પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ. દાઉદનું [ગીત]. હે ઈશ્વર, મને બચાવો. કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
2. હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે, જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી; હું ઊંડા પાણીંમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
3. હું બૂમ પાડતાં થાકી ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે. ઈશ્વરની રાહ જોતાં મારી આંખો ક્ષીણ થાય છે.
4. જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નહોતું, તે મારે પાછું આપવું પડ્યું.
5. હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો; અને મારા દોષ તમારાથી છુપાયેલા નથી.
6. હે સૈન્યના પ્રભુ યહોવા, તમારી રાહ, જોનારા મારે લીધે ફજેત ન થાય; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
7. કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે; મારા મુખ પર શરમ પથરાયેલી છે.
8. હું મારા ભાઈઓને પારકા જેવો, અને મારી માના પુત્રોને પરદેશી જેવો થયો છું.
9. કેમ કે તમારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે; અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
10. જ્યારે મેં રુદન કર્યું, અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ,
11. જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
12. ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે; અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13. પરંતુ, હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું; હે ઈશ્વર, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ, અને તમારા તારણની સત્યતાએ મને ઉત્તર આપો.
14. કીચડમાંથી મને કાઢો, મને ડૂબવા ન દો; મારા દ્વેષીઓથી અને પાણીના ઊંડાણમાંથી હું બચી જાઉં.
15. પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ; અને કબર મારા પર તેનું મોં બંધ ન કરો.
16. હે યહોવા, મને ઉત્તર આપો; કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; તમારા પુષ્કળ વાત્સલ્ય પ્રમાણે મારી તરફ ફરો.
17. તમારા દાસથી તમારું મુખ ન ફેરવો, કેમ કે હું સંકટમાં છું; મને વહેલો ઉત્તર આપો.
18. મારા આત્મા પાસે આવીને તેને છોડાવી લો; મારા શત્રુઓથી મારો છૂટકો કરો.
19. તમે મારી નિંદા તથા શરમ તથા અપમાન જાણો છો; મારા સર્વ વૈરીઓ તમારી આગળ છે.
20. નિંદાએ મને હ્રદયભંગ કર્યો છે, અને હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ કોઈ જડ્યો નહિ; દિલાસો આપનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહિ.
21. વળી તેઓએ મને ખાવા માટે પિત્ત આપ્યું; અને મને તરસ લાગતાં તેઓએ સરકો પાયો.
22. તેઓનું ભોજન તેમને માટે પાશરૂપ થાઓ; તેઓ શાંતિમાં હોય, ત્યારે તે ફાંદારૂપ થાઓ.
23. તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે, તેઓ આંધળા થઈ જાય; અને તેઓની કમરો નિત્ય કાંપે એવું કરો.
24. તેઓના ઉપર તમારો કોપ વરસાવો, તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
25. તેઓની છાવણી ઉજ્જડ થાઓ; તેઓના તંબુઓમાં કોઈ ન રહો.
26. કેમ કે જેને તમે શિક્ષા કરી છે તેનો પીછો તેઓ પકડે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાતો કરીને તેઓ [ખુશ થાય] છે.
27. તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; અને તમારા ન્યાયીપણામાં તેઓને આવવા ન દો.
28. તેઓ [નાં નામ] જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે, અને ન્યાયીઓની સાથે તેઓ [નાં નામ] નોંધાય નહિ.
29. પણ હું તો દીન તથા દુ:ખી છું; હે ઈશ્વર, તમારું તારણ મને ઊંચો કરો.
30. હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ, અને હું આભારસ્તુતિથી તેમને મોટા માનીશ.
31. અને તે [સેવા] ગોધા કરતાં, શિંગડા તથા ખરીવાળા બળદ કરતાં, યહોવાને પસંદ પડશે.
32. નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારાં હ્રદયો નવજીવન પામો.
33. કેમ કે યહોવા દરિદ્રીઓનું સાંભળે છે, તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
34. આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35. કેમ કે ઈશ્વર સિયોનને તારશે, અને યહૂદિયાનાં નગરોને બાંધશે; તેઓ તેમાં વસશે, અને તેનું વતન પામશે.
