1. દાઉદનું ગીત. યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?
|
2. જ્યારે કુકર્મીઓ, એટલે મારા વેરીઓ તથા શત્રુઓ, મને ઠાર કરવાને ચઢી આવ્યા, ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા.
|
3. જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તો પણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
|
4. યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
|
5. કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે; પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે; તે મને ખડક ઉપર ચઢાવશે.
|
6. હવે મારી આસપાસના શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે. અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અપર્ણ ચઢાવીશ; હું ગાઈશ, હા, હું યહોવાનાં સ્તોત્ર ગાઈશ.
|
8. “મારું મુખ શોધ” એમ તમે મને કહ્યું, ત્યારે મારા હ્રદયે તમને કહ્યું કે, હે યહોવા, હું તમારું મુખ શોધીશ.
|
9. મારાથી તમારું મુખ ન ફેરવો. કોપ કરીને તમારા સેવકને કાઢી ન મૂકો. તમે મારા સહાય કારી થયા છો; હે મારા તારણના ઈશ્વર, મને દૂર ન કરો, અને મને તજી ન દો.
|
12. મને મારા વેરીઓની ઇચ્છાને સ્વાધીન ન કરો, કેમ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠયા છે.
|