1. દાઉદનું ગીત. હે યહોવા, હું તમને વિનંતી કરું છું; તમે મારી પાસે ઉતાવળે આવો; જ્યારે હું તમને વિનંતી કરું ત્યારે તમે મારું સાંભળો.
|
2. મારી પ્રાર્થના તમારી સમક્ષ ધૂપ જેવી થાઓ; અને મારા હાથોનું ઊંચું થવું તે સાયંકાળના યજ્ઞ જેવું થાઓ.
|
4. અન્યાય કરનારાની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા અંત:કરણને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો, અને તેઓના મિષ્ટાન્નમાંથી મને ખાવા ન દો.
|
5. ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે! મારું માથું તેનો નકાર નહિ કરે. તોપણ તેઓનાં દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
|
6. તેઓના ન્યાયાધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; મારાં વચનો મીઠાં હોવાથી તેઓ સાંભળશે.
|