1. યહોવાહ આ પ્રમાણે કહે છે; [QBR] “મોઆબના ત્રણ ગુનાને લીધે, [QBR] હા ચારને લીધે, [QBR] હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ. [QBR] કેમ કે તેઓએ અદોમના રાજાના હાડકાં બાળીને ચૂનો કરી નાખ્યો. [QBR]
2. હું મોઆબ પર અગ્નિ મોકલીશ. [QBR] અને તે કરિયોથના કિલ્લેબંધીવાળા મહેલોને ભસ્મ કરી દેશે. [QBR] મોઆબ હુલ્લડમાં, ઘોંઘાટમાં, [QBR] તથા રણશિંગડાના અવાજમાં નાશ પામશે. [QBR]
3. હું તેના ન્યાયાધીશને નષ્ટ કરી નાખીશ [QBR] અને તેની સાથે તેના સર્વ સરદારોને મારી નાખીશ,” [QBR] એમ યહોવાહ કહે છે; [QBR]
4. યહોવાહ આ પ્રમાણે કહે છે; [QBR] ''યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, [QBR] હા ચારને લીધે, [QBR] હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. [QBR] કેમ કે તેઓએ યહોવાહના નિયમોનો અનાદર કર્યો છે, [QBR] અને તેમની આજ્ઞાઓ પાળી નથી. [QBR] જે જૂઠાણાંની પાછળ તેઓના પૂર્વજો ફરતા હતા [QBR] તે જૂઠાણાંએ તેઓને ખોટે માર્ગે દોર્યા છે. [QBR]
5. હું યહૂદિયા પર આગ લગાડીશ [QBR] અને એ આગ યરુશાલેમના કિલ્લેબંધીવાળા મહેલોને નષ્ટ કરશે.” [QBR]
6. યહોવાહ આ પ્રમાણે કહે છે; [QBR] ''ઇઝરાયલના ત્રણ ગુનાને લીધે, [QBR] હા ચારને લીધે, [QBR] હું તેઓને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, [QBR] કેમ કે તેઓએ રૂપાને સારુ ન્યાયી લોકોને વેચ્યા છે [QBR] અને ગરીબોને પગરખાંની જોડના બદલામાં વેચ્યા છે. [QBR]
7. તેઓ ગરીબોના માથા પરની પૃથ્વીની ધૂળને માટે તલપે છે, [QBR] અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દે છે. [QBR] પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે [QBR] અને મારા પવિત્ર નામ પર બટ્ટો લગાડ્યો છે. [QBR]
8. તેઓ દરેક વેદીની બાજુમાં ગીરવે લીધેલાં વસ્ત્રો પર સૂઈ જાય છે. [QBR] અને તેઓ ઈશ્વરના સભાસ્થાનમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે. [QBR]
9. તોપણ અમોરીઓ જેઓની ઊંચાઈ એરેજવૃક્ષોની ઊંચાઈ જેટલી હતી; [QBR] અને જે એલોન વૃક્ષના જેવા મજબૂત હતા, [QBR] તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો, [QBR] મેં ઉપરથી તેઓનાં ફળનો, [QBR] અને નીચેથી તેઓના મૂળિયાંઓનો નાશ કર્યો. [QBR]
10. વળી, હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો, [QBR] અને મેં તમને અરણ્યમાં ચાળીસ વર્ષ સુધી દોરીને, [QBR] અમોરીઓના દેશનું વતન આપ્યું. [QBR]
11. મેં તમારા દીકરાઓમાંથી કેટલાકને પ્રબોધકો [QBR] અને તમારા જુવાનોમાંથી કેટલાકને નાઝીરીઓ તરીકે ઊભા કર્યા.'' [QBR] યહોવાહ એમ જાહેર કરે છે કે, [QBR] ''હે ઇઝરાયલી લોકો, [QBR] શું એવું નથી?'' [QBR]
12. “પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો [QBR] અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, પ્રબોધ કરશો નહિ. [QBR]
13. જુઓ, જેમ અનાજના પૂળાથી ભરેલું ગાડું કોઈને દબાવી દે છે, [QBR] તેમ હું તમને તમારી જગ્યાએ દબાવી દઈશ. [QBR]
14. અને વેગવાનની દોડવીરની શક્તિ ખૂટી જશે; [QBR] બળવાનની તાકાત લુપ્ત થઈ જશે; [QBR] અને શૂરવીર પોતાનો બચાવ કરી શકશે નહિ. [QBR]
15. ધનુર્ધારીઓ ટકી શકશે નહિ; [QBR] અને ઝડપથી દોડનાર પોતાનો બચાવ કરી શકશે નહિ; [QBR] અને ઘોડેસવારો પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ. [QBR]
16. યોદ્ધાઓમા સૌથી બહાદુર પણ, [QBR] તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે.” [QBR] એવું યહોવાહ જાહેર કરે છે. [PE]