1. {#1ઈશ્વરનાં છોકરાં } [PS]જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે, આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહિ.
2. પ્રિયજનો [ભાઈ-બહેનો], હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે તે પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું.
3. જે દરેક તેમના પર એવી આશા રાખે છે, તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે. [PE]
4. [PS]દરેક જે પાપ કરે છે, તે નિયમભંગ પણ કરે છે. કેમ કે પાપ એ જ નિયમભંગ છે.
5. તમે જાણો છો કે પાપનો નાશ કરવાને તેઓ પ્રગટ થયા અને તેમનાંમાં પાપ નથી.
6. જે કોઈ તેમનાંમાં રહે છે, પાપમાં ચાલુ રહેતો નથી, જે પાપ કર્યાં જ કરે છે તેણે તેમને જોયો નથી અને તેમને ઓળખતો પણ નથી. [PE]
7. [PS]બાળકો, કોઈ તમને ભમાવે નહિ; જેમ તેઓ ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે.
8. જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરતો આવ્યો છે; શેતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા. [PE]
9. [PS]દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ-સ્વભાવ તેમનાંમાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે.
10. ઈશ્વરનાં બાળકો તથા શેતાનના છોકરાં ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયીપણું કરતો નથી, જે પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી, તે ઈશ્વરનો નથી. [PE]
11. {#1એકબીજા પર પ્રેમ કરો } [PS]કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે કે, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.
12. જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહિ; તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતાં અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં. [PE]
13. [PS]ભાઈઓ, જો માનવજગત તમારો દ્વેષ કરે તો તમે આશ્ચર્ય ન પામો.
14. આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ; જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.
15. દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી. [PE]
16. [PS]એથી પ્રેમ શું છે તે આપણે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણે માટે આપ્યો; એમ જ આપણે પણ ભાઈઓને માટે આપણો પ્રાણ આપવો જોઈએ.
17. પણ જેની પાસે આ દુનિયાનું દ્રવ્ય હોય અને પોતાના ભાઈને તેની જરૂરિયાત છે એવું જોયા છતાં તેના પર દયા કરતો નથી, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે?
18. બાળકો, આપણે શબ્દથી નહિ કે જીભથી નહિ પણ કાર્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ. [PE]
19. {#1ઈશ્વરની સમક્ષ હિંમત } [PS]એથી આપણે જાણીશું કે આપણે સત્યનાં છીએ. જે કોઈ બાબતે આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેમની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું,
20. કેમ કે આપણા અંતઃકરણ કરતાં ઈશ્વર મહાન છે. તેઓ સઘળું જાણે છે.
21. વહાલાંઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવતું નથી, તો ઈશ્વરથી આપણને હિંમત પ્રાપ્ત થાય છે.
22. જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમના તરફથી પામીએ છીએ, કેમ કે તેમની આજ્ઞા આપણે પાળીએ છીએ અને તેમની નજરમાં જે પસંદ પડે છે તે કરીએ છીએ. [PE]
23. [PS]તેમની આજ્ઞા એ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનાં નામ પર આપણે વિશ્વાસ કરીએ અને જેમ તેમણે આપણને આજ્ઞા આપી, તેમ એકબીજા પર પ્રેમ રાખીએ.
24. જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે તેમનાંમાં રહે છે અને તેઓ તેનામાં રહે છે. જે આત્મા તેમણે આપણને આપ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે. [PE]