1. જ્યારે ઇઝરાયલીઓ મિસરમાંથી નીકળ્યા, એટલે યાકૂબનું કુટુંબ પરભાષા બોલનાર લોકોમાંથી નીકળ્યું;
2. ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજય થયું.
3. સમુદ્ર તે જોઈને નાઠો; યર્દન નદી પાછી હઠી.
4. પર્વતો મેંઢાઓની જેમ, અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
5. અરે સમુદ્ર, તને શું થયું કે તું નાસી ગયો? અરે યર્દન, તું કેમ પાછી હઠી?
6. અરે પર્વતો, તમને શું થયું કે તમે મેંઢાઓની જેમ કૂદ્યા? ડુંગરો, તમે કેમ ગાડરની માફક કૂદ્યા?
7. હે પૃથ્વી, પ્રભુની આગળ, યાકૂબના ઈશ્વરની આગળ, કાંપ.
8. તેમણે ખડકમાંથી સરોવર કર્યું, અને ચકમકમાંથી ઝરો બનાવ્યો.