પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
એઝેકીએલ
1. પ્રભુ યહોવાહ આમ કહે છે: 'અંદરના આંગણાંનો દરવાજો જેનું મુખ પૂર્વ તરફ છે તે કામ કરવાના છ દિવસ બંધ રહે, પણ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શનને દિવસે તેે ખોલવામાં આવશે.
2. સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યાર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો. [PE][PS]
3. વિશ્રામવારોના દિવસે તથા ચંદ્રદર્શનના દિવસે દેશના લોકો દરવાજા આગળ ઊભા રહીને યહોવાહનું ભજન કરે.
4. વિશ્રામવારને દિવસે સરદાર દહનીયાર્પણ તરીકે યહોવાહ આગળ ખોડખાંપણ વગરનાં છ હલવાન તથા ખોડખાંપણ વગરનો એક ઘેટો ચઢાવે.
5. દરેક હલવાન માટે એક એફાહ ખાદ્યાર્પણ તથા દરેક હલવાન માટે ખાદ્યાર્પણ પોતાની શક્તિ મુજબ આપવું, દરેક એફાહ દીઠ હીન તેલ આપે. [PE][PS]
6. ચંદ્રદર્શનના દિવસે તે ખોડખાંપણ વગરનો એક વાછરડો, ખોડખાંપણ વગરનાં છ હલવાનો તથા એક ઘેટો ચઢાવે.
7. એક એફાહ બળદ માટે તથા એક એફાહ મેંઢા માટે અને પોતાની શક્તિ પ્રમાણે હલવાનો માટે દરેક એફાહ દીઠ એક હીન તેલ ચઢાવે.
8. સરદાર પ્રવેશ કરે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઈને જવું અને તે જ રસ્તે બહાર નીકળવું. [PE][PS]
9. પણ પર્વોના દિવસે જ્યારે લોકો યહોવાહની આગળ આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી ભજન કરવા પ્રવેશ કરે તે દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણના દરવાજેથી પ્રવેશ કરે તેઓ ઉત્તરના દરવાજેથી બહાર જાય, તે જે રસ્તેથી આવ્યો હોય તે રસ્તે પાછો ન જાય, પણ તે સીધો ચાલ્યો જઈને બહાર નીકળે.
10. અને જયારે તેઓ અંદર જાય ત્યારે સરદાર તેઓની સાથે અંદર જાય, તેઓ બહાર નીકળે ત્યારે તે તેઓની સાથે બહાર નીકળે. [PE][PS]
11. અને ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં ખાદ્યાર્પણ તરીકે બળદ માટે એક એફાહ અને દરેક ઘેટા માટે એક એફાહ તથા હલવાન માટે તેની શક્તિ પ્રમાણે ચઢાવવું. દર એફાહ દીઠ એક હીન તેલ હોય.
12. સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે. [PE][PS]
13. દરરોજ યહોવાહને દહનીયાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો હલવાન ચઢાવવો, રોજ સવારે આ અર્પણ કરવું.
14. અને રોજ સવારે ખાદ્યાર્પણ તરીકે એક એફાહનો છઠ્ઠો ભાગ અને મેદાને મોવણ માટે એક હીન તેલનો ત્રીજો ભાગ, કાયમનાં વિધિ પ્રમાણે યહોવાહને સારુ ખાદ્યાર્પણ છે.
15. રોજ સવારે દહનીયાર્પણ તરીકે હલવાન, ખાદ્યાર્પણ તથા તેલ ચઢાવે.' [PE][PS]
16. પ્રભુ યહોવાહ એમ કહે છે, 'જો કોઈ સરદાર પોતાના દીકરાને કંઈ ભેટ આપે, તો તે તેનો વારસો છે. તે તેના દીકરાની સંપત્તિ થાય, તે તેનો વારસો છે.
17. પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને ભેટ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે ચાકરની માલિકીમાં રહે, પછી તે સરદારની પાસે પાછી આવે. તેનો વારસો તેના દીકરાઓને માટે જ રહે.
18. સરદારે લોકોને વારસો લઈને તેઓને પોતાના વતનમાંથી કાઢી મૂકવા નહીં, તેણે પોતાના દીકરાઓને પોતાની સંપત્તિમાંથી જ વારસો આપવો, જેથી મારા લોકો પોતાના વતનમાંથી વિખેરાઈ જાય નહિ. [PE][PS]
19. પછી તે માણસ મને દરવાજાના પ્રવેશ દ્વારથી ઉત્તર તરફના મુખવાળી ઓરડીઓ જે યાજકોને સારુ હતી તેમાં લાવ્યો, જુઓ ત્યાં પશ્ચિમ તરફ એક સ્થળ હતું.
20. “તેણે મને કહ્યું, આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ બાફે અને ખાદ્યાર્પણ પકાવે. તેઓ તેમને બહારના આંગણામાં લાવે નહિ કે, રખેને લોકો પવિત્ર કરી દેવાય.” [PE][PS]
21. પછી તે મને બહારના આંગણામાં લાવ્યો અને તેણે મને આંગણાના ચારે ખૂણામાં ફેરવ્યો, જુઓ, ત્યાં બહારના આંગણાંના દરેક ખૂણામાં એકએક આંગણું હતું.
22. બહારના આંગણાંના ચાર ખૂણામાં આંગણાં હતા; દરેક આંગણું ચાળીસ હાથ લાંબું અને ત્રીસ હાથ પહોળું હતું. ખૂણાઓમાંના ચાર આંગણાં એક જ માપનાં હતા.
23. તેઓ ચારેની આસપાસ ઇમારતોની હાર હતી, ઇમારતોની હાર નીચે ખાવા બનાવવાના ચૂલા હતા.
24. તે માણસે મને કહ્યું, “આ તે જગ્યા છે, જ્યાં સભાસ્થાનના સેવકો લોકોનાં બલિદાનો બાફે.” [PE]

