પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ચર્મિયા
1. મોઆબ વિષે:સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “નબોને અફસોસ! કેમ કે તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે, તથા તેને જીતી લેવામાં આવ્યું છે. મિસ્ગાબ લજ્જિત તથા પાયમાલ થયું છે.
2. મોઆબનાં વખાણ ફરીથી કોઈ કરશે નહિ. તેઓએ હેશ્બોનમાં તેની પાયમાલી કરવાની યોજના કરી છે, ચાલો, ને તે એક પ્રજા તરીકે રહે નહિ એવી રીતે તેને નષ્ટ કરીએ. હે માદમેન, તારામાં પણ કોઈ અવાજ સંભળાશે નહિ! તરવાર તારી પાછળ પડશે.
3. હોરોનાયિમથી કકલાણ, લૂંટ તથા ભારે વિનાશ [ની ખબર આવે છે!
4. મોઆબ નષ્ટ થયું છે; તેનાં નાનાં બાળકોનું રુદન સંભળાય છે.
5. કેમ કે તેઓ નિત્ય રડતાં રડતાં લૂહીથના ચઢાવ પર ચઢશે; કેમ કે તેઓએ હોરોનાયિમના ઢોળાવની પાસે વિનાશનો સંતાપકારી પોકાર સાંભળ્યો છે.
6. તમારો જીવ લઈને નાસો, ને વગડામાંની દૂર્વા જેવા થાઓ.
7. તેં તારાં કામો પર તથા તારા દ્રવ્ય પર વિશ્વાસ રાખ્યો છે, માટે તને પણ પડકવામાં આવશે; વળી પોતાના યાજકો તથા સરદારો સહિત કમોશ બંદીવાસમાં જશે.
8. વિનાશક સર્વ નગર પર તૂટી પડશે, કોઈ નગર બચશે નહિ. યહોવાએ કહ્યું છે તેમ ખીણનો નાશ થશે, ને મેદાન પાયમાલ થશે.
9. મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય, તેનાં નગરો ઉજ્જડ થશે, તેમાં કોઈ રહેશે નહિ.
10. જે કોઈ યહોવાનું કામ કરવામાં બેદરકાર રહે તે શાપિત થાઓ, અને જે કોઈ રક્ત પાડતાં પોતાની તરવાર અટકાવી રાખે તે શાપિત થાઓ.
11. મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે, તેનામાં રગડો ઠરી ગયો છે, તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી, તે બંદીવાસમાં ગયો નથી, તેથી તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની વાસ બદલાઈ નથી.
12. તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું તેની પાસે ઊલટસૂલટ કરનારા મોકલીશ, તેઓ તેને ઉલટપાલટ કરશે. અને તેઓ તેનાં પાત્રો ખાલી કરશે, ને તેની બરણી ફોડી નાખશે.
13. જેમ બેથેલ પર ભરોસો રાખીને ઇઝરાયલીઓ ફજેત થયા, તેમ કમોશ પર ભરોસો રાખીને મોઆબ ફજેત થશે.
14. ‘અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ, ’ એવું તમે કેમ કહો છો?
15. જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે કહે છે, મોઆબ ઉજ્જડ થયો છે, તનાં નગરોમાં [શત્રુઓ] ઘૂસી ગયા છે, તેના શ્રેષ્ઠ જુવાનો કતલ થવા માટે જ ઊતરી ગયા છે.
16. મોઆબની આફત નજીક આવી પહોંચી છે, ને તેની પાયમાલી બહુ ઉતાવળથી આવે છે.
17. તેની આસપાસના લોકો, ને તેનું નામ જાણનારા તમે સર્વ તેને માટે વિલાપ કરો; અને કહો, ‘શક્તિનો દંડ, ને સૌંદર્યની છડી કેવી ભાંગી ગઈ છે!’
18. અરે દિબોનમાં રહેનારી દીકરી, તું તારા ગૌરવથી ઊતરીને તરસી થઈને બેસ; કેમ કે મોઆબનો નાશ કરનાર તારા ઉપર ચઢી આવ્યો છે, તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે.
19. અરે અરોએરમાં રહેનારી, તું માર્ગ પર ઊભી રહીને તાકી રહે; જે પુરુષ નાસે છે, ને જે સ્ત્રી જતી રહે છે, તેઓને પૂછ કે, શું થયું છે?
