1. [PS]યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.
2. તેણે કહ્યું, [PE][QS]યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે; [QE][QS]યરુશાલેમમાંથી પોકાર કરશે; [QE][QS]અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે. [QE][QS]અને ભરવાડો શોકાતુર થઈ જશે.'' [QE]
3. [QS]યહોવાહ આ પ્રમાણે કહે છે; [QE][QS]દમસ્કસના ત્રણ ગુનાને લીધે. [QE][QS]હા ચાર ગુનાને લીધે, [QE][QS]હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. [QE][QS]કેમ કે તેઓએ ગિલ્યાદને અનાજ ઝૂડવાના લોખંડના સાધનોથી માર્યો છે. [QE]
4. [QS]પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ, [QE][QS]અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે. [QE]
5. [QS]વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ [QE][QS]અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ, [QE][QS]બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; [QE][QS]અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે,” [QE][QS]એમ યહોવાહ કહે છે. [QE]
6. [QS]યહોવાહ આ પ્રમાણે કહે છે કે; [QE][QS]“ગાઝાના ત્રણ ગુનાને લીધે, [QE][QS]હા, ચારને લીધે, [QE][QS]તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહિ, [QE][QS]કેમ કે અદોમના લોકોને સોપી દેવા માટે, [QE][QS]તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા. [QE]
7. [QS]હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ, [QE][QS]અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે. [QE]
8. [QS]હું આશ્દોદના બધા રહેવાસીઓ મારી નાખીશ, [QE][QS]અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ. [QE][QS]હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ, [QE][QS]અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે,” [QE][QS]એવું પ્રભુ યહોવાહ કહે છે. [QE]
9. [QS]યહોવાહ આ પ્રમાણે કહે છે; [QE][QS]તૂરના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, [QE][QS]હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, [QE][QS]તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે, [QE][QS]અને સમગ્ર પ્રજા અદોમને સોંપી દીધી. [QE]
10. [QS]હું તૂરની દીવાલોને આગ લગાડીશ, [QE][QS]અને તે તેના સર્વ કિલ્લેબંધી ઘરોને નષ્ટ કરી નાખશે.” [QE]
11. [QS]યહોવાહ આ મુજબ કહે છે; [QE][QS]અદોમના ચાર ગુનાને લીધે, [QE][QS]હા ત્રણને લીધે, [QE][QS]હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. [QE][QS]કેમ કે હાથમાં તરવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો. [QE][QS]અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો, [QE][QS]અને નિત્ય ક્રોધના આવેશમાં તે મારફાડ કરતો હતો. [QE][QS]અને તેનો રોષ કદી શમી ગયો નહિ. [QE]
12. [QS]હું તેમાન પર અગ્નિ મોકલીશ, [QE][QS]અને તે બોસ્રાના મહેલોને ભસ્મ કરી નાખશે.” [QE]
13. [QS]યહોવાહ આ પ્રમાણે કહે છે, [QE][QS]''આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ. [QE][QS]કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે [QE][QS]તેઓએ ગિલયાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે. [QE]
14. [QS]પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ, [QE][QS]અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત, [QE][QS]અને વાવાઝોડાં તથા તોફાનસહિત, [QE][QS]તેના મહેલોને ભસ્મ કરશે. [QE]
15. [QS]તેઓનો રાજા પોતાના સરદારો સાથે, [QE][QS]ગુલામગીરીમાં જશે,” [QE][QS]એમ યહોવાહ કહે છે. [QE]