પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
રોમનોને પત્ર
1. તો મનુષ્યદેહે આપણ પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું તે વિષે આપણે શું કહીએ?
2. કેમ કે જો ઇબ્રાહિમ કરણીઓથી ન્યાયી ઠર્યો હોત, તો તેને વડાઈ કરવાનું કારણ છે; પણ ઈશ્વરની આગળ નહિ.
3. કેમ કે ધર્મશાસ્‍ત્ર શું કહે છે? [તે કહે છે કે,] ‘ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને તે [વિશ્વાસ] તેને માટે ન્ચાયીપણાને અર્થે ગણવામાં આવ્યો.
4. હવે કામ કરનારને જે પગાર મળે છે તે કૃપારૂપ ગણાતો નથી, પણ હકરૂપ ગણાય છે. પણ જે માણસ પોતે કરેલાં કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો છે.
5. પણ જે માણસ પોતે કરેલાં કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો છે.
6. એ પ્રમાણે ઈશ્વર જે માણસને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે ધન્યવાદ આપે છે,
7. “જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયાં છે, તેઓને ધન્ય છે.
8. જેને લેખે પ્રભુ પાપ નહિ ગણે તે માણસને ધન્ય છે.”
9. ત્યારે એ ધન્યવાદ સુન્‍નતીને જ [આપવામાં આવ્યો] છે કે બેસુન્‍નતીને પણ? આપણે તો એવું કહીએ છીએ, ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો હતો.’
10. ત્યારે તે શી રીતે ગણવામાં આવ્યો? તે સુન્‍નતી હતો ત્યારે? અથવા તે બેસુન્‍નતી હતો ત્યારે? તે સુન્‍નતી હતો ત્યારે નહિ, પણ તે બેસુન્‍નતી હતો ત્યારે જ.
11. તે બેસુન્‍નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું છે તે તેને મળ્યું હતું. તેના પર મહોરસિક્કો થવા માટે તેને સુન્‍નતનું ચિહ્ન મળ્યું, જેથી તે સર્વ બેસુન્‍નતી વિશ્વાસીઓનો પૂર્વજ થાય, એટલે તેઓને ખાતર પણ [તે વિશ્વાસનું] ન્યાયીપણું ગણવામાં આવે.
12. અને તે સુન્‍નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્‍નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્‍નતી હતો, તે વખતના તેના વિશ્વાસને પગલે જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.
13. કેમ કે જગતના વારસ થવાનું વચન ઇબ્રાહિમને કે તેના વંશજોને નિયમદ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું.
14. કેમ કે જો નિયમને [માનનારા] વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે, અને વચન પણ વ્યર્થ થાય છે.
15. કેમ કે નિયમ તો કોપ ઉપજાવે છે, પણ જયાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી.
16. અને તે વચન કૃપાથી થાય અને બધા વંશજોને માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર છે તેઓને જ માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર‌ છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમના વિશ્વાસના છે, તેઓને માટે પણ [અચૂક] થાય; એ માટે તે [વચન] વિશ્વાસથી [પ્રાપ્ત થાય] છે.
17. ઈશ્વર જે મૂએલાંઓને સજીવન કરનાર છે, અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેમના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે (જેમ લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે” તેમ.)
18. તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે, આપેલા વચન પ્રમાણે ‘તારો વંશ એવો થશે, ’ તે પ્રમાણે તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય.
19. (પોતે આશરે સો વરસનો છતાં) પોતાનું શરીર હવે તો નિર્જવ જેવું છે, અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે, એ‍ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહિ.
20. હા, ઈશ્વરનું વચન ધ્યાનમાં રાખીને, તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ, પણ ઈશ્વરને મહિમા આપીને,
21. તથા જે વચન તેમણે તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે, એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દઢ રહ્યો.
22. તેથી [તેનો વિશ્વાસ] તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો.
23. હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, એ માત્ર તેને માટે જ લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે.
24. એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૂએલાંમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ રાખનારા છીએ. તેઓને લેખે પણ ગણવામાં આવશે.
25. તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.

