1. મુખ્ય ગવૈયાને માટે દાઉદનું માસ્કીલ:દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે, તે વખતનું. અરે જુલમગાર, તું ભૂંડાઈનું અભિમાન કેમ કરે છે? ઈશ્વરની કૃપા સર્વદા ટકે છે.
|
3. તું ભલાઈ કરતાં ભૂંડાઈને વધારે ચાહે છે, અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે. (સેલાહ)
|
5. ઈશ્વર તારું સત્યાનાશ વાળશે, તને પકડીને તે તને તારા તંબુમાંથી ખેંચી કાઢશે, અને પૃથ્વીમાંથી તને ઉખેડી નાખશે. (સેલાહ)
|
7. “જે પુરુષે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો તે તે આ રહ્યો.”
|
9. તમે એ કર્યું છે, માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ; અને તમારું નામ ઉત્તમ છે એવું હું તમારા સંતોની સમક્ષ પ્રગટ કરીશ.
|