પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
નીતિવચનો
1. ખોટાં ત્રાજવાં યહોવાને કંટાળારૂપ છે; પણ અદલ વજનિયાંથી તે રાજી થાય છે.
2. અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે.
3. પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે; પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે.
4. કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.
5. યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે; પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.
6. પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે; પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ [યોજનામાં] સપડાઈ જશે.
7. દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુસમયે નાશ પામશે; અને અન્યાયીની આશા નાશ પામે છે.
8. સદાચારીને સંકટમાંથી છૂટો કરવામાં આવે છે, અને તેને સ્થાને દુષ્ટ આવે છે.
9. અધર્મી પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ સમજદારીથી સદાચારીનો બચાવ થશે.
10. નેક માણસોની આબાદીમાં નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
11. પ્રામાણિકની આશિષથી નગરની ઉન્‍નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે.
12. પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે; પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે.
13. સ્થળે સ્થળે ફરીને ચાડી કરનાર માણસ છાની વાતોને ઉઘાડી કરે છે; પણ વિશ્વાસુ મનનો માણસ એવી વાત છાની રાખે છે.
14. જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો [ખાડામાં] પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.
15. પારકાનો જામીન થનારને ખેદ થશે; પણ જામીનગીરીને ધિક્કારનાર નિર્ભય છે.
16. સુશીલ સ્‍ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
17. દયાળુ માણસ પોતાના આત્માનું હિત કરે છે; પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે.
18. દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].
19. જે માણસ નેકીમાં સુદઢ છે તે જીવન [સંપાદન કરે છે]; પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત [લાવે છે].
20. વિપરીત અંત:કરણવાળા માણસોથી યહોવા કંટાળે છે; પણ જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે તેઓ તેને આનંદરૂપ છે.
21. ખાતરીથી [કહું છું] કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહિ રહેશે; પણ સદાચારીઓના સંતાનનો બચાવ થશે.
22. જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્‍ત્રીની સુંદરતા છે.
23. નેક માણસની ઇચ્છા ફક્ત શુભ હોય છે; પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે.
24. એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે; વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંઘરી રાખે છે, તોપણ તેઓ માત્ર કંગલાવસ્થામાં આવે છે.
25. ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.
26. અનાજ સંઘરી રાખનારને લોક શાપ આપશે; પણ તે વેચનારના માથા પર આશીર્વાદ રહેશે.
27. ખંતથી હિત શોધનારને [ઇશ્વરની] કૃપા મળે છે; પણ જે નુકસાન શોધે છે, તેના પર તે જ આવી પડશે.
28. પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે; પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે.
29. જે પોતાના જ ઘરનાંને દુ:ખ આપે છે, તેને પવનનો વારસો મળશે; અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર થશે.
30. નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે [બીજા] આત્માઓને બચાવે છે.
31. નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ તથા પાપીને બદલો [મળશે] તે કેટલું બધું [ખાતરીભરેલું છે]!

Notes

No Verse Added

Total 31 Chapters, Current Chapter 11 of Total Chapters 31
નીતિવચનો 11:25
1. ખોટાં ત્રાજવાં યહોવાને કંટાળારૂપ છે; પણ અદલ વજનિયાંથી તે રાજી થાય છે.
2. અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે.
3. પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે; પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે.
4. કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.
5. યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે; પણ દુષ્ટ પોતાની દુષ્ટતાથી પાયમાલ થશે.
6. પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે; પણ કપટ કરનારાઓ તેમની પોતાની યોજનામાં સપડાઈ જશે.
7. દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુસમયે નાશ પામશે; અને અન્યાયીની આશા નાશ પામે છે.
8. સદાચારીને સંકટમાંથી છૂટો કરવામાં આવે છે, અને તેને સ્થાને દુષ્ટ આવે છે.
9. અધર્મી પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ સમજદારીથી સદાચારીનો બચાવ થશે.
10. નેક માણસોની આબાદીમાં નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
11. પ્રામાણિકની આશિષથી નગરની ઉન્‍નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે.
12. પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે; પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે.
13. સ્થળે સ્થળે ફરીને ચાડી કરનાર માણસ છાની વાતોને ઉઘાડી કરે છે; પણ વિશ્વાસુ મનનો માણસ એવી વાત છાની રાખે છે.
14. જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો ખાડામાં પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.
15. પારકાનો જામીન થનારને ખેદ થશે; પણ જામીનગીરીને ધિક્કારનાર નિર્ભય છે.
16. સુશીલ સ્‍ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
17. દયાળુ માણસ પોતાના આત્માનું હિત કરે છે; પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે.
18. દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો મળે છે.
19. જે માણસ નેકીમાં સુદઢ છે તે જીવન સંપાદન કરે છે; પણ ભૂંડું શોધનાર પોતાનું મોત લાવે છે.
20. વિપરીત અંત:કરણવાળા માણસોથી યહોવા કંટાળે છે; પણ જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે તેઓ તેને આનંદરૂપ છે.
21. ખાતરીથી કહું છું કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહિ રહેશે; પણ સદાચારીઓના સંતાનનો બચાવ થશે.
22. જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્‍ત્રીની સુંદરતા છે.
23. નેક માણસની ઇચ્છા ફક્ત શુભ હોય છે; પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે.
24. એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે; વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંઘરી રાખે છે, તોપણ તેઓ માત્ર કંગલાવસ્થામાં આવે છે.
25. ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.
26. અનાજ સંઘરી રાખનારને લોક શાપ આપશે; પણ તે વેચનારના માથા પર આશીર્વાદ રહેશે.
27. ખંતથી હિત શોધનારને ઇશ્વરની કૃપા મળે છે; પણ જે નુકસાન શોધે છે, તેના પર તે આવી પડશે.
28. પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે; પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે.
29. જે પોતાના ઘરનાંને દુ:ખ આપે છે, તેને પવનનો વારસો મળશે; અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર થશે.
30. નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે બીજા આત્માઓને બચાવે છે.
31. નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ તથા પાપીને બદલો મળશે તે કેટલું બધું ખાતરીભરેલું છે!
Total 31 Chapters, Current Chapter 11 of Total Chapters 31
×

Alert

×

gujarati Letters Keypad References