1. ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન દાઉદનું ગીત. હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
|
3. હે યહોવા, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; પણ તમે મને જીવતો રાખ્યો છે, તમે મને કબરમાં પડવા દીધો નથી.
|
5. કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
|
7. હે યહોવા, તમે તમારી મહેરબાનીથી મારા પર્વતને અચળ કર્યો છે; તમે તમારું મુખ ફેરવ્યું કે, હું ભયભીત થયો.
|
9. “ જો હું કબરમાં જાઉં તો મારા મરણથી શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે?
|
12. જેથી મારું ગૌરવ તમારાં સ્તોત્ર ગાય, અને ચૂપ રહે નહિ. હે યહોવા મારા ઈશ્વર, હું સદાકાળ તમારી આભારસ્તુતિ કરીશ.
|