પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવા રાજ કરે છે; પૃથ્વી [ના લોકો] હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.
2. મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે; ન્યાયીપણું તથા ઇનસાફ તેમના રાજ્યાસનનો પાયો છે.
3. તેમની આગળ અગ્નિ ચાલે છે, તે તેમની આસપાસ તેમના શત્રુઓને બાળી નાખે છે.
4. તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; તે જોઈને પૃથ્વી કાંપી.
5. યહોવાની સમક્ષ, આખી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.
6. આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે, સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
7. કોરેલાં પૂતળાંની સેવા કરનારાઓ, અને મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ ફજેત થાઓ. હે સર્વ દેવો, તમે ઈશ્વરને ભજો.
8. હે યહોવા, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું, અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
9. હે યહોવા, તમે આખી પૃથ્વી પર પરાત્પર છો; તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10. હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો; તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે; દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.
11. ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.
12. હે ન્યાયીઓ, તમે યહોવામાં આનંદ કરો; તેમના પવિત્ર નામની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરો.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 97 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 97:6
1. યહોવા રાજ કરે છે; પૃથ્વી ના લોકો હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.

×

Alert

×

gujarati Letters Keypad References