પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું ગીત. યહોવા મારા ખડક છે, તેમને ધન્ય હો; તે મારા હાથને યુદ્ધ કરતાં, અને મારી આંગળીઓને લડતાં શીખવે છે.
2. તે મારા કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે; મારો ગઢ તથા મારા બચાવનાર છે; તે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તે જ છે; તે મારા લોકોને મારે તાબે કરે છે.
3. હે યહોવા, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની ઓળખાણ રાખો? માણસ [કોણ માત્ર] છે કે તમે તેને ધ્યાનમાં રાખો?
4. માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો નમી જતી છાયાના જેવા છે.
5. હે યહોવા, તમારાં આકાશોને નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
6. વીજળી ચમકાવીને તેઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓનો નાશ કરો;
7. ઉપરથી તમારા હાથ લંબાવો; મારો છુટકારો કરો; ઊંડા પાણીમાંથી, પારકાઓના હાથમાંથી, મને બચાવો.
8. તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે.
9. હે ઈશ્વર, તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળી સારંગી સાથે હું તમારાં સ્તોત્ર ગાઈશ.
10. તે રાજાઓને તારણ આપનાર છે; તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11. મારો છૂટકો કરો, અને મને પારકાઓના હાથમાંથી બચાવો; તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, અને તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે.
12. અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી દીકરીઓ રાજમહેલના જેવી શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ;
13. અમારી વખારો વિવિધ સામગ્રી પૂરી પાડે એવી ભરપૂર થાઓ; અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો ને દશ હજારો બચ્ચાં જણનારાં થાઓ;
14. અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; અને નાસી છૂટનાર કોઈ ન હો. અમારી શેરીઓમાં કંઈ બૂમ ન પડો.
15. જે લોકો આવા હોય છે તેઓ સુખી હોય છે; જેઓના ઈશ્વર યહોવા છે તેઓને ધન્ય છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 144 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 144:16
1. દાઉદનું ગીત. યહોવા મારા ખડક છે, તેમને ધન્ય હો; તે મારા હાથને યુદ્ધ કરતાં, અને મારી આંગળીઓને લડતાં શીખવે છે.
2. તે મારા કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે; મારો ગઢ તથા મારા બચાવનાર છે; તે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તે છે; તે મારા લોકોને મારે તાબે કરે છે.
3. હે યહોવા, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની ઓળખાણ રાખો? માણસ કોણ માત્ર છે કે તમે તેને ધ્યાનમાં રાખો?
4. માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો નમી જતી છાયાના જેવા છે.
5. હે યહોવા, તમારાં આકાશોને નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
6. વીજળી ચમકાવીને તેઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓનો નાશ કરો;
7. ઉપરથી તમારા હાથ લંબાવો; મારો છુટકારો કરો; ઊંડા પાણીમાંથી, પારકાઓના હાથમાંથી, મને બચાવો.
8. તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે.
9. હે ઈશ્વર, તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળી સારંગી સાથે હું તમારાં સ્તોત્ર ગાઈશ.
10. તે રાજાઓને તારણ આપનાર છે; તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11. મારો છૂટકો કરો, અને મને પારકાઓના હાથમાંથી બચાવો; તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, અને તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે.
12. અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી દીકરીઓ રાજમહેલના જેવી શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ;
13. અમારી વખારો વિવિધ સામગ્રી પૂરી પાડે એવી ભરપૂર થાઓ; અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો ને દશ હજારો બચ્ચાં જણનારાં થાઓ;
14. અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ થાઓ; અને નાસી છૂટનાર કોઈ હો. અમારી શેરીઓમાં કંઈ બૂમ પડો.
15. જે લોકો આવા હોય છે તેઓ સુખી હોય છે; જેઓના ઈશ્વર યહોવા છે તેઓને ધન્ય છે.
Total 150 Chapters, Current Chapter 144 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References