પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
એઝેકીએલ
1. પછી પેલો માણસ મને પૂર્વ તરફના દરવાજે લાવ્યો,
2. એકાએક ઇસ્રાએલના દેવનો મહિમા પૂર્વ તરફથી દેખાયો, તેમના આગમનનો અવાજ ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો હતો અને ભૂમિ દેવના મહિમાથી પ્રકાશતી હતી.
3. જે સંદર્શન પ્રથમ મને કબાર નદીને કિનારે થયું હતું અને ફરીથી તે યરૂશાલેમ નગરનો નાશ કરવાને આવ્યા ત્યારે થયું હતું તેના જેવું જ આ સંદર્શન પણ હતું. હું ભૂમિ પર તેમની આગળ ઊંધો પડ્યો.
4. યહોવાનો મહિમા પૂર્વના દરવાજેથી મંદિરમાં આવ્યો.
5. પછી આત્માએ મને ઉચકયો અને અંદરના ચોકમાં લઇ ગયો, અને જ્યાં મેં જોયું તો મંદિર યહોવાના ગૌરવથી ભરાઇ ગયું હતું.
6. મેં સાંભળ્યુ કે મારી સાથે કોઇ મંદિરની અંદરથી વાત કરી રહ્યું હતું. જ્યારે તે માણસ મારી બાજુમાં ઊભો હતો.
7. તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ મારું સિંહાસન અને પાદપીઠ છે. અહીં હું ઇસ્રાએલીઓ વચ્ચે અનંતકાળ સુધી રહીશ. ઇસ્રાએલના લોકો કે તેમના રાજાઓ હવે પછી કદી બીજા દેવોની પૂજા કરીને કે તેમના રાજાઓના મૃતદેહો દ્વારા મારા પવિત્ર નામને બટ્ટો લગાડશે નહિ.
8. “તેઓએ મારા મંદિરની ભીંતની નજીક જ મૂર્તિના મંદિરો બાંધ્યા અને મૂર્તિઓની પૂજા કરી. તેઓએ આ પ્રકારની દુષ્ટતાથી મારા પવિત્ર નામને કલંકિત કર્યું. તેથી મેં તેઓને મારા ક્રોધમાં ભસ્મ કરી નાખ્યાં.
9. હવે એ લોકોએ બીજા દેવોની પૂજા કરવાનું છોડી દેવું જોઇએ અને તેમના રાજાઓનાં મૃતદેહોને મારાથી દૂર હટાવી દેવા જોઇએ. જો તેઓ એ પ્રમાણે કરશે તો હું તેમની વચ્ચે સદાકાળ વસીશ.
10. “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને આ મંદિર બતાવ જેથી તેઓ એના નકશાનો અભ્યાસ કરે, અને પોતાનાં પાપી કૃત્યો માટે શરમાય,
11. જો તેઓ પોતાનાં કૃત્યો માટે શરમાતા હોય તો તું તેમને મંદિરનો નકશો સમજાવજે; એની યોજના, એના દાખલ થવાના અને બહાર નીકળવાના માગોર્, એનો ઘાટ, એમાં બધું કેવી રીતે ગોઠવેલું છે તે, અને એનાં બધાં નિયમો અને ધારાધોરણો, આ બધું તું તેમને માટે લખી લે, જેથી તેઓ જોઇ શકે કે બધું કેવી રીતે ગોઠવેલું છે અને બધા નિયમોનું પાલન કરી શકે.
12. “આ મંદિરનો નિયમ છે: પર્વતના શિખર ઉપર જ્યાં મંદિર બાંધવામાં આવ્યું છે ત્યાં મંદિરની આસપાસનો સમગ્ર વિસ્તાર પરમપવિત્ર છે. મંદિરનો આ નિયમ છે.
13. “પહેલાં વપરાયેલા માપને ધોરણે તો વેદીનું માપ આ પ્રમાણે છે: વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી ખાળ હતી. એની બહારની બાજુએ એક વેંત પહોળી કોર હતી.
14. વેદીનો સૌથી નીચેનો ભાગ 2 હાથ ઊંચો હતો. એ પછીનો ભાગ એના કરતાં 1 હાથ અંદર લીધેલો હતો અને તે 4 હાથ ઊંચો હતો એ પછીનો ભાગ પણ 2 હાથ અંદર લીધેલો હતો.
15. વેદીનું મથાળું જેના ઉપર પ્રાણીઓનો બલિ હોમવામાં આવતા હતા તે 4 હાથ ઊંચું હતું. એના ચાર ટોચકાં બાકીના ભાગ કરતાં ઊંચા હતાં.
16. વેદીના મથાળાની લંબાઇ 12 હાથ અને પહોળાઇ 12 હાથ એટલે સમચોરસ હતી.
17. વચલો ભાગ પણ સમચોરસ હતો. તેની દરેક બાજુ 14 હાથની હતી. તેને દોઢ હાથ પહોળી, ફરતી ધાર હતી તેની ખાળ ચોતરફ એક હાથ પહોળી હતી. વેદીના પગથિયાં પૂર્વ બાજુએ આવેલાં હતાં.”
18. યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ‘હું તને કહું તે ધ્યાનથી સાંભળ, વેદી જ્યારે બંધાઇ રહે ત્યારે એના ઉપર બલિ હોમીને અને બલિના પશુઓનું લોહી છાંટીને તારે એને સમપિર્ત કરવી.”
19. યહોવા મારા માલિક કહે છે, “લેવી કુળના સાદોક કુટુંબના યાજકો મારી હજૂરમાં સેવા માટે પાસે આવે છે. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેમને એક વાછરડો આપવો.
20. તારે એનું થોડું લોહી લઇને વેદીના મથાળાના ચારે શિંગડાને અને વેદીના વચલા ભાગના ચારે ખૂણાને અને ફરતી કોરને લગાડવું. આ રીતે તારે વેદીની શુદ્ધિ કરવી અને તેને બલિદાન મેળવવા તૈયાર કરવી.
21. ત્યાર પછી પાપાર્થાર્પણનો બળદ લઇને અને તેને મંદિરની બહારને માટે નક્કી કરેલી જગ્યાએ સળગાવી દેવો.
22. “બીજે દિવસે તમારે ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ધરાવવો અને તેના વડે વાછરડાથી શુદ્ધ કરી હતી તેમ વેદીને શુદ્ધ કરવી.
23. વેદીને પૂરેપૂરી શુદ્ધ કરી રહ્યા પછી તમારે એક ખોડખાંપણ વગરનો વાછરડો અને ખોડખાંપણ વગરનો મેંઢો લઇને અર્પણ કરવા.
24. તેઓને યહોવા સમક્ષ રજૂ કરવા અને યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમને યહોવાના દહનાર્પણ તરીકે અર્પણ કરવા.
25. સાત દિવસ સુધી દરરોજ તમારે ખોડખાંપણ વિનાનો એક જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે બલિદાન કરવો વળી ખોડખાંપણ વિનાનું એક વાછરડું અને એક ઘેટો અર્પણ કરવા.
26. સાત દિવસ સુધી બલિદાનો માટે વેદી તૈયાર કરવી અને તેને શુદ્ધ કરી સેવા કરાવવા સમપિર્ત કરવી.
27. સાત દિવસ પછી આઠમા દિવસથી દરરોજ યાજકો વેદી પર લોકોના દહનાર્પણો અને આભારસ્તુતિનાં અર્પણો બલિદાન કરે અને હું તેમનો સ્વીકાર કરીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.
Total 48 પ્રકરણો, Selected પ્રકરણ 43 / 48
1 પછી પેલો માણસ મને પૂર્વ તરફના દરવાજે લાવ્યો,
2 એકાએક ઇસ્રાએલના દેવનો મહિમા પૂર્વ તરફથી દેખાયો, તેમના આગમનનો અવાજ ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો હતો અને ભૂમિ દેવના મહિમાથી પ્રકાશતી હતી.
3 જે સંદર્શન પ્રથમ મને કબાર નદીને કિનારે થયું હતું અને ફરીથી તે યરૂશાલેમ નગરનો નાશ કરવાને આવ્યા ત્યારે થયું હતું તેના જેવું જ આ સંદર્શન પણ હતું. હું ભૂમિ પર તેમની આગળ ઊંધો પડ્યો. 4 યહોવાનો મહિમા પૂર્વના દરવાજેથી મંદિરમાં આવ્યો. 5 પછી આત્માએ મને ઉચકયો અને અંદરના ચોકમાં લઇ ગયો, અને જ્યાં મેં જોયું તો મંદિર યહોવાના ગૌરવથી ભરાઇ ગયું હતું. 6 મેં સાંભળ્યુ કે મારી સાથે કોઇ મંદિરની અંદરથી વાત કરી રહ્યું હતું. જ્યારે તે માણસ મારી બાજુમાં ઊભો હતો. 7 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ મારું સિંહાસન અને પાદપીઠ છે. અહીં હું ઇસ્રાએલીઓ વચ્ચે અનંતકાળ સુધી રહીશ. ઇસ્રાએલના લોકો કે તેમના રાજાઓ હવે પછી કદી બીજા દેવોની પૂજા કરીને કે તેમના રાજાઓના મૃતદેહો દ્વારા મારા પવિત્ર નામને બટ્ટો લગાડશે નહિ. 8 “તેઓએ મારા મંદિરની ભીંતની નજીક જ મૂર્તિના મંદિરો બાંધ્યા અને મૂર્તિઓની પૂજા કરી. તેઓએ આ પ્રકારની દુષ્ટતાથી મારા પવિત્ર નામને કલંકિત કર્યું. તેથી મેં તેઓને મારા ક્રોધમાં ભસ્મ કરી નાખ્યાં. 