1. [PS]અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે;
2. મૂસાએ કહ્યું, [PE][QS]“યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા. [QE][QS]તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા [QE][QS]પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, [QE][QS]અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા. [QE][QS]અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો. [QE]
3. [QS]હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે; [QE][QS]તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, [QE][QS]તેઓ તેમના ચરણ આગળ બેઠા; [QE][QS]અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે. [QE]
4. [QS]મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું. [QE]
5. [QS]જયારે લોકોના આગેવાનો [QE][QS]અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં [QE][QS]ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા. [QE]
6. [QS]રુબેન સદા જીવંત રહો અને મરે નહિ; [QE][QS]પરંતુ તેના માણસો થોડા રહે.” [QE]
7. [QS]મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે: [QE][QS]હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો, [QE][QS]અને તેને તેના લોકો પાસે પાછા લાવો, [QE][QS]તેને માટે લડાઈ કરીને; [QE][QS]અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો.” [QE]
8. [PS]ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે; [PE][QS]તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ, [QE][QS]જેની તમે માસ્સામાં પરીક્ષા કરી. [QE][QS]અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે. [QE]
9. [QS]અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી; [QE][QS]અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ. [QE][QS]અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ; [QE][QS]કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે, [QE][QS]અને તમારો કરાર તેઓ પાળે છે. [QE]
10. [QS]તેઓ યાકૂબને તમારા હુકમો [QE][QS]અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે; [QE][QS]અને તેઓ તમારી આગળ ધૂપ, [QE][QS]તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે. [QE]
11. [QS]હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો, [QE][QS]અને તેઓના હાથનાં કામો સ્વીકારો; [QE][QS]જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે [QE][QS]અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો, [QE][QS]જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.” [QE]
12. [QS]પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, [QE][QS]“તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે; [QE][QS]યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે. [QE][QS]અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.” [QE]
13. [QS]પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું; [QE][QS]તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી, [QE]
14. [QS]સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી [QE][QS]તથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી, [QE]
15. [QS]પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી [QE][QS]અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી, [QE]
16. [QS]પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી, [QE][QS]ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી. [QE][QS]યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો, [QE][QS]તેના પર આશીર્વાદ આવો. [QE]
17. [QS]તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે, [QE][QS]તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે, [QE][QS]પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે. [QE][QS]એફ્રાઇમના દસ હજારો અને [QE][QS]મનાશ્શાના હજારો છે.” [QE]
18. [QS]મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં, [QE][QS]ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો. [QE]
19. [QS]તેઓ લોકોને પર્વત પર બોલાવશે. [QE][QS]ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે. [QE][QS]કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને, [QE][QS]દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે.” [QE]
20. [PS]ગાદ વિષે મૂસાએ કહ્યું, [PE][QS]“ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો. [QE][QS]તે ત્યાં સિંહણ જેવો રહે, [QE][QS]તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે. [QE]
21. [QS]તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો, [QE][QS]કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. [QE][QS]તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું, [QE][QS]ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ, [QE][QS]અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.” [QE]
22. [PS]મૂસાએ દાન વિષે કહ્યું, [PE][QS]“દાન બાશાનથી કૂદી નીકળતું, [QE][QS]સિંહનું બચ્ચું છે.” [QE]
23. [PS]નફતાલી વિષે મૂસાએ કહ્યું, [PE][QS]“અનુગ્રહથી તૃપ્ત થયેલા, [QE][QS]યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી , [QE][QS]તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.” [QE]
24. [PS]આશેર વિષે મૂસાએ કહ્યું, [PE][QS]“બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; [QE][QS]તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, [QE][QS]તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો. [QE]
25. [QS]તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે; [QE][QS]જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.” [QE]
26. [QS]હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી, [QE][QS]તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને [QE][QS]પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે. [QE]
27. [QS]સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે. [QE][QS]તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા, [QE][QS]અને કહ્યું, “નાશ કર!” [QE]
28. [QS]ઇઝરાયલ સલામતીમાં રહે, [QE][QS]યાકૂબનો ઝરો એકલો, [QE][QS]ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે, [QE][QS]તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે. [QE]
29. [QS]હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે! [QE][QS]યહોવાહ જે તારી સહાયની ઢાલ, [QE][QS]તારી ઉત્તમતાની તલવાર [QE][QS]તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? [QE][QS]તારા શત્રુઓ જુઠા કરશે; [QE][QS]તું તેઓના ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે. [QE]