પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
દારિયેલ
1. માદીઓના વંશનો અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ હતો. એ અહાશ્વેરોશ બાબિલીઓના વિસ્તારનો રાજા હતો.
2. તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, 'યહોવાહની જે વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી' તે પુસ્તકોનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરુશાલેમની પાયમાલીના અંતનાં સિતેર વર્ષો વિષેની ગણતરી પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો. [PE][PS]
3. પછી મેં ઉપવાસ કરીને, ટાટ પહેરીને, રાખના ઢગલા પર બેસીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને તેમને શોધવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ ફેરવ્યું.
4. મેં યહોવાહ મારા ઈશ્વરને પ્રાર્થના કરીને તથા પાપોને કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, જેઓ તમારા કરારને વળગી રહે છે, તમારા ઉપર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞાઓનું પાલન કરે છે તેઓના પર દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર છો. [PE][PS]
5. અમે પાપ કર્યું છે અને જે ખોટું છે તે કર્યું છે. તમારી આજ્ઞાઓ તથા તમારા હુકમોથી ફરીને દુષ્ટતા કરી છે અને બળવો કર્યો છે.
6. અમારા રાજાઓને, અમારા આગેવાનોને, અમારા પૂર્વજોને તથા દેશના બધા લોકોને તમારા નામે ઉપદેશ આપનાર તમારા સેવકો પ્રબોધકોની વાત અમે સાંભળી નથી. [PE][PS]
7. હે પ્રભુ, ન્યાયીપણું તમારું છે. પણ આજની મુખ પરની શરમ તો અમારી છે-યહૂદિયાના માણસોની, યરુશાલેમના રહેવાસીઓની, સર્વ ઇઝરાયલીઓની તથા તમારી વિરુદ્ધ કરેલા અપરાધને કારણે એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને નસાડી મૂક્યા છે તેઓની છે.
8. હે યહોવાહ, અમારા મુખની શરમ અમારી, અમારા રાજાઓની, આગેવાનોની અને અમારા પૂર્વજોની છે. કેમ કે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. [PE][PS]
9. દયા તથા ક્ષમા પ્રભુ અમારા ઈશ્વરની છે, કેમ કે અમે તમારી સામે બળવો કર્યો છે.
10. યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમે માની નથી તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આપ્યા હતા તે પ્રમાણે અમે ચાલ્યા નથી.
11. સર્વ ઇઝરાયલે ફરી જઈને તમારી વાણી માની નથી અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ રેડી દેવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યુ છે. [PE][PS]
12. અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી તથા અમારા રાજકર્તાઓ વિરુદ્ધ તેમણે જે વચનો કહેલા હતાં તે યહોવાહે પરિપૂર્ણ કર્યાં છે. કેમ કે યરુશાલેમને જે કરવામાં આવ્યું છે તેવું આખા આકાશ નીચે ક્યાંય કરવામાં આવ્યું નથી.
13. મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા પર આવી છે, તોપણ તમારા અન્યાયોથી પાછા ફરવા માટે, તમારું સત્ય સમજવા માટે, અમે યહોવાહ તમારા ઈશ્વરની દયા માટે વિનંતી કરી નથી.
14. માટે યહોવાહ અમારા પર આપત્તિ લાવવાને તૈયાર હતા અને અમારા પર આપત્તિ લાવ્યા પણ ખરા. કેમ કે યહોવાહ અમારા ઈશ્વર પોતે કરેલા બધા કામોમાં ન્યાયી છે, અમે તેમની વાણી માની નથી. [PE][PS]
15. હવે, હે પ્રભુ અમારા ઈશ્વર, પરાક્રમી હાથ વડે તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને આજની જેમ તમારા નામનો મહિમા મેળવ્યો છે. પણ હજીય અમે તો પાપ કર્યું અને દુષ્ટતા કરી છે.
16. હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે. [PE][PS]
17. હવે, હે અમારા પ્રભુ ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના સાંભળો અને દયા માટેની અમારી વિનંતી પર કાન ધરો; તમારા ઉજ્જડ થયેલા પવિત્રસ્થાન પર, આપના નામની ખાતર, તમારું મુખ પ્રકાશિત કરો.,
18. હે મારા ઈશ્વર, કાન દઈને સાંભળો, તમારી આંખ ઉઘાડીને અમારા ઉપર નજર કરો. અમારો વિનાશ થયો છે; તમારા નામે ઓળખાતાં નગર તરફ જુઓ. અમે તમારી સહાય અમારા ન્યાયીપણાને લીધે નહિ, પણ તમારી મોટી દયાને કારણે માગીએ છીએ.
19. હે પ્રભુ, સાંભળો, હે પ્રભુ, ક્ષમા કરો, હે પ્રભુ, સાંભળો અને અમારી અરજ ફળીભૂત કરો! હે મારા ઈશ્વર તમારી પોતાની ખાતર વિલંબ ન કરો, કેમ કે તમારા લોકો અને તમારું નગર તમારા નામથી ઓળખાય છે.” [PE][PS]
20. હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, મારા અને મારા ઇઝરાયલ લોકોનાં પાપ કબૂલ કરતો હતો, મારા ઈશ્વરના પવિત્ર પર્વતને સારુ યહોવાહ મારા ઈશ્વરની આગળ મારી અરજો રજૂ કરતો હતો.
21. હું પ્રાર્થના કરતો હતો ત્યારે, ગાબ્રિયેલ જેને મેં પ્રથમ સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો. [PE][PS]
22. તેણે મને સમજણ પાડી અને મને કહ્યું, “હે દાનિયેલ, હું તને બુદ્ધિ તથા સમજ આપવા આવ્યો છું.
23. તે દયા માટે વિનંતી કરવા માંડી, ત્યારે આજ્ઞા થઈ તેથી હું જવાબ આપવા આવ્યો છું, કેમ કે તું અતિપ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર અને પ્રગટીકરણ સમજ. [PE][PS]
24. અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાનો, દુષ્ટતાનું પ્રાયશ્ચિત કરવાને, અનંતકાળનું ન્યાયીપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમપવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલાં છે.
25. માટે જાણ તથા સમજ કે યરુશાલેમની મરામત કરવાનો તથા તેને બાંધવાનો હુકમ થયાના સમયથી તે અભિષિક્તના સમય સુધી સાત અઠવાડિયાં લાગશે. બાસઠ અઠવાડિયામાં યરુશાલેમની શેરીઓ તથા ખાઈ આપત્તિના સમયમાં પણ ફરી બંધાશે. [PE][PS]
26. બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહિ. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે. અને નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે. [PE][PS]
27. તે એક અઠવાડિયા સુધી કરારને પાકો કરશે. તે અઠવાડિયાની વચ્ચેના દિવસોમાં બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. તિરસ્કારપાત્રની પાંખ પર વેરાન કરનાર આવશે. જે નિર્માણ થયેલું છે તે પૂરું થતા સુધી વેરાન કરનાર પર કોપ રેડવામાં આવશે.” [PE]

