પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. બાબિલની નદીઓને કાંઠે અમે બેઠા, અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું ત્યારે અમે રડ્યા.
2. અને ત્યાંનાં વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી.
3. કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું ફરમાવ્યું. અમારા પજવનારાઓએ કહ્યું, “અમને ગમત થાય માટે સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
4. પણ પારકા દેશમાં અમે યહોવાનું ગીત કેમ ગાઈ શકીએ?
5. હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં તો મારો જમણો હાથ [પોતાનું કર્તવ્ય] વીસરી જાય.
6. જો હું તારું સ્મરણ ન કરું, અથવા જો મારા મુખ્ય આનંદ કરતાં યરુશાલેમને શ્રેષ્ઠ માનતો ન હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.
7. હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.
8. હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે.
9. જે કોઈ તારાં બાળકોને પકડીને પથ્થર પર અફાળે તેને ધન્ય છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 137 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 137:16
1. બાબિલની નદીઓને કાંઠે અમે બેઠા, અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું ત્યારે અમે રડ્યા.
2. અને ત્યાંનાં વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી.
3. કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું ફરમાવ્યું. અમારા પજવનારાઓએ કહ્યું, “અમને ગમત થાય માટે સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
4. પણ પારકા દેશમાં અમે યહોવાનું ગીત કેમ ગાઈ શકીએ?
5. હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
6. જો હું તારું સ્મરણ કરું, અથવા જો મારા મુખ્ય આનંદ કરતાં યરુશાલેમને શ્રેષ્ઠ માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.
7. હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.
8. હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે.
9. જે કોઈ તારાં બાળકોને પકડીને પથ્થર પર અફાળે તેને ધન્ય છે.
Total 150 Chapters, Current Chapter 137 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References