1. [PS]જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, [PE][QS2]તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે. [QE]
2. [QS]બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, [QE][QS2]પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે. [QE]
3. [QS]વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, [QE][QS2]ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, [QE][QS3]અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું. [QE]
4. [QS]જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, [QE][QS2]કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે. [QE]
5. [QS]મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, [QE][QS2]અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ; [QE]
6. [QS]મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, [QE][QS2]જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે. [QE]
7. [QS]મેં ગુલામોને ઘોડે સવાર થયેલા [QE][QS2]અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે. [QE]
8. [QS]જે ખાડો ખોદે છે [QE][QS2]તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે. [QE]
9. [QS]જે માણસ પથ્થર ખસેડશે, [QE][QS2]તેને જ તે વાગશે, [QE][QS]અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે. [QE]
10. [QS]જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે. [QE]
11. [QS]જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, [QE][QS2]તો મદારીની વિદ્યા નકામી છે. [QE]
12. [QS]જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે [QE][QS2]પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે. [QE]
13. [QS]તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, [QE][QS2]અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે. [QE]
14. [QS]વળી મૂર્ખ માણસ વધારે બોલે છે, [QE][QS2]પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી. [QE][QS2]કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે? [QE]
15. [QS]મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. [QE][QS]કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી. [QE]
16. [QS]જો તારો રાજા યુવાન હોય, [QE][QS2]અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે! [QE]
17. [QS]તારો રાજા કુલિન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, [QE][QS2]તારા હાકેમો કેફને સારુ નહી [QE][QS2]પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. [QE][QS2]ત્યારે તો તું આશીર્વાદિત છે! [QE]
18. [QS]આળસથી છાપરું નમી પડે છે, [QE][QS2]અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે. [QE]
19. [QS]ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, [QE][QS2]અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે. [QE][QS3]પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે. [QE]
20. [QS]રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ, [QE][QS2]અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે, [QE][QS]કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે [QE][QS2]અને પંખી તે વાત કહી દેશે. [QE]