20. મોઆબ લજ્જિત થયો છે; કેમ કે તેની પાયમાલી થઈ છે: રડો, આક્રંદ કરો; આર્નોનમાં ખબર આપો કે, ‘મોઆબ ઉજ્જડ થયો છે.’
21. સપાટ પ્રદેશ પર હોલોન, યાહસા, મેફાથ,
22. દિબોન, નબો, બેથ-દિબ્લાથાઈમ,
23. કિર્યા-થાઈમ, બેથ-ગામુલ, બેથ-મેઓન,
24. કરિયોથ, બોસ્ત્રા તથા મોઆબ દેશમાંના સર્વ નગરો, પછી તે દૂર હોય કે પાસે હોય, એ સર્વને શિક્ષા થઈ છે.
25. મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, ને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે, ” એવું યહોવા કહે છે.
26. “તેને ચકચૂર કરો; કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે; મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે, ને તેની હાંસી કરવામાં આવશે.
27. તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે ચોરોમાંથી મળી આવ્યો હતો? કેમ કે જ્યારે જ્યારે તું તેને વિષે બોલે છે, ત્યારે ત્યારે તું ડોકું હલાવે છે.
28. અરે મોઆબના રહેવાસીઓ, તમે નગરો છોડીને ખડક પર વસો; અને ખાડાના મોંની બાજુમાં માળો બાંધનાર કબૂતર જેવા થાઓ.
29. અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે, તે અતિ ગર્વિષ્ઠ છે. તેનું અભિમાન, ગર્વ, અહંકાર તથા તેના મનની મગરૂરી વિષે અમે સાંભળ્યું છે.
30. યહોવા કહે છે, હું તેનો ક્રોધ જાણું છું, તેમાં કંઈ વજન નથી. તેની બડાઈ નકામી છે.
31. તેથી હું મોઆબને માટે વિલાપ કરીશ. આખા મોઆબને માટે હું કલાપીટ કરીશ. કીર-હેરેસના માણસોને માટે લોકો શોક કરશે.
32. અરે સિબ્માના દ્રક્ષાવેલા, હું તારે માટે યાઝેરના રુદન કરતાં ભારે રુદન કરીશ. તારી ડાળીઓ સમુદ્રને પેલે પાર સુધી ફેલાઈ ગઈ, તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી; ઉનાળાનાં તારાં ફળ પર, તથા તારી દ્રાક્ષાની નીપજ પર વિનાશક આવી પડયો છે.
33. ફળદ્રુપ ખેતરમાંથી તથા મોઆબ દેશમાંથી આનંદ તથા હર્ષ લઈ લેવામાં આવ્યો છે. અને દ્રાક્ષાકુંડોમાં મેં દ્રાક્ષારસ [ખૂંદાતો] બંધ પાડયો છે: કોઈ લલકારીને દ્રાક્ષાને ખૂંદશે નહિ. તેઓનો લલકાર લલકાર [ના નામ] ને યોગ્ય થશે નહિ.
34. હેશ્બોનથી એલાલે સુધી અને ત્યાંથી યાહાસ સુધી, સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લથા-શલી-શીયા સુધી તેઓએ પોતાના આક્રંદનો પોકાર સંભળાવ્યો છે; કેમ કે નિમ્રીમનાં પાણી સુકાઈ જશે.
35. વળી યહોવા કહે છે કે, મોઆબમાં જેઓ ઉચ્ચસ્થાનમાં બલિદાન આપે છે, ને જેઓ પોતાના દેવોની આગળ ધૂપ બાળે છે, તેઓને હું નષ્ટ કરીશ.
36. તેથી મોઆબને માટે મારું હ્રદય શોક કરે છે, ને કીર-હેરેસના માણસોને માટે મારું હ્રદય શોક કરે છે; કારણ કે જે પુષ્કળ ધન તેણે મેળવ્યું હતું, તેનો નાશ થયો છે.
37. કેમ કે દરેકનું માથું બોડેલું છે, ને દરેકની દાઢી મૂંડેલી છે. દરેકને હાથે ઘા થયો છે, તથા [દરેકની] કમરે ટાટ [વીંટાળેલું] છે.
38. મોઆબનાં સર્વ ધાબાંઓ પર તથા તેના મહોલ્લાઓમાં બધે વિલાપ સંભળાય છે; કેમ કે અપ્રિય પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યો છે, એવું યહોવા કહે છે.
