પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. સંકટને સમયે યહોવા [તારું સાંભળીને] તને ઉત્તર આપો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
2. પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો, અને સિયોનમાંથી તને બળ આપો.
3. તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, અને તારું દહનીયાર્પણ માન્ય કરો. (સેલાહ)
4. તે તારા હ્રદયની ઇચ્છા પ્રમાણે તને આપો, અને તારા સર્વ ઇરાદા પૂરા કરો.
5. તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.
6. હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને વિજય આપે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને ઉત્તર આપશે.
7. કોઈ રથ પર [ભરોસો રાખે છે] અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું.
8. તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
9. હે યહોવા, રાજાને વિજય આપો. અમે વિનંતી કરીએ ત્યારે અમને ઉત્તર આપો.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 20 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 20:16
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. સંકટને સમયે યહોવા તારું સાંભળીને તને ઉત્તર આપો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
2. પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો, અને સિયોનમાંથી તને બળ આપો.
3. તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, અને તારું દહનીયાર્પણ માન્ય કરો. (સેલાહ)
4. તે તારા હ્રદયની ઇચ્છા પ્રમાણે તને આપો, અને તારા સર્વ ઇરાદા પૂરા કરો.
5. તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.
6. હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને વિજય આપે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને ઉત્તર આપશે.
7. કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું.
8. તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
9. હે યહોવા, રાજાને વિજય આપો. અમે વિનંતી કરીએ ત્યારે અમને ઉત્તર આપો.
Total 150 Chapters, Current Chapter 20 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References