9 હવે એ લોકોએ બીજા દેવોની પૂજા કરવાનું છોડી દેવું જોઇએ અને તેમના રાજાઓનાં મૃતદેહોને મારાથી દૂર હટાવી દેવા જોઇએ. જો તેઓ એ પ્રમાણે કરશે તો હું તેમની વચ્ચે સદાકાળ વસીશ. 10 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને આ મંદિર બતાવ જેથી તેઓ એના નકશાનો અભ્યાસ કરે, અને પોતાનાં પાપી કૃત્યો માટે શરમાય, 11 જો તેઓ પોતાનાં કૃત્યો માટે શરમાતા હોય તો તું તેમને મંદિરનો નકશો સમજાવજે; એની યોજના, એના દાખલ થવાના અને બહાર નીકળવાના માગોર્, એનો ઘાટ, એમાં બધું કેવી રીતે ગોઠવેલું છે તે, અને એનાં બધાં નિયમો અને ધારાધોરણો, આ બધું તું તેમને માટે લખી લે, જેથી તેઓ જોઇ શકે કે બધું કેવી રીતે ગોઠવેલું છે અને બધા નિયમોનું પાલન કરી શકે. 12 “આ મંદિરનો નિયમ છે: પર્વતના શિખર ઉપર જ્યાં મંદિર બાંધવામાં આવ્યું છે ત્યાં મંદિરની આસપાસનો સમગ્ર વિસ્તાર પરમપવિત્ર છે. મંદિરનો આ નિયમ છે. 13 “પહેલાં વપરાયેલા માપને ધોરણે તો વેદીનું માપ આ પ્રમાણે છે: વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી ખાળ હતી. એની બહારની બાજુએ એક વેંત પહોળી કોર હતી. 14 વેદીનો સૌથી નીચેનો ભાગ 2 હાથ ઊંચો હતો. એ પછીનો ભાગ એના કરતાં 1 હાથ અંદર લીધેલો હતો અને તે 4 હાથ ઊંચો હતો એ પછીનો ભાગ પણ 2 હાથ અંદર લીધેલો હતો. 15 વેદીનું મથાળું જેના ઉપર પ્રાણીઓનો બલિ હોમવામાં આવતા હતા તે 4 હાથ ઊંચું હતું. એના ચાર ટોચકાં બાકીના ભાગ કરતાં ઊંચા હતાં. 16 વેદીના મથાળાની લંબાઇ 12 હાથ અને પહોળાઇ 12 હાથ એટલે સમચોરસ હતી. 17 વચલો ભાગ પણ સમચોરસ હતો. તેની દરેક બાજુ 14 હાથની હતી. તેને દોઢ હાથ પહોળી, ફરતી ધાર હતી તેની ખાળ ચોતરફ એક હાથ પહોળી હતી. વેદીના પગથિયાં પૂર્વ બાજુએ આવેલાં હતાં.” 18 યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ‘હું તને કહું તે ધ્યાનથી સાંભળ, વેદી જ્યારે બંધાઇ રહે ત્યારે એના ઉપર બલિ હોમીને અને બલિના પશુઓનું લોહી છાંટીને તારે એને સમપિર્ત કરવી.” 19 યહોવા મારા માલિક કહે છે, “લેવી કુળના સાદોક કુટુંબના યાજકો મારી હજૂરમાં સેવા માટે પાસે આવે છે. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેમને એક વાછરડો આપવો. 20 તારે એનું થોડું લોહી લઇને વેદીના મથાળાના ચારે શિંગડાને અને વેદીના વચલા ભાગના ચારે ખૂણાને અને ફરતી કોરને લગાડવું. આ રીતે તારે વેદીની શુદ્ધિ કરવી અને તેને બલિદાન મેળવવા તૈયાર કરવી. 21 ત્યાર પછી પાપાર્થાર્પણનો બળદ લઇને અને તેને મંદિરની બહારને માટે નક્કી કરેલી જગ્યાએ સળગાવી દેવો. 22 “બીજે દિવસે તમારે ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ધરાવવો અને તેના વડે વાછરડાથી શુદ્ધ કરી હતી તેમ વેદીને શુદ્ધ કરવી. 23 વેદીને પૂરેપૂરી શુદ્ધ કરી રહ્યા પછી તમારે એક ખોડખાંપણ વગરનો વાછરડો અને ખોડખાંપણ વગરનો મેંઢો લઇને અર્પણ કરવા. 24 તેઓને યહોવા સમક્ષ રજૂ કરવા અને યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમને યહોવાના દહનાર્પણ તરીકે અર્પણ કરવા. 25 સાત દિવસ સુધી દરરોજ તમારે ખોડખાંપણ વિનાનો એક જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે બલિદાન કરવો વળી ખોડખાંપણ વિનાનું એક વાછરડું અને એક ઘેટો અર્પણ કરવા. 26 સાત દિવસ સુધી બલિદાનો માટે વેદી તૈયાર કરવી અને તેને શુદ્ધ કરી સેવા કરાવવા સમપિર્ત કરવી. 27 સાત દિવસ પછી આઠમા દિવસથી દરરોજ યાજકો વેદી પર લોકોના દહનાર્પણો અને આભારસ્તુતિનાં અર્પણો બલિદાન કરે અને હું તેમનો સ્વીકાર કરીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.
Total 48 પ્રકરણો, Selected પ્રકરણ 43 / 48
×

Alert

×

Gujarati Letters Keypad References