પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું [ગીત] હું ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્‍તોત્ર ગાઈશ.
2. હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે.
3. મેં વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો, અને આત્મબળ આપીને મને બળવાન કર્યો.
4. હે યહોવા, પૃથ્વીના સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5. હા, તેઓ યહોવાના માર્ગો વિષે ગાશે; કેમ કે યહોવાનો મહિમા મહાન છે.
6. જો કે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.
7. જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.
8. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હે યહોવા, તમારી કૃપા સદાકાળ [ટકનાર] છે; તમે તમારા હાથનાં કામોનો ત્યાગ ન કરો.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 138 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 138:6
1. દાઉદનું ગીત હું ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્‍તોત્ર ગાઈશ.
2. હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે.
3. મેં વિનંતી કરી તે દિવસે તમે મને ઉત્તર આપ્યો, અને આત્મબળ આપીને મને બળવાન કર્યો.
4. હે યહોવા, પૃથ્વીના સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5. હા, તેઓ યહોવાના માર્ગો વિષે ગાશે; કેમ કે યહોવાનો મહિમા મહાન છે.
6. જો કે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.
7. જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.
8. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હે યહોવા, તમારી કૃપા સદાકાળ ટકનાર છે; તમે તમારા હાથનાં કામોનો ત્યાગ કરો.
Total 150 Chapters, Current Chapter 138 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References