Notes

No Verse Added

Total 12 Chapters, Current Chapter 9 of Total Chapters 12
1 2 3 4 5 6 7 8 9 10 11 12
દારિયેલ 9
1. માદીઓના વંશનો અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ હતો. અહાશ્વેરોશ બાબિલીઓના વિસ્તારનો રાજા હતો.
2. તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, 'યહોવાહની જે વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી' તે પુસ્તકોનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરુશાલેમની પાયમાલીના અંતનાં સિતેર વર્ષો વિષેની ગણતરી પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો. PEPS
3. પછી મેં ઉપવાસ કરીને, ટાટ પહેરીને, રાખના ઢગલા પર બેસીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને તેમને શોધવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ ફેરવ્યું.
4. મેં યહોવાહ મારા ઈશ્વરને પ્રાર્થના કરીને તથા પાપોને કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, જેઓ તમારા કરારને વળગી રહે છે, તમારા ઉપર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞાઓનું પાલન કરે છે તેઓના પર દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર છો. PEPS
5. અમે પાપ કર્યું છે અને જે ખોટું છે તે કર્યું છે. તમારી આજ્ઞાઓ તથા તમારા હુકમોથી ફરીને દુષ્ટતા કરી છે અને બળવો કર્યો છે.
6. અમારા રાજાઓને, અમારા આગેવાનોને, અમારા પૂર્વજોને તથા દેશના બધા લોકોને તમારા નામે ઉપદેશ આપનાર તમારા સેવકો પ્રબોધકોની વાત અમે સાંભળી નથી. PEPS
7. હે પ્રભુ, ન્યાયીપણું તમારું છે. પણ આજની મુખ પરની શરમ તો અમારી છે-યહૂદિયાના માણસોની, યરુશાલેમના રહેવાસીઓની, સર્વ ઇઝરાયલીઓની તથા તમારી વિરુદ્ધ કરેલા અપરાધને કારણે એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને નસાડી મૂક્યા છે તેઓની છે.
8. હે યહોવાહ, અમારા મુખની શરમ અમારી, અમારા રાજાઓની, આગેવાનોની અને અમારા પૂર્વજોની છે. કેમ કે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. PEPS
9. દયા તથા ક્ષમા પ્રભુ અમારા ઈશ્વરની છે, કેમ કે અમે તમારી સામે બળવો કર્યો છે.
10. યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમે માની નથી તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આપ્યા હતા તે પ્રમાણે અમે ચાલ્યા નથી.
11. સર્વ ઇઝરાયલે ફરી જઈને તમારી વાણી માની નથી અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ રેડી દેવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યુ છે. PEPS
12. અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી તથા અમારા રાજકર્તાઓ વિરુદ્ધ તેમણે જે વચનો કહેલા હતાં તે યહોવાહે પરિપૂર્ણ કર્યાં છે. કેમ કે યરુશાલેમને જે કરવામાં આવ્યું છે તેવું આખા આકાશ નીચે ક્યાંય કરવામાં આવ્યું નથી.
13. મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા પર આવી છે, તોપણ તમારા અન્યાયોથી પાછા ફરવા માટે, તમારું સત્ય સમજવા માટે, અમે યહોવાહ તમારા ઈશ્વરની દયા માટે વિનંતી કરી નથી.
