પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. જય ારે યહોવા માંટે એલિયાને વંટોળિયા માંરફતે આકાશમાં લઈ લેવાનો સમય આવ્યો, ત્યારે એલિયા અને એલિશા ગિલ્ગાલથી આવી રહ્યાં હતા.
2. એલિયાએ એલિશાને કહ્યું કે, “તું અહીં રહે, કારણ કે યહોવાએ મને બેથેલમાં જવાનું કહ્યું છે.”પણ એલિશાએ કહ્યું કે, “યહોવાના અને તમાંરા સમ કે, હું તમને છોડીને જવાનો નથી.”
3. આથી તેઓ બન્ને બેથેલ ગયા. બેથેલમાં રહેતા પ્રબોધકોનો સંઘ એલિશાને મળવા આવ્યો અને તેમણે તેને કહ્યું, “ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે!”એલિશાએ કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”
4. પછી એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રોકાઈ જા, યહોવા મને યરીખો મોકલે છે.”એલિશાએ ફરીથી જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ યરીખો ગયા.
5. યરીખોમાં રહેતા પ્રબોધકોના સંઘે એલિશા પાસે જઈ તેને કહ્યું, “તને ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે?”તેણે કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”
6. એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રહી જા, યહોવા તો મને યર્દન મોકલે છે.”પણ તેણે જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ આગળ ચાલ્યા.
7. પચાસ પ્રબોધકો તેમની પાછળ પાછળ ગયા. જ્યારે તેઓ યર્દન નદી પાસે ઊભા રહ્યા, ત્યારે પ્રબોધકો તેમનાથી અંતર રાખીને દૂર ઉભા રહ્યાં.
8. એલિયાએ પોતાનો ઝભ્ભો લઈ તેનો વીંટો વાળી તેના વડે પાણી પર પ્રહાર કર્યો અને તે સાથે નદીનું પાણી જમણી અને ડાબી બાજુ વહેંચાઈ ગયું અને તેઓ પલળ્યાં વગર નદી ઓળંગી ગયા.
9. જ્યારે તેઓ નદીની સામે પાર પહોંચી ગયા, ત્યારે એલિયાએ એલિશાને કહ્યું, “દેવ મને તારી પાસેથી લઈ લે તે પહેલાં હું તારે માંટે શું કરું? તારી શી ઇચ્છા છે?”એલિશાએ કહ્યું, “તમાંરી પાસે છે તેનાથી બમણી દૈવી શકિત મને આપો”
10. એલિયાએ કહ્યું, “તારી માંગણી મુશ્કેલ છે, મને તારી પાસેથી લઈ લેવાતો જો તું જોઈ શકીશ, તો તારી ઇચ્છા પૂરી થશે; પણ જો તું જોવા ન પામે તો એ પૂરી નહિ થાય.”
11. આમ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યા જતા હતા, એવામાં એકાએક તેમની બે જણની વચ્ચે અગ્નિરથ દેખાયો, અગ્નિના બે ઘોડા એ રથને જોડેલા હતા. આ અગ્નિરથે એલિયા અને એલિશાને જુદા પાડી દીધા; અને વંટોળિયાએ આવીને એલિયાને આકાશમાં ઉઠાવી લીધો.
12. એલિશાએ તે જોયું, અને તે બોલી ઊઠયો, “ઓ માંરા બાપ! બાપ રે બાપ! તમે તો ઇસ્રાએલનો રથ અને તેના ઘોડેસવાર છો!”પછી એલિયા તેને દેખાતો બંધ થઈ ગયો ત્યારે એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડા કરી નાખ્યા.
13. પછી એલિયાનો ઝભ્ભો પડી ગયો હતો, તે તેણે ઉપાડી લીધો, અને પછી તે યર્દનને કિનારે જઈને ઊભો રહ્યો.
14. એલિયાના ઝભ્ભા વડે તેણે નદીના પાણી પર પ્રહાર કર્યો, તે મોટેથી બોલ્યો, “એલિયાના દેવ યહોવા કયાં છે?” અને પાણી બે ભાગમાં વહેચાઇ ગયું, એલિશા નદી પાર કરી ગયો.
15. યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા.
16. તેઓએ એલિશાને કહ્યું, “ધણી, તમે અમને માંત્ર આજ્ઞા કરો એટલે શકિતશાળી એવા અમાંરા પચાસ માંણસો જશે અને તમાંરા ધણીની શોધ કરશે, કદાચ યહોવાએ તેને લઇને કોઇ પર્વત પર અથવા ખીણમાં ફેંકી દીધો હોય.”પણ એલિશાએ તેઓને ના પાડી.
