પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું ગીત. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધરો; તમારી સત્યતાથી અને તમારા ન્યાયીપણાથી મને ઉત્તર આપો.
2. તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો; કેમ કે તમારી નજરમાં કોઈ પણ સજીવ માણસ ન્યાયી ઠરશે નહિ.
3. કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે; તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે; તેણે મને ઘણા દિવસ પર મૂએલાની જેમ અંધકારમાં પૂર્યો છે.
4. માટે મારો આત્મા મૂંઝાઈ ગયો છે; અને મારું અંત:કરણ સ્તબ્ધ થઈ ગયું છે.
5. હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરું છું; તમારાં સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કામોનો કામોનું વિચાર કરું છું.
6. હું મારા હાથ તમારી તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારે માટે તરસે છે. (સેલાહ)
7. હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.
8. મને સવારે તમારી કૃપા જણાવો, કેમ કે હું તમારા પર વિશ્વાસ રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કેમ કે હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.
9. હે યહોવા, મારા શત્રુઓથી મને બચાવો; હું તમારે શરણે આવ્યો છું.
10. મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.
11. હે યહોવા, તમારા નામને ખાતર મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ સંકટમાંથી કાઢો.
12. તમારી કૃપાથી તમે મારા શત્રુઓને કાપી નખો, અને મારા આત્માને સતાવનારાનો નાશ કરો; કેમ કે હું તમારો સેવક છું.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 143 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 143
1. દાઉદનું ગીત. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધરો; તમારી સત્યતાથી અને તમારા ન્યાયીપણાથી મને ઉત્તર આપો.
2. તમારા સેવકની સાથે ન્યાયની રૂએ વર્તો; કેમ કે તમારી નજરમાં કોઈ પણ સજીવ માણસ ન્યાયી ઠરશે નહિ.
3. કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે; તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે; તેણે મને ઘણા દિવસ પર મૂએલાની જેમ અંધકારમાં પૂર્યો છે.
4. માટે મારો આત્મા મૂંઝાઈ ગયો છે; અને મારું અંત:કરણ સ્તબ્ધ થઈ ગયું છે.
5. હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરું છું; તમારાં સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કામોનો કામોનું વિચાર કરું છું.
6. હું મારા હાથ તમારી તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારે માટે તરસે છે. (સેલાહ)
7. હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.
8. મને સવારે તમારી કૃપા જણાવો, કેમ કે હું તમારા પર વિશ્વાસ રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કેમ કે હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.
9. હે યહોવા, મારા શત્રુઓથી મને બચાવો; હું તમારે શરણે આવ્યો છું.
10. મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.
11. હે યહોવા, તમારા નામને ખાતર મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ સંકટમાંથી કાઢો.
12. તમારી કૃપાથી તમે મારા શત્રુઓને કાપી નખો, અને મારા આત્માને સતાવનારાનો નાશ કરો; કેમ કે હું તમારો સેવક છું.
Total 150 Chapters, Current Chapter 143 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References