1. મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન. યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
|
3. ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં; ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. (સેલાહ)
|
5. જેઓ શૂરવીર છે તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે; અને પરાક્રમીઓમાંના કોઈના હાથથી કંઈ પણ થઈ શક્યું નથી.
|
9. ઇનસાફ કરવાને, પૃથ્વીના સર્વ રંકોને તારવાને ઈશ્વર ઊઠ્યા, ત્યારે પૃથ્વી ભયભીત થઈને છાની રહી. (સેલાહ)
|