39. તેઓ આક્રંદ કરે છે કે, તેને કેવો ભાંગી નાખવામાં આવ્યો છે! તેણે લજવાઈને કેવી રીતે પોતાની પીઠ ફેરવી છે! આથી પોતાની આસપાસના સર્વ લોકોમાં મોઆબ ઉપહાસ તથા વિસ્મયરૂપ થશે.”
40. યહોવા કહે છે, “જુઓ, તે ગરૂડની જેમ ઊડી આવશે, ને મોઆબની સામે પોતાની પાંખો ફેલાવશે,
41. કરીઓથને જીતી લેવામાં આવ્યો છે, ને કિલ્લાઓ પર છાપો મારીને તેઓને તાબે કર્યા છે. તે સમયે મોઆબના શૂરવીરોનું હ્રદય પ્રસૂતિ વેદના ભોગવનારી સ્ત્રીના હ્રદય જેવું થશે.
42. પ્રજા તરીકે મોઆબ રહેશે નહિ, કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે.
43. યહોવા કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા પર ભય, ખાડો તથા ફાંદો આવી પડયાં છે.
44. જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે; અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળશે તે છટકામાં સપડાશે; કેમ કે હું તેના પર, એટલે મોઆબ પર, તેના શાસનનું વર્ષ લાવીશ, એવું યહોવા કહે છે.
45. જેઓ નાઠા તેઓ લાચાર થઈને હેશ્બોનની છાયામાં ઊભા રહે છે; પણ હેશ્બોનમાંથી અગ્નિ તથા સિહોનમાંથી જ્વાળા નીકળીને મોઆબની સીમ તથા ગર્વિષ્ઠોના માથાનું તાલકું ખાઈ ગયાં છે.
46. હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો નષ્ટ થયા છે, કેમ કે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યાં છે.
47. પરંતુ પાછલા દિવસોમાં હું મોઆબનો બંદીવાસ ફેરવી નાખીશ, એવું યહોવા કહે છે. આ પ્રમાણે મોઆબના શાસન વિષેની વાત છે.”

Notes

No Verse Added

Total 52 Chapters, Current Chapter 48 of Total Chapters 52
ચર્મિયા 48
1. મોઆબ વિષે:સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “નબોને અફસોસ! કેમ કે તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે, તથા તેને જીતી લેવામાં આવ્યું છે. મિસ્ગાબ લજ્જિત તથા પાયમાલ થયું છે.
2. મોઆબનાં વખાણ ફરીથી કોઈ કરશે નહિ. તેઓએ હેશ્બોનમાં તેની પાયમાલી કરવાની યોજના કરી છે, ચાલો, ને તે એક પ્રજા તરીકે રહે નહિ એવી રીતે તેને નષ્ટ કરીએ. હે માદમેન, તારામાં પણ કોઈ અવાજ સંભળાશે નહિ! તરવાર તારી પાછળ પડશે.
3. હોરોનાયિમથી કકલાણ, લૂંટ તથા ભારે વિનાશ ની ખબર આવે છે!
4. મોઆબ નષ્ટ થયું છે; તેનાં નાનાં બાળકોનું રુદન સંભળાય છે.
5. કેમ કે તેઓ નિત્ય રડતાં રડતાં લૂહીથના ચઢાવ પર ચઢશે; કેમ કે તેઓએ હોરોનાયિમના ઢોળાવની પાસે વિનાશનો સંતાપકારી પોકાર સાંભળ્યો છે.
6. તમારો જીવ લઈને નાસો, ને વગડામાંની દૂર્વા જેવા થાઓ.
7. તેં તારાં કામો પર તથા તારા દ્રવ્ય પર વિશ્વાસ રાખ્યો છે, માટે તને પણ પડકવામાં આવશે; વળી પોતાના યાજકો તથા સરદારો સહિત કમોશ બંદીવાસમાં જશે.
8. વિનાશક સર્વ નગર પર તૂટી પડશે, કોઈ નગર બચશે નહિ. યહોવાએ કહ્યું છે તેમ ખીણનો નાશ થશે, ને મેદાન પાયમાલ થશે.
9. મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય, તેનાં નગરો ઉજ્જડ થશે, તેમાં કોઈ રહેશે નહિ.
