1.
2. [PS]હે ઇઝરાયલના વંશજો તમારા માટે હું દુ:ખનાં ગીતો ગાઉં છું તે સાંભળો. [PE][QS]''ઇઝરાયલની કુમારિકા પડી ગઈ છે; [QE][QS]તે ફરીથી ઊભી થઈ શકશે નહિ; [QE][QS]તેને પોતાની જમીન પર પાડી નાખવામાં આવી છે; [QE][QS]તેને ઊઠાડનાર કોઈ નથી. [QE]
3. [QS]કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે; [QE][QS]જે નગરમાંથી હજારો બહાર નીકળતા હતા, [QE][QS]ત્યાં ઇઝરાયલના વંશના માત્ર સો જ લોકો બચ્યા હશે. [QE][QS]અને જ્યાંથી સો બહાર આવ્યા હતા ત્યાં માત્ર દસ જ બચ્યા હશે.” [QE]
4. [QS]કેમ કે યહોવાહ ઇઝરાયલી લોકોને કહે છે કે, [QE][QS]“મને શોધો અને તમે જીવશો! [QE]
5. [QS]બેથેલની શોધ ન કરો; [QE][QS]ગિલ્ગાલમાં ન જશો; [QE][QS]અને બેર-શેબા ન જાઓ. [QE][QS]કેમ કે નિશ્ચે ગિલ્ગાલના લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવશે, [QE][QS]અને બેથેલ અતિશય દુ:ખમાં આવી પડશે.'' [QE]
6. [QS]યહોવાહને શોધો એટલે જીવશો, [QE][QS]રખેને તે યૂસફના ઘરમાં, [QE][QS]અગ્નિની પેઠે પ્રગટે, [QE][QS]તે ભસ્મ કરી નાખે, [QE][QS]અને બેથેલ પાસે તેને બુઝાવવા માટે કોઈ હોય નહિ. [QE]
7. [QS]જે લોકો ન્યાયને કડવાશરૂપ કરી નાખે છે, [QE][QS]અને નેકીને પગ નીચે છૂંદી નાખે છે! [QE]
8. [QS]જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં; [QE][QS]તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે; [QE][QS]અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે; [QE][QS]જે સાગરના જળને હાંક મારે છે; [QE][QS]તેમનું નામ યહોવાહ છે! [QE]
9. [QS]તે બળવાનો પર અચાનક વિનાશ લાવે છે. [QE][QS]અને તેઓના કિલ્લા તોડી પાડે છે. [QE]
10. [QS]જેઓ નગરના દરવાજામાં તેઓને ઠપકો આપે છે, [QE][QS]પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે. [QE]
11. [QS]તમે ગરીબોને પગ તળે કચડો છો. [QE][QS]અને તેઓની પાસેથી અનાજ પડાવી લો છો, [QE][QS]તમે ઘડેલા પથ્થરોના ઘર તો બાંધ્યાં છે, [QE][QS]પણ તેમાં તમે રહેવા નહિ પામો. [QE][QS]તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, [QE][QS]પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો. [QE]
12. [QS]કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે [QE][QS]અને તમારાં પાપ ઘણાં છે, [QE][QS]કેમ કે તમે ન્યાયીઓને દુઃખ આપો છો, [QE][QS]તમે લાંચ લો છો, [QE][QS]અને દરવાજામાં બેસીને ગરીબ માણસનો હક ડુબાવો છો. [QE]
13. [QS]આથી, શાણો માણસ આવા સમયે ચૂપ રહેશે, [QE][QS]કેમ કે આ સમય ભૂંડો છે. [QE]
14. [QS]ભલાઈને શોધો, બૂરાઈને નહિ, [QE][QS]જેથી તમે કહો છો તેમ, [QE][QS]સૈન્યોના ઈશ્વર યહોવાહ તમારી સાથે રહેશે. [QE]
15. [QS]બૂરાઈને ધિક્કારો, [QE][QS]અને ભલાઈ ઉપર પ્રેમ રાખો, [QE][QS]દરવાજામાં ન્યાયને સ્થાપિત કરો. [QE][QS]તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવાહ યૂસફના બાકી રહેલા ઉપર દયા કરે. [QE]
16. [QS]સૈન્યોના ઈશ્વર, પ્રભુ; [QE][QS]યહોવાહ આ પ્રમાણે કહે છે કે, [QE][QS]“શેરીને દરેક ખૂણે શોક થશે, [QE][QS]અને બધી શેરીઓમાં તેઓ કહેશે, [QE][QS]હાય! હાય! તેઓ ખેડૂતોને શોક કરવાને, [QE][QS]વિલાપ કરવાને બોલાવશે. [QE][QS]અને વિલાપ કરવામાં પ્રવીણ લોકોને પણ બોલાવશે. [QE]
17. [QS]સર્વ દ્રાક્ષની વાડીઓમાં શોક થશે, [QE][QS]કેમ કે હું આ સર્વ જગ્યાઓમાંથી પસાર થઈશ,” [QE][QS]એવું યહોવાહ કહે છે. [QE]
18. [QS]તમે જેઓ યહોવાહનો દિવસ ઇચ્છો છો તેઓને અફસોસ! [QE][QS]શા માટે તમે યહોવાહનો દિવસ ઇચ્છો છો? [QE][QS]તે દિવસ અંધકારરૂપ છે પ્રકાશરૂપ નહિ. [QE]
19. [QS]તે તો જેમ કોઈ માણસને સિંહ પાસેથી જતાં, [QE][QS]અને રીંછનો ભેટો થઈ જાય છે, [QE][QS]અથવા ઘરમાં જાય અને ભીંતનો ટેકો લે, [QE][QS]અને તેને સાપ કરડે તેવો દિવસ છે. [QE]
20. [QS]શું એમ નહિ થાય કે યહોવાહનો દિવસ અંધકારભર્યો થશે અને પ્રકાશભર્યો નહિ? [QE][QS]એટલે ગાઢ અંધકાર પ્રકાશમય નહિ? [QE]
21. [QS]“હું ધિક્કારું છું, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, [QE][QS]અને તમારાં ધાર્મિક સંમેલનોથી હરખાઈશ નહિ. [QE]
22. [QS]જો કે તમે તમારાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ લાવશો. [QE][QS]તોપણ હું તેનો સ્વીકાર કરીશ નહિ, [QE][QS]હું તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યર્પણોની સામે જોઈશ પણ નહિ. [QE]
23. [QS]તમારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કરો; [QE][QS]કેમ કે હું તમારી સારંગીનું ગાયન સાંભળીશ નહિ. [QE][QS]તમારું વાદ્યસંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે પણ હું તે સાંભળીશ નહિ. [QE]
24. [QS]પણ ન્યાયને પાણીની પેઠે, [QE][QS]અને નેકીને મોટી નદીની જેમ વહેવા દો. [QE]
25. [QS]હે ઇઝરાયલના વંશજો, [QE][QS]શું તમે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં મને બલિદાનો તથા અર્પણ ચઢાવ્યાં હતા? [QE]
26. [QS]તમે તમારા રાજા સિક્કૂથને [QE][QS]અને તમારા તારારૂપી દેવ કીયૂનની મૂર્તિઓને માથે ચઢાવી છે. [QE][QS]આ મૂર્તિઓને તમે તમારે માટે જ બનાવી છે. [QE]
27. [QS]તેથી હું તમને દમસ્કસની હદ પાર મોકલી દઈશ,” [QE][QS]એવું યહોવાહ કહે છે, [QE][QS]જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. [QE]