36. વળી તેમના સેવકોનાં સંતાન તેનો વારસો પામશે; તેમના નામ પર પ્રેમ રાખનારાં તેમાં વસશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 69 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 69:42
1. મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ. દાઉદનું ગીત. હે ઈશ્વર, મને બચાવો. કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
2. હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે, જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી; હું ઊંડા પાણીંમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
3. હું બૂમ પાડતાં થાકી ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે. ઈશ્વરની રાહ જોતાં મારી આંખો ક્ષીણ થાય છે.
4. જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નહોતું, તે મારે પાછું આપવું પડ્યું.
5. હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો; અને મારા દોષ તમારાથી છુપાયેલા નથી.
6. હે સૈન્યના પ્રભુ યહોવા, તમારી રાહ, જોનારા મારે લીધે ફજેત થાય; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન થાય.
7. કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે; મારા મુખ પર શરમ પથરાયેલી છે.
8. હું મારા ભાઈઓને પારકા જેવો, અને મારી માના પુત્રોને પરદેશી જેવો થયો છું.
9. કેમ કે તમારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે; અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
10. જ્યારે મેં રુદન કર્યું, અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ,
11. જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
12. ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે; અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13. પરંતુ, હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું; હે ઈશ્વર, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ, અને તમારા તારણની સત્યતાએ મને ઉત્તર આપો.
14. કીચડમાંથી મને કાઢો, મને ડૂબવા દો; મારા દ્વેષીઓથી અને પાણીના ઊંડાણમાંથી હું બચી જાઉં.
15. પાણીની રેલ મને ડુબાડો, ઊંડાણ મને ગળી જાઓ; અને કબર મારા પર તેનું મોં બંધ કરો.
16. હે યહોવા, મને ઉત્તર આપો; કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; તમારા પુષ્કળ વાત્સલ્ય પ્રમાણે મારી તરફ ફરો.
17. તમારા દાસથી તમારું મુખ ફેરવો, કેમ કે હું સંકટમાં છું; મને વહેલો ઉત્તર આપો.
18. મારા આત્મા પાસે આવીને તેને છોડાવી લો; મારા શત્રુઓથી મારો છૂટકો કરો.
19. તમે મારી નિંદા તથા શરમ તથા અપમાન જાણો છો; મારા સર્વ વૈરીઓ તમારી આગળ છે.
20. નિંદાએ મને હ્રદયભંગ કર્યો છે, અને હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ કોઈ જડ્યો નહિ; દિલાસો આપનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહિ.
21. વળી તેઓએ મને ખાવા માટે પિત્ત આપ્યું; અને મને તરસ લાગતાં તેઓએ સરકો પાયો.
22. તેઓનું ભોજન તેમને માટે પાશરૂપ થાઓ; તેઓ શાંતિમાં હોય, ત્યારે તે ફાંદારૂપ થાઓ.
23. તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે, તેઓ આંધળા થઈ જાય; અને તેઓની કમરો નિત્ય કાંપે એવું કરો.
24. તેઓના ઉપર તમારો કોપ વરસાવો, તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
25. તેઓની છાવણી ઉજ્જડ થાઓ; તેઓના તંબુઓમાં કોઈ રહો.
26. કેમ કે જેને તમે શિક્ષા કરી છે તેનો પીછો તેઓ પકડે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાતો કરીને તેઓ ખુશ થાય છે.
27. તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; અને તમારા ન્યાયીપણામાં તેઓને આવવા દો.
28. તેઓ નાં નામ જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે, અને ન્યાયીઓની સાથે તેઓ નાં નામ નોંધાય નહિ.
29. પણ હું તો દીન તથા દુ:ખી છું; હે ઈશ્વર, તમારું તારણ મને ઊંચો કરો.
30. હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ, અને હું આભારસ્તુતિથી તેમને મોટા માનીશ.
31. અને તે સેવા ગોધા કરતાં, શિંગડા તથા ખરીવાળા બળદ કરતાં, યહોવાને પસંદ પડશે.
32. નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારાં હ્રદયો નવજીવન પામો.
33. કેમ કે યહોવા દરિદ્રીઓનું સાંભળે છે, તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
34. આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
35. કેમ કે ઈશ્વર સિયોનને તારશે, અને યહૂદિયાનાં નગરોને બાંધશે; તેઓ તેમાં વસશે, અને તેનું વતન પામશે.
36. વળી તેમના સેવકોનાં સંતાન તેનો વારસો પામશે; તેમના નામ પર પ્રેમ રાખનારાં તેમાં વસશે.
Total 150 Chapters, Current Chapter 69 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References