Notes

No Verse Added

Total 48 Chapters, Current Chapter 46 of Total Chapters 48
એઝેકીએલ 46:9
1. પ્રભુ યહોવાહ આમ કહે છે: 'અંદરના આંગણાંનો દરવાજો જેનું મુખ પૂર્વ તરફ છે તે કામ કરવાના દિવસ બંધ રહે, પણ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શનને દિવસે તેે ખોલવામાં આવશે.
2. સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યાર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ કરવો. PEPS
3. વિશ્રામવારોના દિવસે તથા ચંદ્રદર્શનના દિવસે દેશના લોકો દરવાજા આગળ ઊભા રહીને યહોવાહનું ભજન કરે.
4. વિશ્રામવારને દિવસે સરદાર દહનીયાર્પણ તરીકે યહોવાહ આગળ ખોડખાંપણ વગરનાં હલવાન તથા ખોડખાંપણ વગરનો એક ઘેટો ચઢાવે.
5. દરેક હલવાન માટે એક એફાહ ખાદ્યાર્પણ તથા દરેક હલવાન માટે ખાદ્યાર્પણ પોતાની શક્તિ મુજબ આપવું, દરેક એફાહ દીઠ હીન તેલ આપે. PEPS
6. ચંદ્રદર્શનના દિવસે તે ખોડખાંપણ વગરનો એક વાછરડો, ખોડખાંપણ વગરનાં હલવાનો તથા એક ઘેટો ચઢાવે.
7. એક એફાહ બળદ માટે તથા એક એફાહ મેંઢા માટે અને પોતાની શક્તિ પ્રમાણે હલવાનો માટે દરેક એફાહ દીઠ એક હીન તેલ ચઢાવે.
8. સરદાર પ્રવેશ કરે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઈને જવું અને તે રસ્તે બહાર નીકળવું. PEPS
9. પણ પર્વોના દિવસે જ્યારે લોકો યહોવાહની આગળ આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી ભજન કરવા પ્રવેશ કરે તે દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણના દરવાજેથી પ્રવેશ કરે તેઓ ઉત્તરના દરવાજેથી બહાર જાય, તે જે રસ્તેથી આવ્યો હોય તે રસ્તે પાછો જાય, પણ તે સીધો ચાલ્યો જઈને બહાર નીકળે.
10. અને જયારે તેઓ અંદર જાય ત્યારે સરદાર તેઓની સાથે અંદર જાય, તેઓ બહાર નીકળે ત્યારે તે તેઓની સાથે બહાર નીકળે. PEPS
11. અને ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં ખાદ્યાર્પણ તરીકે બળદ માટે એક એફાહ અને દરેક ઘેટા માટે એક એફાહ તથા હલવાન માટે તેની શક્તિ પ્રમાણે ચઢાવવું. દર એફાહ દીઠ એક હીન તેલ હોય.
12. સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે. PEPS
