1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; ગાયન. ઈશ્વર ઊઠો, તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ! અને તેમના દ્વેષીઓ તેમની સંમુખથી નાસી જાઓ.
|
4. ઈશ્વરની આગળ ગાઓ, તેમના નામનાં સ્તોત્ર ગાઓ; જે અરણ્યમાં થઈને સવારી કરે છે, તેમને માટે સડક બાંધો; તેમનું નામ યાહ છે; તેમની સમક્ષ તમે ઉલ્લાસ કરો.
|
6. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે, તે બંદીવાનોને છોડાવીને સમૃદ્ધિવાન કરે છે. પણ બંડખોરો સૂકા ઉજ્જડ દેશમાં રહે છે.
|
8. ત્યારે પૃથ્વી કંપી, વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ પડયો; ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
|
13. તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે રૂપાનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા હોલાના જેવા લાગશો.
|
16. અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દષ્ટિએ કેમ જુઓ છો? ખરેખર યહોવા ત્યાં સર્વકાળ રહેશે.
|
18. તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર તેઓમાં રહે.
|
21. પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશ વાળી ખોપરી તે ફોડી નાખશે.
|
24. હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે, મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનમાં જનારી સવારી તેઓએ જોઈ છે,
|
25. આગળ ગાયકો ચાલતાં હતા, પછવાડે વાજાં વગાડનારા ચાલતા હતા. અને તેઓની વચમાં ડફ વગાડનારી કન્યાઓ ચાલતી હતી.
|
27. ત્યાં તેઓનો અધિકારી નાનો બિન્યામીન છે, યહૂદાના સરદારો અને તેઓની સભા, ઝબુલોનના સરદારો અને નફતાલીના સરદારો પણ ત્યાં છે.
|
28. હે ઈશ્વર, યરુશાલેમમાંના તમારા મંદિરમાંથી તમારું સામર્થ્ય કે, જે વડે તમે અમારે માટે મોટાં કાર્યો કર્યાં છે, તે પ્રગટ કરો;
|
30. સરકટોમાં ભરાઈ રહેનાર હિંસક પ્રાણીને ધમકાવો, ગોધાઓના ટોળાને તથા વાછરડાં જેવા લોકોને પણ ધમકાવો કે, તેઓ રૂપાની લગડીઓ તમને આપીને દંડવત પ્રણામ કરે; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
|
33. પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો; તે પોતાની વાણી કાઢે છે, તે સામર્થ્યની વાણી છે.
|
35. હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરને ધન્ય હોજો.
|