પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. “હવે હું મારી ચોકી પર ઊભો રહીશ, ને બુરજ પર ઊભો રહીને જોયાઁ કરીશ કે તે મારી સાથે શું બોલે છે, ને તે મને ઠપકો આપે ત્યારે તે શું જવાબ આપશે?”
2. ત્યારે યહોવાએ મને કહ્યું, “હું તને જે કંઇ કહું તે તકતી ઉપર ચોખ્ખા અક્ષરે એવી રીતે લખી નાખ, જેથી કોઇ પણ તે સહેલાઇથી વાંચી શકે;
3. આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય.
4. ગવિર્ષ્ઠ માણસ તરફ જુઓ, તેનો આત્મા તેનામાં પ્રામાણિક નથી; પરંતુ સાચો ન્યાયી માણસ તેની વફાદારીને કારણે જીવશે.”
5. “મદ્યપાન છેતરામણું છે; તેવી જ રીતે તેમના અભિમાનને કારણે બાબીલીઓ ઘરે રહેતા નથી. તેઓના લોભમાં ઘણા દેશો અને લોકોને જીત્યાં છે. પરંતુ મૃત્યુ અને નર્કની માફક તેઓ કદી તૃપ્ત થતાં નથી.
6. એવો સમય આવી રહ્યો છે, જ્યારે તેઓનાં સર્વ બંદીવાનો તેની મશ્કરી કરશે; ‘તેઓ તેની મજાક કરશે અને તેના પર હસશે! ધિક્કાર છે તેને જેણે જે પોતાની વસ્તુ નથી તે લૂંટી છે. ભારે દેવું ભેગું કરવાથી તમે કેટલો વખત ધનવાન રહી શકશો?’
7. “શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે, શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે, ને તું લાચાર ધ્રુજતો ઊભો રહીશ અને તમારા લેણદારો અચાનક તમારું સર્વસ્વ લૂંટી લેશે.
8. તમે ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે; માણસોના રકતપાતને, અને દેશમાં હિંસાને લીધે, નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે.
9. એવા માણસોનું ભાવિ સારું નથી, જેઓ લૂંટના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે અને ખૂબ ઊંચે બાંધેલા માળાની જેમ એમને સંકટોથી સુરક્ષિત રાખવા મથે છે.
10. “આ બધી યોજનાઓને લીધે તેઁ તારા કુટુંબને કાળી ટીલી લગાડી છે. અનેક લોકોની હત્યા કરીને તેઁ તારી જાત સાથે પાપ કર્યુ છે.
11. કારણકે દીવાલનો એકેક પથ્થર સુદ્ધાં તેની વિરૂદ્ધ પોકારી ઊઠશે અને લક્કડકામનો એકેએક ટુકડો સુદ્ધાં તેનો પડઘો પાડશે.
12. “ધિક્કાર છે તેને રકતપાત કરીને શહેર બાંધે છે, ને અન્યાયથી નગર વસાવે છે!
13. શું આ સૈન્યોનો દેવ યહોવાએ કર્યુ છે? લોકોએ પોતાની જાતે જે બધો પરિશ્રમ કર્યો છે, તે બળી ગયો છે, પ્રજાએ કારણ વગર સખત પરિશ્રમ કર્યો છે.
14. કારણકે જેમ સમુદ્ર પાણીથી છલોછલ ભરેલો છે તેમ યહોવાના ગૌરવના જ્ઞાનથી છલોછલ ભરાઇ જશે.
15. તમે તમારા પાડોશીને દારૂડીયો બનાવ્યો તમે તમારો કોપ તેના પર વરસાવ્યો જેથી તમે તેને નગ્ન જોઇ શકો, તમને શ્રાપ મળે!
16. “તમે કીતિર્ને બદલે શરમથી ભરપૂર હશો, તું પીશે અને તારી જાતને ખુલ્લી કરશે; યહોવાના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, ને તને અપકિતીર્ મળશે.
17. “કારણ કે લબાનોન પર કરેલા ગુનાઓ તને ઢાંકી દેશે. અને ત્યાંના પ્રાણીઓ પર લાદેલો ત્રાસ તેને ભયભીત બનાવી દેશે, કારણ કે તેણે લોકોને મારી નાખ્યા છે અને દેશમાં હિંસા લાવી છે, તેણે નગર અને તેમાં રહેનારાઓ સાથે ખરાબ વર્તાવ કર્યો છે.”
18. માણસે બનાવેલી મૂર્તિઓનો શો ઉપયોગ છે? એ તો માત્ર ધાતુમાંથી બનાવેલી પુતળીઓ છે, જે કેવળ જૂઠુ ભાખે છે. માણસ જે એક મૂર્તિ બનાવે છે તેમાં શા માટે વિશ્વાસ રાખે છે? તે એવા દેવ બનાવે છે જે બોલી પણ શકતાં નથી.
19. જે મનુષ્ય લાકડાની મૂર્તિને ઊઠાડવાનો પ્રયત્ન કરે છે. જે માણસ પથ્થરને ખસેડવાની કોશિષ કરે છે તે જોખમમાં છે! શું મૂર્તિ કાંઇ શીખવી શકે છે? તેઓ સોનાથી અને ચાંદીમાં જડાયેલી છે, પણ તેની અંદર શ્વાસ બિલકુલ નથી.
20. પરંતુ યહોવા તેમના પવિત્ર મંદિરમાં છે; સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ મૌન થઇ જાઓ.
Total 3 Chapters, Selected Chapter 2 / 3