10. જે કોઈ યહોવાનું કામ કરવામાં બેદરકાર રહે તે શાપિત થાઓ, અને જે કોઈ રક્ત પાડતાં પોતાની તરવાર અટકાવી રાખે તે શાપિત થાઓ.
11. મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે, તેનામાં રગડો ઠરી ગયો છે, તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી, તે બંદીવાસમાં ગયો નથી, તેથી તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની વાસ બદલાઈ નથી.
12. તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું તેની પાસે ઊલટસૂલટ કરનારા મોકલીશ, તેઓ તેને ઉલટપાલટ કરશે. અને તેઓ તેનાં પાત્રો ખાલી કરશે, ને તેની બરણી ફોડી નાખશે.
13. જેમ બેથેલ પર ભરોસો રાખીને ઇઝરાયલીઓ ફજેત થયા, તેમ કમોશ પર ભરોસો રાખીને મોઆબ ફજેત થશે.
14. ‘અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ, એવું તમે કેમ કહો છો?
15. જે રાજાનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, તે કહે છે, મોઆબ ઉજ્જડ થયો છે, તનાં નગરોમાં શત્રુઓ ઘૂસી ગયા છે, તેના શ્રેષ્ઠ જુવાનો કતલ થવા માટે ઊતરી ગયા છે.
16. મોઆબની આફત નજીક આવી પહોંચી છે, ને તેની પાયમાલી બહુ ઉતાવળથી આવે છે.
17. તેની આસપાસના લોકો, ને તેનું નામ જાણનારા તમે સર્વ તેને માટે વિલાપ કરો; અને કહો, ‘શક્તિનો દંડ, ને સૌંદર્યની છડી કેવી ભાંગી ગઈ છે!’
18. અરે દિબોનમાં રહેનારી દીકરી, તું તારા ગૌરવથી ઊતરીને તરસી થઈને બેસ; કેમ કે મોઆબનો નાશ કરનાર તારા ઉપર ચઢી આવ્યો છે, તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે.
19. અરે અરોએરમાં રહેનારી, તું માર્ગ પર ઊભી રહીને તાકી રહે; જે પુરુષ નાસે છે, ને જે સ્ત્રી જતી રહે છે, તેઓને પૂછ કે, શું થયું છે?
20. મોઆબ લજ્જિત થયો છે; કેમ કે તેની પાયમાલી થઈ છે: રડો, આક્રંદ કરો; આર્નોનમાં ખબર આપો કે, ‘મોઆબ ઉજ્જડ થયો છે.’
21. સપાટ પ્રદેશ પર હોલોન, યાહસા, મેફાથ,
22. દિબોન, નબો, બેથ-દિબ્લાથાઈમ,
23. કિર્યા-થાઈમ, બેથ-ગામુલ, બેથ-મેઓન,
24. કરિયોથ, બોસ્ત્રા તથા મોઆબ દેશમાંના સર્વ નગરો, પછી તે દૂર હોય કે પાસે હોય, સર્વને શિક્ષા થઈ છે.
25. મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, ને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે, એવું યહોવા કહે છે.
26. “તેને ચકચૂર કરો; કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે; મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે, ને તેની હાંસી કરવામાં આવશે.
27. તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે ચોરોમાંથી મળી આવ્યો હતો? કેમ કે જ્યારે જ્યારે તું તેને વિષે બોલે છે, ત્યારે ત્યારે તું ડોકું હલાવે છે.
28. અરે મોઆબના રહેવાસીઓ, તમે નગરો છોડીને ખડક પર વસો; અને ખાડાના મોંની બાજુમાં માળો બાંધનાર કબૂતર જેવા થાઓ.
29. અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે, તે અતિ ગર્વિષ્ઠ છે. તેનું અભિમાન, ગર્વ, અહંકાર તથા તેના મનની મગરૂરી વિષે અમે સાંભળ્યું છે.
30. યહોવા કહે છે, હું તેનો ક્રોધ જાણું છું, તેમાં કંઈ વજન નથી. તેની બડાઈ નકામી છે.
31. તેથી હું મોઆબને માટે વિલાપ કરીશ. આખા મોઆબને માટે હું કલાપીટ કરીશ. કીર-હેરેસના માણસોને માટે લોકો શોક કરશે.