14. માટે યહોવાહ અમારા પર આપત્તિ લાવવાને તૈયાર હતા અને અમારા પર આપત્તિ લાવ્યા પણ ખરા. કેમ કે યહોવાહ અમારા ઈશ્વર પોતે કરેલા બધા કામોમાં ન્યાયી છે, અમે તેમની વાણી માની નથી. PEPS
15. હવે, હે પ્રભુ અમારા ઈશ્વર, પરાક્રમી હાથ વડે તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને આજની જેમ તમારા નામનો મહિમા મેળવ્યો છે. પણ હજીય અમે તો પાપ કર્યું અને દુષ્ટતા કરી છે.
16. હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે. PEPS
17. હવે, હે અમારા પ્રભુ ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના સાંભળો અને દયા માટેની અમારી વિનંતી પર કાન ધરો; તમારા ઉજ્જડ થયેલા પવિત્રસ્થાન પર, આપના નામની ખાતર, તમારું મુખ પ્રકાશિત કરો.,
18. હે મારા ઈશ્વર, કાન દઈને સાંભળો, તમારી આંખ ઉઘાડીને અમારા ઉપર નજર કરો. અમારો વિનાશ થયો છે; તમારા નામે ઓળખાતાં નગર તરફ જુઓ. અમે તમારી સહાય અમારા ન્યાયીપણાને લીધે નહિ, પણ તમારી મોટી દયાને કારણે માગીએ છીએ.
19. હે પ્રભુ, સાંભળો, હે પ્રભુ, ક્ષમા કરો, હે પ્રભુ, સાંભળો અને અમારી અરજ ફળીભૂત કરો! હે મારા ઈશ્વર તમારી પોતાની ખાતર વિલંબ કરો, કેમ કે તમારા લોકો અને તમારું નગર તમારા નામથી ઓળખાય છે.” PEPS
20. હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, મારા અને મારા ઇઝરાયલ લોકોનાં પાપ કબૂલ કરતો હતો, મારા ઈશ્વરના પવિત્ર પર્વતને સારુ યહોવાહ મારા ઈશ્વરની આગળ મારી અરજો રજૂ કરતો હતો.
21. હું પ્રાર્થના કરતો હતો ત્યારે, ગાબ્રિયેલ જેને મેં પ્રથમ સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો. PEPS
22. તેણે મને સમજણ પાડી અને મને કહ્યું, “હે દાનિયેલ, હું તને બુદ્ધિ તથા સમજ આપવા આવ્યો છું.
23. તે દયા માટે વિનંતી કરવા માંડી, ત્યારે આજ્ઞા થઈ તેથી હું જવાબ આપવા આવ્યો છું, કેમ કે તું અતિપ્રિય છે. માટે તું વાતનો વિચાર કર અને પ્રગટીકરણ સમજ. PEPS
24. અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાનો, દુષ્ટતાનું પ્રાયશ્ચિત કરવાને, અનંતકાળનું ન્યાયીપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમપવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલાં છે.
25. માટે જાણ તથા સમજ કે યરુશાલેમની મરામત કરવાનો તથા તેને બાંધવાનો હુકમ થયાના સમયથી તે અભિષિક્તના સમય સુધી સાત અઠવાડિયાં લાગશે. બાસઠ અઠવાડિયામાં યરુશાલેમની શેરીઓ તથા ખાઈ આપત્તિના સમયમાં પણ ફરી બંધાશે. PEPS
26. બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહિ. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે. અને નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે. PEPS
27. તે એક અઠવાડિયા સુધી કરારને પાકો કરશે. તે અઠવાડિયાની વચ્ચેના દિવસોમાં બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. તિરસ્કારપાત્રની પાંખ પર વેરાન કરનાર આવશે. જે નિર્માણ થયેલું છે તે પૂરું થતા સુધી વેરાન કરનાર પર કોપ રેડવામાં આવશે.” PE
Total 12 Chapters, Current Chapter 9 of Total Chapters 12
1 2 3 4 5 6 7 8 9 10 11 12
×

Alert

×

gujarati Letters Keypad References