1. કોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ. હે યહોવા, મારા તારણના ઈશ્વર, મેં રાતદિવસ તમને અરજ કરી છે.
|
5. મને તજીને મૂએલા ભેગો ગણી લીધો છે, મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી, અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે તેમના જેવો હું છું.
|
7. તમારો કોપ મારા પર ભારે છે, તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યા થી હું દુ:ખમાં ડૂબી ગયો છું. (સેલાહ)
|
8. તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે; તેઓ મારાથી કંટાળે, એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બરાબર નીકળી શકતો નથી.
|
9. દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં દરરોજ તમને અરજ કરી છે, તમારી આગળ મેં મારા હાથ જોડ્યા છે.
|
12. શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો, અને વિસ્મરણના દેશમાં તમારું ન્યાયીપણું, જણાવવામાં આવશે?
|
18. મારા પ્રિય જનોને તથા મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે, મારા ઓળખીતાઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે.
|