1. [QS]તારું અન્ન પાણી પર નાખ, [QE][QS2]કેમ કે ઘણાં દિવસો પછી તે તને પાછું મળશે. [QE]
2. [QS]સાતને હા, વળી આઠને પણ હિસ્સો આપ, [QE][QS2]કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે તેની તને ખબર નથી [QE]
3. [QS]જો વાદળાં પાણીથી ભરેલાં હોય, [QE][QS2]તો તે વરસાદ લાવે છે, [QE][QS]જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કે ઉત્તર તરફ પડે, [QE][QS2]તો તે જ્યાં પડે ત્યાં જ પડ્યું રહે છે. [QE]
4. [QS]જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ, [QE][QS2]અને જે માણસ વાદળ જોતો રહેશે તે કાપણી કરશે નહિ. [QE]
5. [QS]પવનની ગતિ શી છે, [QE][QS2]તથા ગર્ભવતીના ગર્ભમાં હાડકાં કેવી રીતે વધે છે તે તું જાણતો નથી [QE][QS]તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે તું જાણતો નથી. [QE][QS2]તેમણે સર્વ સર્જ્યું છે. [QE]
6. [QS]સવારમાં બી વાવ; [QE][QS2]અને સાંજે તારો હાથ પાછો ખેંચી લઈશ નહિ; [QE][QS]કારણ કે આ સફળ થશે કે, તે સફળ થશે, [QE][QS2]અથવા તે બન્ને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી. [QE]
7. [QS]સાચે જ અજવાળું રમણીય છે, [QE][QS2]અને સૂર્ય જોવો એ આંખને ખુશકારક છે. [QE]
8. [QS]જો માણસ લાંબુ આયુષ્ય ભોગવે, [QE][QS2]તો તેણે જીવનના સર્વ દિવસો પર્યંત આનંદ કરવો. [QE][QS]પરંતુ તેણે અંધકારનાં દિવસો યાદ રાખવા, [QE][QS2]કારણ કે તે ઘણાં હશે, [QE][QS]જે સઘળું બને છે તે વ્યર્થતા જ છે. [QE]
9. [QS]હે યુવાન, તારી યુવાવસ્થાના દિવસોમાં તું આનંદ કર. [QE][QS2]અને તારી યુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે [QE][QS]તારા હૃદયની ઇચ્છાઓ પૂરી કર, [QE][QS2]તથા તારી આંખોની દ્રષ્ટિ મુજબ તું ચાલ. [QE][QS]પણ નક્કી તારે યાદ રાખવું કે સર્વ બાબતોનો ઈશ્વર ન્યાય કરશે. [QE]
10. [QS]માટે તારા હૃદયમાંથી ગુસ્સો દૂર કર. [QE][QS2]અને તારું શરીર દુષ્ટત્વથી દૂર રાખ, [QE][QS]કેમ કે યુવાવસ્થા અને ભરજુવાની એ વ્યર્થતા છે. [QE]