32. અરે સિબ્માના દ્રક્ષાવેલા, હું તારે માટે યાઝેરના રુદન કરતાં ભારે રુદન કરીશ. તારી ડાળીઓ સમુદ્રને પેલે પાર સુધી ફેલાઈ ગઈ, તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી; ઉનાળાનાં તારાં ફળ પર, તથા તારી દ્રાક્ષાની નીપજ પર વિનાશક આવી પડયો છે.
33. ફળદ્રુપ ખેતરમાંથી તથા મોઆબ દેશમાંથી આનંદ તથા હર્ષ લઈ લેવામાં આવ્યો છે. અને દ્રાક્ષાકુંડોમાં મેં દ્રાક્ષારસ ખૂંદાતો બંધ પાડયો છે: કોઈ લલકારીને દ્રાક્ષાને ખૂંદશે નહિ. તેઓનો લલકાર લલકાર ના નામ ને યોગ્ય થશે નહિ.
34. હેશ્બોનથી એલાલે સુધી અને ત્યાંથી યાહાસ સુધી, સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લથા-શલી-શીયા સુધી તેઓએ પોતાના આક્રંદનો પોકાર સંભળાવ્યો છે; કેમ કે નિમ્રીમનાં પાણી સુકાઈ જશે.
35. વળી યહોવા કહે છે કે, મોઆબમાં જેઓ ઉચ્ચસ્થાનમાં બલિદાન આપે છે, ને જેઓ પોતાના દેવોની આગળ ધૂપ બાળે છે, તેઓને હું નષ્ટ કરીશ.
36. તેથી મોઆબને માટે મારું હ્રદય શોક કરે છે, ને કીર-હેરેસના માણસોને માટે મારું હ્રદય શોક કરે છે; કારણ કે જે પુષ્કળ ધન તેણે મેળવ્યું હતું, તેનો નાશ થયો છે.
37. કેમ કે દરેકનું માથું બોડેલું છે, ને દરેકની દાઢી મૂંડેલી છે. દરેકને હાથે ઘા થયો છે, તથા દરેકની કમરે ટાટ વીંટાળેલું છે.
38. મોઆબનાં સર્વ ધાબાંઓ પર તથા તેના મહોલ્લાઓમાં બધે વિલાપ સંભળાય છે; કેમ કે અપ્રિય પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યો છે, એવું યહોવા કહે છે.
39. તેઓ આક્રંદ કરે છે કે, તેને કેવો ભાંગી નાખવામાં આવ્યો છે! તેણે લજવાઈને કેવી રીતે પોતાની પીઠ ફેરવી છે! આથી પોતાની આસપાસના સર્વ લોકોમાં મોઆબ ઉપહાસ તથા વિસ્મયરૂપ થશે.”
40. યહોવા કહે છે, “જુઓ, તે ગરૂડની જેમ ઊડી આવશે, ને મોઆબની સામે પોતાની પાંખો ફેલાવશે,
41. કરીઓથને જીતી લેવામાં આવ્યો છે, ને કિલ્લાઓ પર છાપો મારીને તેઓને તાબે કર્યા છે. તે સમયે મોઆબના શૂરવીરોનું હ્રદય પ્રસૂતિ વેદના ભોગવનારી સ્ત્રીના હ્રદય જેવું થશે.
42. પ્રજા તરીકે મોઆબ રહેશે નહિ, કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે.
43. યહોવા કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા પર ભય, ખાડો તથા ફાંદો આવી પડયાં છે.
44. જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે; અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળશે તે છટકામાં સપડાશે; કેમ કે હું તેના પર, એટલે મોઆબ પર, તેના શાસનનું વર્ષ લાવીશ, એવું યહોવા કહે છે.
45. જેઓ નાઠા તેઓ લાચાર થઈને હેશ્બોનની છાયામાં ઊભા રહે છે; પણ હેશ્બોનમાંથી અગ્નિ તથા સિહોનમાંથી જ્વાળા નીકળીને મોઆબની સીમ તથા ગર્વિષ્ઠોના માથાનું તાલકું ખાઈ ગયાં છે.
46. હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો નષ્ટ થયા છે, કેમ કે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યાં છે.
47. પરંતુ પાછલા દિવસોમાં હું મોઆબનો બંદીવાસ ફેરવી નાખીશ, એવું યહોવા કહે છે. પ્રમાણે મોઆબના શાસન વિષેની વાત છે.”
Total 52 Chapters, Current Chapter 48 of Total Chapters 52
×

Alert

×

gujarati Letters Keypad References