1.
2. [PS]હે ઇઝરાયલના લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેની વિરુદ્ધ આ જે વચનો યહોવાહ બોલ્યા તે સાંભળો, [PE][QS]''પૃથ્વી પરના સર્વ લોકોમાંથી [QE][QS]ફક્ત તમને જ મેં પસંદ કર્યા છે. [QE][QS]તેથી હું તમારા સર્વ ગુનાઓ માટે [QE][QS]તમને શિક્ષા કરીશ.'' [QE]
3. [QS]શું બે જણા સંપ કર્યા વગર, [QE][QS]સાથે ચાલી શકે? [QE]
4. [QS]શું શિકાર હાથમાં આવ્યા વગર, [QE][QS]સિંહ જંગલમાં ગર્જના કરે? [QE][QS]શું કંઈ પણ પકડ્યા વગર, [QE][QS]સિંહનું બચ્ચું પોતાની ગુફામાંથી ત્રાડ પાડેે? [QE]
5. [QS]પક્ષીને જાળ નાખ્યા વગર, [QE][QS]તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય? [QE][QS]જાળ જમીન પરથી છટકીને, [QE][QS]કંઈ પણ પકડ્યા વિના રહેશે શું? [QE]
6. [QS]રણશિંગડું નગરમાં વગાડવામાં આવે, [QE][QS]તો લોકો ડર્યા વિના રહે ખરા? [QE][QS]શું યહોવાહના હાથ વિના, [QE][QS]નગર પર આફત આવી પડે ખરી? [QE]
7. [QS]નિશ્ચે પ્રભુ યહોવાહ, [QE][QS]પોતાના મર્મો પોતાના સેવક પ્રબોધકોને જાણ કર્યા વિના રહેશે નહિ. [QE]
8. [QS]સિંહે ગર્જના કરી છે; [QE][QS]કોણ ભયથી નહિ ધ્રૂજે? [QE][QS]પ્રભુ યહોવાહ બોલ્યા છે; [QE][QS]તો કોણ પ્રબોધ કર્યા વગર રહી શકે? [QE]
9. [QS]આશ્દોદના મહેલોમાં, [QE][QS]અને મિસર દેશના મહેલોમાં જાહેર કરો કે, [QE][QS]''સમરુનના પર્વત ઉપર તમે ભેગા થાઓ. [QE][QS]અને જુઓ ત્યાં કેવી અંધાધૂંધી, [QE][QS]અને ભારે જુલમ થઈ રહ્યા છે. [QE]
10. [QS]યહોવાહ આ પ્રમાણે કહે છે કે; [QE][QS]''તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી” [QE][QS]તેઓ હિંસાનો સંગ્રહ કરે છે [QE][QS]અને લૂંટથી પોતાના ઘર ભરે છે.” [QE]
11. [QS]તેથી પ્રભુ યહોવાહ કહે છે; [QE][QS]દેશની આસપાસ શત્રુ ફરી વળશે; [QE][QS]અને તે તમારા કિલ્લાઓ તોડી પાડશે. [QE][QS]અને તમારા મહેલોને લૂંટી લેશે.” [QE]
12. [QS]યહોવાહ કહે છે કે; [QE][QS]“જેમ ભરવાડ સિંહના મોંમાંથી, [QE][QS]તેના શિકારના બે પગ કે કાનનો ટુકડો પડાવી લે છે, [QE][QS]તેમ સમરુનમાં પલંગોના ખૂણા પર, [QE][QS]તથા રેશમી ગાદલાના બિછાના પર બેસનાર ઇઝરાયલ લોકોમાંથી, [QE][QS]કેટલાકનો બચાવ થશે. [QE]
13. [QS]પ્રભુ યહોવાહ એમ કહે છે કે, [QE][QS]તમે સાંભળો [QE][QS]અને યાકૂબના વંશજો સામે સાક્ષી પૂરો. [QE]
14. [QS]કેમ કે જયારે હું ઇઝરાયલને તેનાં પાપો માટે શિક્ષા કરીશ, [QE][QS]તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ, [QE][QS]વેદી પરના શિંગડાં કાપી નાખવામાં આવશે. [QE][QS]અને તેઓ જમીન પર પડી જશે. [QE]
15. [QS]હું શિયાળાના મહેલો, [QE][QS]તથા ઉનાળાના મહેલો બન્નેનો નાશ કરીશ. [QE][QS]અને હાથીદાંતના મહેલો નાશ પામશે [QE][QS]અને ઘણાં ઘરો પાયમાલ થશે.'' [QE][QS]એવું યહોવાહ કહે છે. [QE]