17. પણ તેમણે તેને એટલો બધો આગ્રહ કર્યો કે, આખરે કંટાળીને હા પાડી. આથી તેમણે પચાસ માંણસોને મોકલ્યા. તેમણે ત્રણ દિવસ સુધી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો.
18. તેઓ પાછા આવ્યા, ત્યાં સુધી એલિશા યરીખોમાં જ રહ્યો હતો, તેણે તેઓને કહ્યું, “તમે જશો નહિ એવું મેં તમને નહોતું કહ્યું?”
19. હવે યરીખો નગરના કેટલાક આગેવાનો એલિશાને મળવા આવ્યા, તેઓએ તેમને કહ્યું, “ધણી, આપ જોઈ શકો છો કે અમાંરું શહેર કેવું રમણીય છે! પણ અહીંનું પાણી સારું નથી અને દેશમાં સ્ત્રીઓને કસુવાવડ થઈ જાય છે.”
20. તે બોલ્યો, “એક નવો વાટકો લાવો અને તેમાં થોડું મીઠું મૂકો.”લોકો લઈ આવ્યા.
21. એટલે તેણે ઝરણા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “આ યહોવાના વચન છે: ‘હું આ પાણીને નિરોગી કરું છું. હવે પછી એનાથી કોઈને મોત કે કસુવાવડ નહિ આવે.”‘
22. પાણી શુદ્વ થઈ ગયું અને એલિશાએ કહ્યા પ્રમાંણે આજ સુધી એ પાણી શુદ્વ રહ્યું છે.
23. ત્યાંથી તે બેથેલ જવા નીકળ્યો; અને તે રસ્તે થઈ જતો હતો એવામાં શહેરમાંથી કેટલાંક નાનાં બાળકો આવીને તેમની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યાં, તેઓ બૂમ પાડવા લાગ્યાં, “હે, ટાલિયા, આગળ જા.”
24. એલિશાએ પાછળ ફરી તેમને જોયાં, અને યહોવાના નામે તેમને શ્રાપ આપ્યો, તે જ વખતે જંગલમાંથી બે રીંછડીઓ આવી અને બેંતાળીસ બાળકોને રહેંસી નાખ્યા.
25. ત્યાંથી પછી એલિશા કામેર્લ પર્વત પર ગયો અને ત્યાંથી સમરૂન પાછો ફર્યો.

Notes

No Verse Added

Total 25 Chapters, Selected Chapter 2 / 25
2 Kings 2:11
1 જય ારે યહોવા માંટે એલિયાને વંટોળિયા માંરફતે આકાશમાં લઈ લેવાનો સમય આવ્યો, ત્યારે એલિયા અને એલિશા ગિલ્ગાલથી આવી રહ્યાં હતા. 2 એલિયાએ એલિશાને કહ્યું કે, “તું અહીં રહે, કારણ કે યહોવાએ મને બેથેલમાં જવાનું કહ્યું છે.”પણ એલિશાએ કહ્યું કે, “યહોવાના અને તમાંરા સમ કે, હું તમને છોડીને જવાનો નથી.” 3 આથી તેઓ બન્ને બેથેલ ગયા. બેથેલમાં રહેતા પ્રબોધકોનો સંઘ એલિશાને મળવા આવ્યો અને તેમણે તેને કહ્યું, “ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે!”એલિશાએ કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.” 4 પછી એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રોકાઈ જા, યહોવા મને યરીખો મોકલે છે.”એલિશાએ ફરીથી જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ યરીખો ગયા. 5 યરીખોમાં રહેતા પ્રબોધકોના સંઘે એલિશા પાસે જઈ તેને કહ્યું, “તને ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે?”તેણે કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.” 6 એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રહી જા, યહોવા તો મને યર્દન મોકલે છે.”પણ તેણે જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ આગળ ચાલ્યા. 7 પચાસ પ્રબોધકો તેમની પાછળ પાછળ ગયા. જ્યારે તેઓ યર્દન નદી પાસે ઊભા રહ્યા, ત્યારે પ્રબોધકો તેમનાથી અંતર રાખીને દૂર ઉભા રહ્યાં. 8 એલિયાએ પોતાનો ઝભ્ભો લઈ તેનો વીંટો વાળી તેના વડે પાણી પર પ્રહાર કર્યો અને તે સાથે નદીનું પાણી જમણી અને ડાબી બાજુ વહેંચાઈ ગયું અને તેઓ પલળ્યાં વગર નદી ઓળંગી ગયા. 