Notes

No Verse Added

Total 16 Chapters, Current Chapter 4 of Total Chapters 16
1 2 3 4 5 6 7 8 9 10 11 12
રોમનોને પત્ર 4:32
1. તો મનુષ્યદેહે આપણ પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું તે વિષે આપણે શું કહીએ?
2. કેમ કે જો ઇબ્રાહિમ કરણીઓથી ન્યાયી ઠર્યો હોત, તો તેને વડાઈ કરવાનું કારણ છે; પણ ઈશ્વરની આગળ નહિ.
3. કેમ કે ધર્મશાસ્‍ત્ર શું કહે છે? તે કહે છે કે, ‘ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને તે વિશ્વાસ તેને માટે ન્ચાયીપણાને અર્થે ગણવામાં આવ્યો.
4. હવે કામ કરનારને જે પગાર મળે છે તે કૃપારૂપ ગણાતો નથી, પણ હકરૂપ ગણાય છે. પણ જે માણસ પોતે કરેલાં કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો છે.
5. પણ જે માણસ પોતે કરેલાં કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો છે.
6. પ્રમાણે ઈશ્વર જે માણસને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે ધન્યવાદ આપે છે,
7. “જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયાં છે, તેઓને ધન્ય છે.
8. જેને લેખે પ્રભુ પાપ નહિ ગણે તે માણસને ધન્ય છે.”
9. ત્યારે ધન્યવાદ સુન્‍નતીને આપવામાં આવ્યો છે કે બેસુન્‍નતીને પણ? આપણે તો એવું કહીએ છીએ, ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો હતો.’
10. ત્યારે તે શી રીતે ગણવામાં આવ્યો? તે સુન્‍નતી હતો ત્યારે? અથવા તે બેસુન્‍નતી હતો ત્યારે? તે સુન્‍નતી હતો ત્યારે નહિ, પણ તે બેસુન્‍નતી હતો ત્યારે જ.
11. તે બેસુન્‍નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું છે તે તેને મળ્યું હતું. તેના પર મહોરસિક્કો થવા માટે તેને સુન્‍નતનું ચિહ્ન મળ્યું, જેથી તે સર્વ બેસુન્‍નતી વિશ્વાસીઓનો પૂર્વજ થાય, એટલે તેઓને ખાતર પણ તે વિશ્વાસનું ન્યાયીપણું ગણવામાં આવે.
12. અને તે સુન્‍નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્‍નતી છે એટલું નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્‍નતી હતો, તે વખતના તેના વિશ્વાસને પગલે જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.
13. કેમ કે જગતના વારસ થવાનું વચન ઇબ્રાહિમને કે તેના વંશજોને નિયમદ્વારા મળ્યું હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું.
14. કેમ કે જો નિયમને માનનારા વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે, અને વચન પણ વ્યર્થ થાય છે.
15. કેમ કે નિયમ તો કોપ ઉપજાવે છે, પણ જયાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી.
16. અને તે વચન કૃપાથી થાય અને બધા વંશજોને માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર છે તેઓને માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર‌ છે તેઓને માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમના વિશ્વાસના છે, તેઓને માટે પણ અચૂક થાય; માટે તે વચન વિશ્વાસથી પ્રાપ્ત થાય છે.
17. ઈશ્વર જે મૂએલાંઓને સજીવન કરનાર છે, અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેમના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે (જેમ લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે” તેમ.)
18. તેણે આશાનું સ્થાન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે, આપેલા વચન પ્રમાણે ‘તારો વંશ એવો થશે, તે પ્રમાણે તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય.
19. (પોતે આશરે સો વરસનો છતાં) પોતાનું શરીર હવે તો નિર્જવ જેવું છે, અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે, એ‍ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહિ.
20. હા, ઈશ્વરનું વચન ધ્યાનમાં રાખીને, તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ, પણ ઈશ્વરને મહિમા આપીને,
21. તથા જે વચન તેમણે તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે, એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દઢ રહ્યો.
22. તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો.
23. હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, માત્ર તેને માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે.
24. એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૂએલાંમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ રાખનારા છીએ. તેઓને લેખે પણ ગણવામાં આવશે.
25. તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.
Total 16 Chapters, Current Chapter 4 of Total Chapters 16
1 2 3 4 5 6 7 8 9 10 11 12
×

Alert

×

gujarati Letters Keypad References