1. હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, -હું જૂઠું બોલતો નથી, મારું અંત:કરણ પણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે-કે,
|
3. કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારાં સગાંવહાલાં ને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કાર પામેલો થાઉં, એવી જાણે મને ઇચ્છા થાય છે.
|
4. તેઓ ઇઝરાયલી છે, અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે.
|
5. ધર્મપિતૃઓ તેઓના છે, અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે. તે સર્વકાળ સર્વોપરી, સ્તુત્ય ઈશ્વર છે. આમીન.
|
7. તેમ જ તેઓ ઇબ્રાહિમના વંશજો છે તેથી તેઓ સર્વ તેનાં છોકરાં છે, એમ પણ નથી! પણ લખેલું છે કે, ‘ઇસહાકથી તારો વંશ ગણાશે.’
|
8. એટલે જેઓ દેહનાં છોકરાં છે, તેઓ ઈશ્વરનાં છોકરાં છે, એમ નહિ; પણ જેઓ વચનનાં છોકરાં છે, તેઓ જ વંશ ગણાય છે.
|
11. અને છોકરાઓના જન્મ્યા પહેલાં જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો સંકલ્પ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે,
|
15. કેમ કે તે મૂસાને કહે છે, “જેના ઉપર હું દયા કરવા ચાહું, તેના ઉપર હું દયા કરીશ; અને જેના ઉપર હું કરુણા કરવા ચાહું, તેના ઉપર હું કરુણા કરીશ.”
|
17. વળી શાસ્ત્રવચન ફારુનને કહે છે, “તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.”
|
20. પણ અરે માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સવાલ પૂછે? જે ઘડેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે, “તમે મને એવું કેમ બનાવ્યું?”
|
21. શું કુંભારને એકનાએક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી?
|
22. અને જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઇચ્છા રાખીને નાશને યોગ્ય થયેલાં કોપનાં પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું.
|
24. એટલે આપણા પર જેઓને તેમણે કેવળ યહૂદીઓમાંથી નહિ, પણ વિદેશીઓમાંથી પણ તેડયા છે તેઓ પર, પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેમની મરજી હતી તો તેમાં શું ખોટું?
|
25. વળી, હોશિયામાં પણ તે એમ જ કહે છે, ‘જે મારી પ્રજા નહોતી તેને હું મારી પ્રજા, અને જે વહાલી ન હતી તેને હું વહાલી કહીશ.’
|
26. અને જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું, ‘તમે મારી પ્રજા નથી.’ તે સ્થળે તેઓ જીવતા ઈશ્વરના દીકરા કહેવાશે.
|
27. વળી, યશાયા ઇઝરાયલ સંબંધી પોકારીને કહે છે, “જો સમુદ્રની રેતીના જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તોપણ તેનો શેષ જ તારણ પામશે.
|
29. એમ જ યશાયાએ આગળ પણ કહ્યું હતું, “જો સૈન્યોના પ્રભુએ આપણે માટે બીજ રહેવા દીધું ન હોત, તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.”
|
30. તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા નહોતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.
|
31. પણ જેથી ન્યાયીપણું પ્રાપ્ત કરી શકાય એવા નિયમની પાછળ લાગુ રહ્યા છતાં ઇઝરાયલ તે નિયમને પહોંચી શક્યા નહિ.
|
32. શા માટે નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે નિયમની કરણીઓથી તેને શોધતા હતા, તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી.
|
33. લખેલું છે, “જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર, ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”
|