પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. હે યહોવા, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા છો. તમે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે.
2. તમે તમારા લોકોનો અન્યાય માફ કર્યો છે. તમે તેઓનાં સર્વ પાપ ઢાંકી દીધાં છે. (સેલાહ)
3. તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે; તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો.
4. હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો.
5. શું તમે અમારા પર સદા કોપાયમાન રહેશો? શું તમે પેઢી દરપેઢી તમારો કોપ લંબાવશો?
6. શું તમે અમને ફરીથી સજીવન નહિ કરો કે, તમારામાં તમારા લોકો હર્ષ પામે?
7. હે યહોવા, તમારી કૃપાનો અમને અનુભવ કરાવો, અને તમારું તારણ અમને આપો.
8. યહોવા ઈશ્વર જે બોલે તે હું સાંભળીશ; કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે; પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.
9. નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.
10. કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે.
11. સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે; અને ન્યાયીપણાએ આકાશમાંથી નજર કરી છે.
12. વળી યહોવા કલ્યાણ બક્ષશે; અને આપણો દેશ સારી ઊપજ આપશે.
13. ન્યાયીપણું તેમની આગળ ચાલશે; અને તેમનાં પગલાંને આપણે માટે માર્ગરૂપ કરશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 85 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 85:15
1. મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. હે યહોવા, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા છો. તમે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે.
2. તમે તમારા લોકોનો અન્યાય માફ કર્યો છે. તમે તેઓનાં સર્વ પાપ ઢાંકી દીધાં છે. (સેલાહ)
3. તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે; તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો.
4. હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો.
5. શું તમે અમારા પર સદા કોપાયમાન રહેશો? શું તમે પેઢી દરપેઢી તમારો કોપ લંબાવશો?
6. શું તમે અમને ફરીથી સજીવન નહિ કરો કે, તમારામાં તમારા લોકો હર્ષ પામે?
7. હે યહોવા, તમારી કૃપાનો અમને અનુભવ કરાવો, અને તમારું તારણ અમને આપો.
8. યહોવા ઈશ્વર જે બોલે તે હું સાંભળીશ; કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે; પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી જાય.
9. નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.
10. કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે.
11. સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે; અને ન્યાયીપણાએ આકાશમાંથી નજર કરી છે.
12. વળી યહોવા કલ્યાણ બક્ષશે; અને આપણો દેશ સારી ઊપજ આપશે.
13. ન્યાયીપણું તેમની આગળ ચાલશે; અને તેમનાં પગલાંને આપણે માટે માર્ગરૂપ કરશે.
Total 150 Chapters, Current Chapter 85 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References