7. તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી, અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી;
|
10. કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંતો મરે છે, મૂર્ખ તથા હેવાન જેવા સાથે નાશ પામે છે, અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.
|
11. તેઓનાં અંતરનો વિચાર એવો છે કે અમારાં ઘર સદા ટકશે, અમારાં રહેઠાણ પેઢી દરપેઢી કાયમ રહેશે; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.
|
14. તેમને શેઓલમાં લઈ જવાના ટોળા જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; યથાર્થીઓ સવારમાં તેમના ઉપર અધિકાર ચલાવશે; તેઓનું સૌન્દર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, કંઈ બાકી ન રહે.
|
18. જ્યારે તે જીવતો હતો ત્યારે તે પોતાના આત્માને ધન્યવાદ આપતો હતો; અને તું તારું પોતાનું ભલું કરે છે ત્યારે માણસો તારાં વખાણ કરે છે.
|