પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. [PS]પછી મેં જોયું તો, કરુબોના માથા ઉપર જે ઘૂમટ હતો, તેમાં તેના પર નીલમણિના જેવું કંઈક દેખાયું, અને તેનો દેખાવ સિંહાસન જેવો હતો.
2. પછી યહોવાહે શણનાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે વાત કરીને કહ્યું, “કરુબની નીચેનાં પૈડાંઓ વચ્ચે જા, કરુબો વચ્ચેથી તારા બે હાથને સળગતા કોલસાથી ભર અને તેઓને નગર પર નાખ.” ત્યારે મારા દેખતાં તે માણસ અંદર ગયો. [PE]
3. [PS]તે માણસ અંદર ગયો ત્યારે કરુબો સભાસ્થાનની જમણી બાજુએ ઊભા હતા, અંદરનું આંગણું વાદળથી ભરાઈ ગયું.
4. પછી યહોવાહનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો; સભાસ્થાન વાદળથી ભરાઈ ગયું અને આંગણું યહોવાહના ગૌરવના તેજથી ભરપૂર થયું.
5. કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો. [PE]
6. [PS]જ્યારે ઈશ્વરે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે, “પૈડાં વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે;” એટલે માણસ અંદર જઈને પૈડાં પાસે ઊભો રહ્યો.
7. કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો.
8. કરુબોની પાંખો નીચે માણસના હાથ જેવું કંઈ દેખાયું. [PE]
9. [PS]તેથી મેં જોયું, કે એક કરુબની બાજુએ એક પૈડું એમ ચાર કરુબો પાસે ચાર પૈડાં હતાં અને તે પૈડાંઓનો દેખાવ પોખરાજના પથ્થર જેવો હતો.
10. દેખાવમાં તેઓમાંના ચારેનો આકાર એક સરખો હતો, એક પૈડું બીજા પૈડા સાથે ગોઠવ્યું હોય તેમ હતું.
11. તેઓ ચાલતાં ત્યારે તેઓ ચારે દિશામાં ફરતા, ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં ફરતાં નહિ પણ જે દિશામાં માથું હોય તે તરફ તેઓ જતાં. ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં જતા નહિ. [PE]
12. [PS]તેઓનું આખું શરીર, તેઓની પીઠ અને તેઓની પાંખો, આંખોથી ઢંકાયેલી હતી. ચારે પૈડાં ચારેબાજુ આંખોથી ભરપૂર હતાં.
13. મારા સાંભળતાં “પૈડાને ફરતાં પૈડા” એવું નામ આપવામાં આવ્યું.
14. તેઓ દરેકને ચાર મુખ હતાં, પહેલું મુખ કરુબનું હતું, બીજું મુખ માણસનું હતું, ત્રીજું મુખ સિંહનું તથા ચોથું મુખ ગરુડનું હતું. [PE]
15. [PS]કરુબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જે પશુઓ જોયાં હતાં તે આ હતાં.
16. જ્યારે કરુબો ચાલતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે ચાલતા. જ્યારે કરુબો પૃથ્વી પરથી ઊડવાને પોતાની પાંખો ઊંચી કરતા ત્યારે પૈડાંઓ તેઓની પાસેથી ખસી જતાં નહિ.
17. જ્યારે કરુબો ઊભા રહેતા ત્યારે પણ પૈડાં ઊભાં રહેતાં, જ્યારે તેઓ ઊંચે ચઢતા ત્યારે પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પૈડામાં પશુઓનો આત્મા હતો. [PE]
18. [PS]પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો.
19. કરુબોએ પોતાની પાંખો પ્રસારીને તેઓ તથા તેઓની સાથેનાં પૈડાં મારા દેખતાં પૃથ્વી પરથી ઊંચે ચઢીને બહાર નીકળી આવ્યાં. તેઓ સભાસ્થાનના પૂર્વ તરફના દરવાજા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું. [PE]
20. [PS]કબાર નદીના કિનારે ઇઝરાયલના ઈશ્વરની નીચે જે પશુઓ મેં જોયાં હતાં તે આ હતાં, તેથી મેં જાણ્યું કે તેઓ કરુબો હતા!
21. દરેકને ચાર મુખ, દરેકને ચાર પાંખો હતી, તેઓની પાંખો નીચે માણસના જેવા હાથ હતા.
22. તેમનાં મુખોનો દેખાવ કબાર નદીને કિનારે મેં દર્શનમાં જોયેલાં મુખો જેવો હતો, તેઓમાંનો દરેક સીધો આગળ ચાલતો હતો. [PE]
