1. [QS]સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. [QE][QS2]જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે. [QE]
2. [QS]ઉજવણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે. [QE][QS2]કેમ કે પ્રત્યેક મનુષ્યની જિંદગીનો અંત મૃત્યુ જ છે. [QE][QS2]જીવતો માણસ તે વાત પોતાના હૃદયમાં ઠસાવી રાખશે. [QE]
3. [QS]હાસ્ય કરતાં ખેદ સારો છે. [QE][QS2]કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે. [QE]
4. [QS]જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે [QE][QS2]પણ મૂર્ખનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે. [QE]
5. [QS]કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું [QE][QS2]તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છે
6. કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે [QE][QS2]તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે.
7. નિશ્ચે જુલમ મનુષ્યને મૂર્ખ બનાવે છે, [QE][QS2]તે તેની સમજશકિતનો નાશ કરે છે. [QE]
8. [QS]કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે, [QE][QS2]અને અભિમાની મનુષ્ય કરતાં ધૈર્યવાન મનવાળો મનુષ્ય સારો છે. [QE]
9. [QS]ક્રોધ કરવામાં ઉતાવળો ન થા [QE][QS2]કેમ કે ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે. [QE]
10. [QS]“અગાઉના દિવસો હાલનાં કરતાં વધારે સારા હતા એનું કારણ શું છે?” [QE][QS2]એવું તું ન પૂછ કારણ કે આ વિશે પૂછવું તે ડહાપણ ભરેલું નથી. [QE]
11. [QS]બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે [QE][QS2]અને સૂર્ય જોનારાઓ માટે તે વધુ ઉત્તમ છે. [QE]
12. [QS]દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે, [QE][QS2]પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવની રક્ષા કરે છે. [QE]
13. [PS]ઈશ્વરનાં કામનો વિચાર કરો; [PE][QS]તેમણે જેને વાંકુ કર્યુઁ છે તેને સીધું કોણ કરી શકશે? [QE]
14. [QS]ઉન્નતિના સમયે આનંદ કર. [QE][QS2]પણ વિપત્તિકાળે વિચાર કર; [QE][QS]ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે. [QE][QS2]જેથી ભવિષ્યમાં શું થશે તેમાંનું કશું જ માણસ શોધી શકતો નથી. [QE]
15. [PS]આ બધું મેં મારા વ્યર્થપણાના દિવસોમાં જોયું છે. [PE][QS]એટલે નેક પોતાની નેકીમાં મૃત્યુ પામે છે, [QE][QS]અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા હોવા છતાં લાંબુ આયુષ્ય ભોગવે છે. [QE]
16. [QS]પોતાની નજરમાં વધારે નેક ન થા. [QE][QS2]કે વધારે દોઢડાહ્યો ન થા [QE][QS]એમ કરીને શા માટે પોતાનો વિનાશ નોતરે છે? [QE]
17. [QS]અતિશય દુષ્ટ ન થા તેમ જ મૂર્ખ પણ ન થા. [QE][QS2]તેમ કરીને શા માટે તું અકાળે મૃત્યુ પામે? [QE]
18. [QS]દુષ્ટતાને તું વળગી ન રહે, [QE][QS2]પણ નેકીમાંથી તારો હાથ પાછો ખેંચી ન લેતો. [QE][QS]કેમ કે જે માણસ ઈશ્વરનો ડર રાખે તે એ સર્વમાંથી મુક્ત થશે. [QE]
19. [QS]દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં [QE][QS2]જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિશાળી બનાવે છે. [QE]
20. [QS]જે હંમેશા સારું જ કરે છે અને પાપ કરતો જ નથી [QE][QS2]એવો એક પણ નેક માણસ પૃથ્વી પર નથી. [QE]
21. [QS]વળી જે જે શબ્દો બોલવામાં આવે છે. તે સર્વને લક્ષમાં ન લે. [QE][QS2]રખેને તું તારા ચાકરને તને શાપ દેતા સાંભળે. [QE]
22. [QS]કેમ કે તારું પોતાનું અંત:કરણ જાણે છે [QE][QS2]કે તેં પણ કેટલીય વાર બીજાઓને શાપ દીધા છે. [QE]
23. [PS]મેં આ સર્વની બુદ્ધિથી પરીક્ષા કરી છે મેં કહ્યું કે, [PE][QS]“હું બુદ્ધિમાન થઈશ,” [QE][QS2]પણ તે બાબત મારાથી દૂર રહી. [QE]
24. [QS]'ડહાપણ' ઘણે દૂર અને અતિશય ઊંડુ છે તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. [QE][QS2]તેને કોણ શોધી કાઢી શકે? [QE]
25. [QS]હું ફર્યો મેં જ્ઞાન મેળવવાને તથા [QE][QS2]તેને શોધી કાઢવાને તથા તેના મૂળ કારણની માહિતી મેળવવાને [QE][QS]અને દુષ્ટતા એ મૂર્ખાઈ છે, [QE][QS2]અને મૂર્ખાઈએ પાગલપણું છે એ જાણવા મેં મારું મન લગાડ્યું. [QE]
26. [QS]તેથી મેં જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટદાયક છે, [QE][QS2]તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે [QE][QS2]તથા જેના હાથ બંધન સમાન છે તેવી સ્ત્રી. [QE][QS]જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે, [QE][QS2]પરંતુ પાપી તેની જાળમાં સપડાઈ જશે. [QE]
27. [PS]સભાશિક્ષક કહે છે; “સત્ય શોધી કાઢવા માટે'' બધી વસ્તુઓને સરખાવી જોતાં મને આ માલૂમ પડ્યું કે,
28. તેને મારું હૃદય હજી શોધ્યા જ કરે છે પણ તે મને મળતું નથી. હજારોમાં મને એક પુરુષ મળ્યો છે, પણ એટલા બધામાં મને એક પણ સ્ત્રી મળી નથી. [PE]
29. [PS]મને ફક્ત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યો છે ખરો પરંતુ તેણે ઘણી યુકિતઓ શોધી કાઢી છે. [PE]