1 2 3
1 “હવે હું મારી ચોકી પર ઊભો રહીશ, ને બુરજ પર ઊભો રહીને જોયાઁ કરીશ કે તે મારી સાથે શું બોલે છે, ને તે મને ઠપકો આપે ત્યારે તે શું જવાબ આપશે?” 2 ત્યારે યહોવાએ મને કહ્યું, “હું તને જે કંઇ કહું તે તકતી ઉપર ચોખ્ખા અક્ષરે એવી રીતે લખી નાખ, જેથી કોઇ પણ તે સહેલાઇથી વાંચી શકે; 3 આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય. 4 ગવિર્ષ્ઠ માણસ તરફ જુઓ, તેનો આત્મા તેનામાં પ્રામાણિક નથી; પરંતુ સાચો ન્યાયી માણસ તેની વફાદારીને કારણે જીવશે.” 5 “મદ્યપાન છેતરામણું છે; તેવી જ રીતે તેમના અભિમાનને કારણે બાબીલીઓ ઘરે રહેતા નથી. તેઓના લોભમાં ઘણા દેશો અને લોકોને જીત્યાં છે. પરંતુ મૃત્યુ અને નર્કની માફક તેઓ કદી તૃપ્ત થતાં નથી. 6 એવો સમય આવી રહ્યો છે, જ્યારે તેઓનાં સર્વ બંદીવાનો તેની મશ્કરી કરશે; ‘તેઓ તેની મજાક કરશે અને તેના પર હસશે! ધિક્કાર છે તેને જેણે જે પોતાની વસ્તુ નથી તે લૂંટી છે. ભારે દેવું ભેગું કરવાથી તમે કેટલો વખત ધનવાન રહી શકશો?’ 7 “શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે, શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે, ને તું લાચાર ધ્રુજતો ઊભો રહીશ અને તમારા લેણદારો અચાનક તમારું સર્વસ્વ લૂંટી લેશે. 8 તમે ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે; માણસોના રકતપાતને, અને દેશમાં હિંસાને લીધે, નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે. 9 એવા માણસોનું ભાવિ સારું નથી, જેઓ લૂંટના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે અને ખૂબ ઊંચે બાંધેલા માળાની જેમ એમને સંકટોથી સુરક્ષિત રાખવા મથે છે. 10 “આ બધી યોજનાઓને લીધે તેઁ તારા કુટુંબને કાળી ટીલી લગાડી છે. અનેક લોકોની હત્યા કરીને તેઁ તારી જાત સાથે પાપ કર્યુ છે. 11 કારણકે દીવાલનો એકેક પથ્થર સુદ્ધાં તેની વિરૂદ્ધ પોકારી ઊઠશે અને લક્કડકામનો એકેએક ટુકડો સુદ્ધાં તેનો પડઘો પાડશે. 12 “ધિક્કાર છે તેને રકતપાત કરીને શહેર બાંધે છે, ને અન્યાયથી નગર વસાવે છે! 13 શું આ સૈન્યોનો દેવ યહોવાએ કર્યુ છે? લોકોએ પોતાની જાતે જે બધો પરિશ્રમ કર્યો છે, તે બળી ગયો છે, પ્રજાએ કારણ વગર સખત પરિશ્રમ કર્યો છે. 14 કારણકે જેમ સમુદ્ર પાણીથી છલોછલ ભરેલો છે તેમ યહોવાના ગૌરવના જ્ઞાનથી છલોછલ ભરાઇ જશે. 15 તમે તમારા પાડોશીને દારૂડીયો બનાવ્યો તમે તમારો કોપ તેના પર વરસાવ્યો જેથી તમે તેને નગ્ન જોઇ શકો, તમને શ્રાપ મળે! 16 “તમે કીતિર્ને બદલે શરમથી ભરપૂર હશો, તું પીશે અને તારી જાતને ખુલ્લી કરશે; યહોવાના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, ને તને અપકિતીર્ મળશે. 17 “કારણ કે લબાનોન પર કરેલા ગુનાઓ તને ઢાંકી દેશે. અને ત્યાંના પ્રાણીઓ પર લાદેલો ત્રાસ તેને ભયભીત બનાવી દેશે, કારણ કે તેણે લોકોને મારી નાખ્યા છે અને દેશમાં હિંસા લાવી છે, તેણે નગર અને તેમાં રહેનારાઓ સાથે ખરાબ વર્તાવ કર્યો છે.” 18 માણસે બનાવેલી મૂર્તિઓનો શો ઉપયોગ છે? એ તો માત્ર ધાતુમાંથી બનાવેલી પુતળીઓ છે, જે કેવળ જૂઠુ ભાખે છે. માણસ જે એક મૂર્તિ બનાવે છે તેમાં શા માટે વિશ્વાસ રાખે છે? તે એવા દેવ બનાવે છે જે બોલી પણ શકતાં નથી. 19 જે મનુષ્ય લાકડાની મૂર્તિને ઊઠાડવાનો પ્રયત્ન કરે છે. જે માણસ પથ્થરને ખસેડવાની કોશિષ કરે છે તે જોખમમાં છે! શું મૂર્તિ કાંઇ શીખવી શકે છે? તેઓ સોનાથી અને ચાંદીમાં જડાયેલી છે, પણ તેની અંદર શ્વાસ બિલકુલ નથી. 20 પરંતુ યહોવા તેમના પવિત્ર મંદિરમાં છે; સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ મૌન થઇ જાઓ.
Total 3 Chapters, Selected Chapter 2 / 3
1 2 3
×

Alert

×

Gujarati Letters Keypad References