પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું [ગીત] હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન; મારા ખરા અંત:કરણ તેમના પવિત્ર નામને [સ્તુત્ય માન].
2. રે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન, તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
3. તે તારાં બધાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.
4. તે તારો જીવ નાશથી બચાવે છે; અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે.
5. તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
6. તેઓ જુલમથી હેરાન થયેલા છે તે સર્વને માટે યહોવા ન્યાયનાં કૃત્ય તથા ચુકાદા કરે છે.
7. તેમણે પોતાના માર્ગ મૂસાને, તથા પોતાનાં કૃત્યો ઇઝરાયલ પુત્રોને જણાવ્યાં.
8. યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે.
9. તે સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ [કોપ] રાખશે નહિ;
10. તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી. આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
11. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમના ભક્તો પર તેમની કૃપા વિશાળ છે.
12. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણાં ઉલ્લંઘન આપણાંથી દૂર કર્યાં છે.
13. જેમ પિતા પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે.
14. કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળના છીએ એવું તે સંભારે છે.
15. માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.
16. કેમ કે વા તેના પર થઈને વાય છે, અને તે હતું ન હતું થઈ જાય છે; અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.
17. પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ માટે છે, અને તેમનાં સંતાનનાં સંતાનોની સાથે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે
18. એટલે જેઓ તેમનો કરાર માને છે, તથા તેમની આજ્ઞાઓ પાળવાને યાદ રાખે છે તે સર્વ પર [તે કૃપા કરે છે].
19. યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેમના રાજયની સત્તા સર્વ ઉપર છે.
20. હે બળમાં પરાક્રમી, યહોવાનું વચન પાળનારા, તથા તેમનાં વચન સાંભળનારા તેમના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો
21. હે યહોવાનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.
22. યહોવાના રાજયના સર્વ સ્થળોમાં તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો; અરે મારા આત્મા, તું યહોવાને સ્તુત્ય માન.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 103 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 103:8
1. દાઉદનું ગીત હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન; મારા ખરા અંત:કરણ તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.
2. રે મારા આત્મા, યહોવાને સ્તુત્ય માન, તેમના સર્વ ઉપકારો તું ભૂલી જા.
3. તે તારાં બધાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.
4. તે તારો જીવ નાશથી બચાવે છે; અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે.
5. તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
6. તેઓ જુલમથી હેરાન થયેલા છે તે સર્વને માટે યહોવા ન્યાયનાં કૃત્ય તથા ચુકાદા કરે છે.
7. તેમણે પોતાના માર્ગ મૂસાને, તથા પોતાનાં કૃત્યો ઇઝરાયલ પુત્રોને જણાવ્યાં.
8. યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે.
9. તે સદા ધમકી આપ્યા કરશે નહિ; વળી તે સર્વકાળ કોપ રાખશે નહિ;
10. તે આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી. આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
11. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમના ભક્તો પર તેમની કૃપા વિશાળ છે.
12. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણાં ઉલ્લંઘન આપણાંથી દૂર કર્યાં છે.
13. જેમ પિતા પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે.
14. કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળના છીએ એવું તે સંભારે છે.
15. માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.
16. કેમ કે વા તેના પર થઈને વાય છે, અને તે હતું હતું થઈ જાય છે; અને તે ક્યાં હતું કોઈને માલૂમ પડતું નથી.
17. પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ માટે છે, અને તેમનાં સંતાનનાં સંતાનોની સાથે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે
18. એટલે જેઓ તેમનો કરાર માને છે, તથા તેમની આજ્ઞાઓ પાળવાને યાદ રાખે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19. યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેમના રાજયની સત્તા સર્વ ઉપર છે.
20. હે બળમાં પરાક્રમી, યહોવાનું વચન પાળનારા, તથા તેમનાં વચન સાંભળનારા તેમના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો
21. હે યહોવાનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.
22. યહોવાના રાજયના સર્વ સ્થળોમાં તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો; અરે મારા આત્મા, તું યહોવાને સ્તુત્ય માન.
Total 150 Chapters, Current Chapter 103 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References