Total 48 Chapters, Selected Chapter 10 / 48
1 પછી મેં જોયું તો, કરુબોના માથા ઉપર જે ઘૂમટ હતો, તેમાં તેના પર નીલમણિના જેવું કંઈક દેખાયું, અને તેનો દેખાવ સિંહાસન જેવો હતો. 2 પછી યહોવાહે શણનાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે વાત કરીને કહ્યું, “કરુબની નીચેનાં પૈડાંઓ વચ્ચે જા, કરુબો વચ્ચેથી તારા બે હાથને સળગતા કોલસાથી ભર અને તેઓને નગર પર નાખ.” ત્યારે મારા દેખતાં તે માણસ અંદર ગયો. 3 તે માણસ અંદર ગયો ત્યારે કરુબો સભાસ્થાનની જમણી બાજુએ ઊભા હતા, અંદરનું આંગણું વાદળથી ભરાઈ ગયું. 4 પછી યહોવાહનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો; સભાસ્થાન વાદળથી ભરાઈ ગયું અને આંગણું યહોવાહના ગૌરવના તેજથી ભરપૂર થયું. 5 કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો. 6 જ્યારે ઈશ્વરે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે, “પૈડાં વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે;” એટલે માણસ અંદર જઈને પૈડાં પાસે ઊભો રહ્યો. 7 કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો. 8 કરુબોની પાંખો નીચે માણસના હાથ જેવું કંઈ દેખાયું. 9 તેથી મેં જોયું, કે એક કરુબની બાજુએ એક પૈડું એમ ચાર કરુબો પાસે ચાર પૈડાં હતાં અને તે પૈડાંઓનો દેખાવ પોખરાજના પથ્થર જેવો હતો. 10 દેખાવમાં તેઓમાંના ચારેનો આકાર એક સરખો હતો, એક પૈડું બીજા પૈડા સાથે ગોઠવ્યું હોય તેમ હતું. 11 તેઓ ચાલતાં ત્યારે તેઓ ચારે દિશામાં ફરતા, ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં ફરતાં નહિ પણ જે દિશામાં માથું હોય તે તરફ તેઓ જતાં. ચાલતાં ચાલતાં તેઓ આડાઅવળાં જતા નહિ. 12 તેઓનું આખું શરીર, તેઓની પીઠ અને તેઓની પાંખો, આંખોથી ઢંકાયેલી હતી. ચારે પૈડાં ચારેબાજુ આંખોથી ભરપૂર હતાં. 13 મારા સાંભળતાં “પૈડાને ફરતાં પૈડા” એવું નામ આપવામાં આવ્યું. 14 તેઓ દરેકને ચાર મુખ હતાં, પહેલું મુખ કરુબનું હતું, બીજું મુખ માણસનું હતું, ત્રીજું મુખ સિંહનું તથા ચોથું મુખ ગરુડનું હતું. 15 કરુબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જે પશુઓ જોયાં હતાં તે આ હતાં. 16 જ્યારે કરુબો ચાલતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે ચાલતા. જ્યારે કરુબો પૃથ્વી પરથી ઊડવાને પોતાની પાંખો ઊંચી કરતા ત્યારે પૈડાંઓ તેઓની પાસેથી ખસી જતાં નહિ. 17 જ્યારે કરુબો ઊભા રહેતા ત્યારે પણ પૈડાં ઊભાં રહેતાં, જ્યારે તેઓ ઊંચે ચઢતા ત્યારે પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પૈડામાં પશુઓનો આત્મા હતો. 18 પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો. 19 કરુબોએ પોતાની પાંખો પ્રસારીને તેઓ તથા તેઓની સાથેનાં પૈડાં મારા દેખતાં પૃથ્વી પરથી ઊંચે ચઢીને બહાર નીકળી આવ્યાં. તેઓ સભાસ્થાનના પૂર્વ તરફના દરવાજા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું. 20 કબાર નદીના કિનારે ઇઝરાયલના ઈશ્વરની નીચે જે પશુઓ મેં જોયાં હતાં તે આ હતાં, તેથી મેં જાણ્યું કે તેઓ કરુબો હતા! 21 દરેકને ચાર મુખ, દરેકને ચાર પાંખો હતી, તેઓની પાંખો નીચે માણસના જેવા હાથ હતા. 22 તેમનાં મુખોનો દેખાવ કબાર નદીને કિનારે મેં દર્શનમાં જોયેલાં મુખો જેવો હતો, તેઓમાંનો દરેક સીધો આગળ ચાલતો હતો.
Total 48 Chapters, Selected Chapter 10 / 48
×

Alert

×

Gujarati Letters Keypad References