પવિત્ર ઘરમાં છે! તેમની આગળ આખી પૃથ્વી શાંત રહો. [QE]