9 જ્યારે તેઓ નદીની સામે પાર પહોંચી ગયા, ત્યારે એલિયાએ એલિશાને કહ્યું, “દેવ મને તારી પાસેથી લઈ લે તે પહેલાં હું તારે માંટે શું કરું? તારી શી ઇચ્છા છે?”એલિશાએ કહ્યું, “તમાંરી પાસે છે તેનાથી બમણી દૈવી શકિત મને આપો” 10 એલિયાએ કહ્યું, “તારી માંગણી મુશ્કેલ છે, મને તારી પાસેથી લઈ લેવાતો જો તું જોઈ શકીશ, તો તારી ઇચ્છા પૂરી થશે; પણ જો તું જોવા ન પામે તો એ પૂરી નહિ થાય.” 11 આમ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યા જતા હતા, એવામાં એકાએક તેમની બે જણની વચ્ચે અગ્નિરથ દેખાયો, અગ્નિના બે ઘોડા એ રથને જોડેલા હતા. આ અગ્નિરથે એલિયા અને એલિશાને જુદા પાડી દીધા; અને વંટોળિયાએ આવીને એલિયાને આકાશમાં ઉઠાવી લીધો. 12 એલિશાએ તે જોયું, અને તે બોલી ઊઠયો, “ઓ માંરા બાપ! બાપ રે બાપ! તમે તો ઇસ્રાએલનો રથ અને તેના ઘોડેસવાર છો!”પછી એલિયા તેને દેખાતો બંધ થઈ ગયો ત્યારે એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડા કરી નાખ્યા. 13 પછી એલિયાનો ઝભ્ભો પડી ગયો હતો, તે તેણે ઉપાડી લીધો, અને પછી તે યર્દનને કિનારે જઈને ઊભો રહ્યો. 14 એલિયાના ઝભ્ભા વડે તેણે નદીના પાણી પર પ્રહાર કર્યો, તે મોટેથી બોલ્યો, “એલિયાના દેવ યહોવા કયાં છે?” અને પાણી બે ભાગમાં વહેચાઇ ગયું, એલિશા નદી પાર કરી ગયો. 15 યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા. 16 તેઓએ એલિશાને કહ્યું, “ધણી, તમે અમને માંત્ર આજ્ઞા કરો એટલે શકિતશાળી એવા અમાંરા પચાસ માંણસો જશે અને તમાંરા ધણીની શોધ કરશે, કદાચ યહોવાએ તેને લઇને કોઇ પર્વત પર અથવા ખીણમાં ફેંકી દીધો હોય.”પણ એલિશાએ તેઓને ના પાડી. 17 પણ તેમણે તેને એટલો બધો આગ્રહ કર્યો કે, આખરે કંટાળીને હા પાડી. આથી તેમણે પચાસ માંણસોને મોકલ્યા. તેમણે ત્રણ દિવસ સુધી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો. 18 તેઓ પાછા આવ્યા, ત્યાં સુધી એલિશા યરીખોમાં જ રહ્યો હતો, તેણે તેઓને કહ્યું, “તમે જશો નહિ એવું મેં તમને નહોતું કહ્યું?” 19 હવે યરીખો નગરના કેટલાક આગેવાનો એલિશાને મળવા આવ્યા, તેઓએ તેમને કહ્યું, “ધણી, આપ જોઈ શકો છો કે અમાંરું શહેર કેવું રમણીય છે! પણ અહીંનું પાણી સારું નથી અને દેશમાં સ્ત્રીઓને કસુવાવડ થઈ જાય છે.” 20 તે બોલ્યો, “એક નવો વાટકો લાવો અને તેમાં થોડું મીઠું મૂકો.”લોકો લઈ આવ્યા. 21 એટલે તેણે ઝરણા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “આ યહોવાના વચન છે: ‘હું આ પાણીને નિરોગી કરું છું. હવે પછી એનાથી કોઈને મોત કે કસુવાવડ નહિ આવે.”‘ 22 પાણી શુદ્વ થઈ ગયું અને એલિશાએ કહ્યા પ્રમાંણે આજ સુધી એ પાણી શુદ્વ રહ્યું છે. 23 ત્યાંથી તે બેથેલ જવા નીકળ્યો; અને તે રસ્તે થઈ જતો હતો એવામાં શહેરમાંથી કેટલાંક નાનાં બાળકો આવીને તેમની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યાં, તેઓ બૂમ પાડવા લાગ્યાં, “હે, ટાલિયા, આગળ જા.” 24 એલિશાએ પાછળ ફરી તેમને જોયાં, અને યહોવાના નામે તેમને શ્રાપ આપ્યો, તે જ વખતે જંગલમાંથી બે રીંછડીઓ આવી અને બેંતાળીસ બાળકોને રહેંસી નાખ્યા. 25 ત્યાંથી પછી એલિશા કામેર્લ પર્વત પર ગયો અને ત્યાંથી સમરૂન પાછો ફર્યો.
Total 25 Chapters, Selected Chapter 2 / 25
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References