13. દરરોજ યહોવાહને દહનીયાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો હલવાન ચઢાવવો, રોજ સવારે અર્પણ કરવું.
14. અને રોજ સવારે ખાદ્યાર્પણ તરીકે એક એફાહનો છઠ્ઠો ભાગ અને મેદાને મોવણ માટે એક હીન તેલનો ત્રીજો ભાગ, કાયમનાં વિધિ પ્રમાણે યહોવાહને સારુ ખાદ્યાર્પણ છે.
15. રોજ સવારે દહનીયાર્પણ તરીકે હલવાન, ખાદ્યાર્પણ તથા તેલ ચઢાવે.' PEPS
16. પ્રભુ યહોવાહ એમ કહે છે, 'જો કોઈ સરદાર પોતાના દીકરાને કંઈ ભેટ આપે, તો તે તેનો વારસો છે. તે તેના દીકરાની સંપત્તિ થાય, તે તેનો વારસો છે.
17. પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને ભેટ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે ચાકરની માલિકીમાં રહે, પછી તે સરદારની પાસે પાછી આવે. તેનો વારસો તેના દીકરાઓને માટે રહે.
18. સરદારે લોકોને વારસો લઈને તેઓને પોતાના વતનમાંથી કાઢી મૂકવા નહીં, તેણે પોતાના દીકરાઓને પોતાની સંપત્તિમાંથી વારસો આપવો, જેથી મારા લોકો પોતાના વતનમાંથી વિખેરાઈ જાય નહિ. PEPS
19. પછી તે માણસ મને દરવાજાના પ્રવેશ દ્વારથી ઉત્તર તરફના મુખવાળી ઓરડીઓ જે યાજકોને સારુ હતી તેમાં લાવ્યો, જુઓ ત્યાં પશ્ચિમ તરફ એક સ્થળ હતું.
20. “તેણે મને કહ્યું, જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ બાફે અને ખાદ્યાર્પણ પકાવે. તેઓ તેમને બહારના આંગણામાં લાવે નહિ કે, રખેને લોકો પવિત્ર કરી દેવાય.” PEPS
21. પછી તે મને બહારના આંગણામાં લાવ્યો અને તેણે મને આંગણાના ચારે ખૂણામાં ફેરવ્યો, જુઓ, ત્યાં બહારના આંગણાંના દરેક ખૂણામાં એકએક આંગણું હતું.
22. બહારના આંગણાંના ચાર ખૂણામાં આંગણાં હતા; દરેક આંગણું ચાળીસ હાથ લાંબું અને ત્રીસ હાથ પહોળું હતું. ખૂણાઓમાંના ચાર આંગણાં એક માપનાં હતા.
23. તેઓ ચારેની આસપાસ ઇમારતોની હાર હતી, ઇમારતોની હાર નીચે ખાવા બનાવવાના ચૂલા હતા.
24. તે માણસે મને કહ્યું, “આ તે જગ્યા છે, જ્યાં સભાસ્થાનના સેવકો લોકોનાં બલિદાનો બાફે.” PE
Total 48 Chapters, Current Chapter 46 of Total Chapters 48
×

Alert

×

gujarati Letters Keypad References