પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત, હે યહોવા, દુષ્ટ માણસોથી મને બચાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
2. તેઓ પોતાના હ્રદયમાં દુષ્ટ કલ્પનાઓ કરે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
3. તેઓએ પોતાની જીભ સાપની જીભ જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓના હોઠો નીચે નાગનું વિષ છે. (સેલાહ)
4. હે યહોવા, દુષ્ટોના હાથથી મારું રક્ષણ કરો; જેઓએ મને ખલેલ કરવાનું ધાર્યું છે
5. ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિજાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)
6. મેં યહોવાને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;” હે યહોવા, મારી આજીજી સાંભળો.
7. હે પ્રભુ યહોવા, મારા તારણના સામર્થ્ય, લડાઈને દિવસે તમે મારું માથું ઢાંક્યું છે.
8. હે યહોવા, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓનો ઇરાદો સફળ ન કરો, રખેને તેઓ ફુલાઈ જાય. (સેલાહ)
9. મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
10. તેઓના ઉપર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં પડો; એવા ખાડાઓમાં પડો કે તેઓ પાછા ઊઠે જ નહિ.
11. ભૂંડું બોલનાર માણસ પૃથ્વીમાં કાયમ રહેશે નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ મંડી રહેશે.
12. હું જાણું છું કે યહોવા તો દુ:ખીની દાદ સાંભળશે, અને ગરીબોનો હક જાળવશે.
13. ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; યથાર્થ પુરુષો તમારી હજૂરમાં રહેશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 140 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 140:4
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત, હે યહોવા, દુષ્ટ માણસોથી મને બચાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
2. તેઓ પોતાના હ્રદયમાં દુષ્ટ કલ્પનાઓ કરે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
3. તેઓએ પોતાની જીભ સાપની જીભ જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓના હોઠો નીચે નાગનું વિષ છે. (સેલાહ)
4. હે યહોવા, દુષ્ટોના હાથથી મારું રક્ષણ કરો; જેઓએ મને ખલેલ કરવાનું ધાર્યું છે
5. ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિજાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)
6. મેં યહોવાને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;” હે યહોવા, મારી આજીજી સાંભળો.
7. હે પ્રભુ યહોવા, મારા તારણના સામર્થ્ય, લડાઈને દિવસે તમે મારું માથું ઢાંક્યું છે.
8. હે યહોવા, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી કરો; તેઓનો ઇરાદો સફળ કરો, રખેને તેઓ ફુલાઈ જાય. (સેલાહ)
9. મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
10. તેઓના ઉપર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં પડો; એવા ખાડાઓમાં પડો કે તેઓ પાછા ઊઠે નહિ.
11. ભૂંડું બોલનાર માણસ પૃથ્વીમાં કાયમ રહેશે નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ મંડી રહેશે.
12. હું જાણું છું કે યહોવા તો દુ:ખીની દાદ સાંભળશે, અને ગરીબોનો હક જાળવશે.
13. ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; યથાર્થ પુરુષો તમારી હજૂરમાં રહેશે.
Total 150 Chapters, Current Chapter 140 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References