1. સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. [QBR2] જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે. [QBR]
2. ઉજવણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે. [QBR2] કેમ કે પ્રત્યેક મનુષ્યની જિંદગીનો અંત મૃત્યુ જ છે. [QBR2] જીવતો માણસ તે વાત પોતાના હૃદયમાં ઠસાવી રાખશે. [QBR]
3. હાસ્ય કરતાં ખેદ સારો છે. [QBR2] કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે. [QBR]
4. જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે [QBR2] પણ મૂર્ખનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે. [QBR]
5. કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું [QBR2] તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છે
6. કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે [QBR2] તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે.
7. નિશ્ચે જુલમ મનુષ્યને મૂર્ખ બનાવે છે, [QBR2] તે તેની સમજશકિતનો નાશ કરે છે. [QBR]
8. કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે, [QBR2] અને અભિમાની મનુષ્ય કરતાં ધૈર્યવાન મનવાળો મનુષ્ય સારો છે. [QBR]
9. ક્રોધ કરવામાં ઉતાવળો ન થા [QBR2] કેમ કે ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે. [QBR]
10. “અગાઉના દિવસો હાલનાં કરતાં વધારે સારા હતા એનું કારણ શું છે?” [QBR2] એવું તું ન પૂછ કારણ કે આ વિશે પૂછવું તે ડહાપણ ભરેલું નથી. [QBR]
11. બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે [QBR2] અને સૂર્ય જોનારાઓ માટે તે વધુ ઉત્તમ છે. [QBR]
12. દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે, [QBR2] પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવની રક્ષા કરે છે. [PE][PS]
13. ઈશ્વરનાં કામનો વિચાર કરો; [QBR] તેમણે જેને વાંકુ કર્યુઁ છે તેને સીધું કોણ કરી શકશે? [QBR]
14. ઉન્નતિના સમયે આનંદ કર. [QBR2] પણ વિપત્તિકાળે વિચાર કર; [QBR] ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે. [QBR2] જેથી ભવિષ્યમાં શું થશે તેમાંનું કશું જ માણસ શોધી શકતો નથી. [PE][PS]
15. આ બધું મેં મારા વ્યર્થપણાના દિવસોમાં જોયું છે. [QBR] એટલે નેક પોતાની નેકીમાં મૃત્યુ પામે છે, [QBR] અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા હોવા છતાં લાંબુ આયુષ્ય ભોગવે છે. [QBR]
16. પોતાની નજરમાં વધારે નેક ન થા. [QBR2] કે વધારે દોઢડાહ્યો ન થા [QBR] એમ કરીને શા માટે પોતાનો વિનાશ નોતરે છે? [QBR]
17. અતિશય દુષ્ટ ન થા તેમ જ મૂર્ખ પણ ન થા. [QBR2] તેમ કરીને શા માટે તું અકાળે મૃત્યુ પામે? [QBR]
18. દુષ્ટતાને તું વળગી ન રહે, [QBR2] પણ નેકીમાંથી તારો હાથ પાછો ખેંચી ન લેતો. [QBR] કેમ કે જે માણસ ઈશ્વરનો ડર રાખે તે એ સર્વમાંથી મુક્ત થશે. [QBR]
19. દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં [QBR2] જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિશાળી બનાવે છે. [QBR]
20. જે હંમેશા સારું જ કરે છે અને પાપ કરતો જ નથી [QBR2] એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી. [QBR]
21. વળી જે જે શબ્દો બોલવામાં આવે છે. તે સર્વને લક્ષમાં ન લે. [QBR2] રખેને તું તારા ચાકરને તને શાપ દેતા સાંભળે. [QBR]
22. કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે [QBR2] કે તેં પણ કેટલીય વાર બીજાઓને શાપ દીધા છે. [PE][PS]
23. મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે મેં કહ્યું કે, [QBR] “હું બુદ્ધિમાન થઈશ,” [QBR2] પણ તે બાબત મારાથી દૂર રહી. [QBR]
24. 'ડહાપણ' ઘણે દૂર અને અતિશય ઊંડુ છે તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. [QBR2] તેને કોણ શોધી કાઢી શકે? [QBR]
25. હું ફર્યો મેં જ્ઞાન મેળવવાને તથા [QBR2] તેને શોધી કાઢવાને તથા તેના મૂળ કારણની માહિતી મેળવવાને [QBR] અને દુષ્ટતા એ મૂર્ખાઈ છે, [QBR2] અને મૂર્ખાઈએ પાગલપણું છે એ જાણવા મેં મારું મન લગાડ્યું. [QBR]
26. તેથી મેં જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટદાયક છે, [QBR2] તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે [QBR2] તથા જેના હાથ બંધન સમાન છે તેવી સ્ત્રી. [QBR] જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે, [QBR2] પરંતુ પાપી તેની જાળમાં સપડાઈ જશે. [PE][PS]
27. સભાશિક્ષક કહે છે; “સત્ય શોધી કાઢવા માટે'' બધી વસ્તુઓને સરખાવી જોતાં મને આ માલૂમ પડ્યું કે,
28. તેને મારું હૃદય હજી શોધ્યા જ કરે છે પણ તે મને મળતું નથી. હજારોમાં મને એક પુરુષ મળ્યો છે, પણ એટલા બધામાં મને એક પણ સ્ત્રી મળી નથી. [PE][PS]
29. મને ફક્ત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યો છે ખરો પરંતુ તેણે ઘણી યુકિતઓ શોધી કાઢી છે. [PE]