પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. માણસોની દુષ્ટતા મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક ભૂંડાઈ કરી છે. ભલું કરનાર કોઈ નથી.
2. સમજણો કે ઈશ્વરને શોધનાર કોઈ માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશથી મનુષ્યજાત પર દષ્ટિ કરી.
3. તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, એક પણ નથી.
4. શું ભૂંડું કરનારા કંઈ સમજતાં નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકને ખાઈ જાય છે, વળી તેઓ ઈશ્વરને વિનંતી કરતા નથી.
5. જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા.
6. સિયોનમાંથી ઇઝરાયલનું તારણ વહેલું આવે [તો કેવું સારું]! ઈશ્વર પોતાના લોકને બંધનમાંથી છોડાવીને [આબાદ કરશે], ત્યારે યાકૂબ હરખાશે, [ને] ઇઝરાયલ આનંદ કરશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 53 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 53:15
1. માણસોની દુષ્ટતા મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક ભૂંડાઈ કરી છે. ભલું કરનાર કોઈ નથી.
2. સમજણો કે ઈશ્વરને શોધનાર કોઈ માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશથી મનુષ્યજાત પર દષ્ટિ કરી.
3. તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, એક પણ નથી.
4. શું ભૂંડું કરનારા કંઈ સમજતાં નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકને ખાઈ જાય છે, વળી તેઓ ઈશ્વરને વિનંતી કરતા નથી.
5. જ્યાં ભય હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા.
6. સિયોનમાંથી ઇઝરાયલનું તારણ વહેલું આવે તો કેવું સારું! ઈશ્વર પોતાના લોકને બંધનમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે, ને ઇઝરાયલ આનંદ કરશે.
Total 150 Chapters, Current Chapter 53 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References