5. મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)
|
6. તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.
|
7. તમે મારી સંતાવાની જગા છો; તમે મને સંકટમાંથી ઉગારશો; ઉદ્ધારનાં સ્તોત્રો તમે મારી આસપાસ ગવડાવશો. (સેલાહ)
|
9. ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવા ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તેઓ તારી પાસે આવે નહિ, તેમના જેવો તું ન થા.
|