1. દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે: [QBR] પ્રથમજનિત આમ્મોન, અહિનોઆમ યિઝ્રએલીથી; [QBR] બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી; [QBR]
2. ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી. [QBR] ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો. [QBR]
3. પાંચમો, શફાટયા જે અબીટાલથી હતો; [QBR] છઠ્ઠો, યિથ્રામ તેની પત્ની એગ્લાથી.
4. દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.
5. વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથ-શેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન. [PE][PS]
6. દાઉદના બીજા નવ દીકરાઓ; [QBR] યિબ્હાર, અલિશામા, અલિફેલેટ, [QBR]
7. નોગા, નેફેગ, યાફીઆ, [QBR]
8. અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
9. તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી. [PE][PS]
10. સુલેમાનનો દીકરો રહાબામ હતો. [QBR] રહાબામનો દીકરો અબિયા હતો. [QBR] અબિયાનો દીકરો આસા હતો. [QBR] આસાનો દીકરો યહોશાફાટ હતો. [QBR]
11. યહોશાફાટનો દીકરો યહોરામ હતો. [QBR] યહોરામનો દીકરો અહાઝયાહ હતો. [QBR] અહાઝયાહનો દીકરો યોઆશ હતો. [QBR]
12. યોઆશનો દીકરો અમાસ્યા હતો. [QBR] અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો. [QBR] અઝાર્યાનો દીકરો યોથામ હતો. [QBR]
13. યોથામનો દીકરો આહાઝ હતો. [QBR] આહાઝનો દીકરો હિઝકિયા હતો. [QBR] હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો. [QBR]
14. મનાશ્શાનો દીકરો આમોન [QBR] અને આમોનનો દીકરો યોશિયા હતો. [PE][PS]
15. યોશિયાના દીકરાઓ; તેનો જયેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલ્લુમ.
16. યહોયાકીમનો દીકરો યખોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો. [PE][PS]
17. બંદીવાન યખોન્યાના દીકરાઓ; શાલ્તીએલ,
18. માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા. [PE][PS]
19. પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;
20. હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા.
21. હનાન્યાના વંશજો; પલાટયા તથા યશાયા. રફાયાના દીકરાઓ; આર્નાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાન્યાના દીકરાઓ. [PE][PS]
22. શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટુશ, યિગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ.
23. નાર્યાના ત્રણ દીકરાઓ; એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ.
24. એલ્યોએનાયના સાત દીકરાઓ; હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની. [PE]