1. [PS]દાઉદને ઈશ્વરે તેના સર્વ શત્રુઓના તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે દાઉદે ઈશ્વરની આગળ આ ગીત ગાયું:
2. તેણે કહ્યું, [PE][QS]“ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે. [QE]
3. [QS]ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. [QE][QS]તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, [QE][QS]તેઓ મને જુલમથી બચાવે છે. [QE]
4. [QS]ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, [QE][QS]તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ. [QE]
5. [QS]કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, [QE][QS]દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો. [QE]
6. [QS]શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો, [QE][QS]મરણની જાળમાં હું સપડાઈ ગયો. [QE]
7. [QS]એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; [QE][QS]મારા પ્રભુને પોકાર કર્યો; [QE][QS]તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, [QE][QS]મારી અરજ તેમને કાને પહોંચી. [QE]
8. [QS]ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. [QE][QS]આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, [QE][QS]કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા. [QE]
9. [QS]તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, [QE][QS]અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. [QE][QS]તેનાથી અંગારા સળગી ઊઠ્યા. [QE]
10. [QS]અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, [QE][QS]તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો. [QE]
11. [QS]પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. [QE][QS]વાયુની પાંખો પર દેખાયા. [QE]
12. [QS]અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, [QE][QS]આકાશનાં ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં. [QE]
13. [QS]તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા. [QE]
14. [QS]આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. [QE][QS]પરાત્પરે અવાજ કર્યો. [QE]
15. [QS]તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા [QE][QS]વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા. [QE]
16. [QS]ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, [QE][QS]તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, [QE][QS]સમુદ્રનાં તળિયાં દેખાયાં, [QE][QS]જગતના પાયા ઉઘાડા થયા. [QE]
17. [QS]તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! [QE][QS]પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા. [QE]
18. [QS]તેમણે મારા બળવાન શત્રુથી, [QE][QS]જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા. [QE]
19. [QS]મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા, [QE][QS]પણ મારો આધાર ઈશ્વર હતા. [QE]
20. [QS]વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા. [QE][QS]તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા. [QE]
21. [QS]ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; [QE][QS]તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે. [QE]
22. [QS]કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે [QE][QS]અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી. [QE]
23. [QS]કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; [QE][QS]તેમના વિધિઓથી હું દૂર ગયો નથી. [QE]
24. [QS]વળી હું તેમની આગળ નિર્દોષ હતો, [QE][QS]મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે. [QE]
25. [QS]તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા [QE][QS]તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે. [QE]
26. [QS]કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, [QE][QS]નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો. [QE]
27. [QS]શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો, [QE][QS]હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો. [QE]
28. [QS]દુઃખી લોકોને તમે બચાવશો, [QE][QS]પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો. [QE]
29. [QS]કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. [QE][QS]ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે. [QE]
30. [QS]કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું. [QE][QS]મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું. [QE]
31. [QS]કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. [QE][QS]ઈશ્વરનું વચન શુદ્ધ છે. [QE][QS]જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે. [QE]
32. [QS]કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? [QE][QS]અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે? [QE]
33. [QS]ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે [QE][QS]તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે. [QE]
34. [QS]તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે [QE][QS]અને મને ઉચ્ચ્સ્થાનો પર બિરાજમાન છે. [QE]
35. [QS]તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, [QE][QS]તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. [QE]
36. [QS]વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, [QE][QS]તમારી કૃપાએ મને મોટો કર્યો છે. [QE]
37. [QS]તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, [QE][QS]જેથી મારા પગ લપસી ગયા નથી. [QE]
38. [QS]મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. [QE][QS]તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ. [QE]
39. [QS]મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. [QE][QS]તેઓ મારા પગ આગળ પડ્યા છે. [QE]
40. [QS]કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; [QE][QS]મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે. [QE]
41. [QS]વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે. [QE][QS]કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું. [QE]
42. [QS]તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; [QE][QS]તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ. [QE]
43. [QS]ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા. [QE][QS]મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા. [QE]
44. [QS]તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. [QE][QS]વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. [QE][QS]જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે. [QE]
45. [QS]વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. [QE][QS]મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે. [QE]
46. [QS]વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે. [QE]
47. [QS]ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! [QE][QS]મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ. [QE]
48. [QS]એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, [QE][QS]જે લોકોને મારી સત્તા નીચે લાવે છે. [QE]
49. [QS]તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો. [QE][QS]તમે બળાત્કારી માણસથી મને બચાવો છો. [QE]
50. [QS]એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; [QE][QS]હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ. [QE]
51. [QS]ઈશ્વર પોતાના રાજાને વિજય અપાવે છે, [QE][QS]પોતાના અભિષિક્ત પર, [QE][QS]એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે.” [QE]