2. અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, “દીકરા, હિમ્મત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.”
|
5. કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે.’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને ચાલ્યો જા?’
|
6. પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો માટે (ત્યારે તે પક્ષઘાતીને કહે છે કે) ‘ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા.’”
|
9. અને ઈસુએ ત્યાં થઈને જતાં માથ્થી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો જોયો. અને તેમણે તેને કહ્યું, “તું મારી પાછળ આવ.”ત્યારે માથ્થી ઊઠીને તેમની પાછળ ગયો.
|
10. અને એમ થયું કે, ઘરમાં તે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા.
|
11. અને ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે?”
|
13. પણ યજ્ઞ કરતાં હું દયા ચાહું છું, ’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું.”
|
14. ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, “અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું કારણ શું?”
|
15. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.
|
16. વળી કોરા કાપડનું થીંગડું જૂના વસ્ત્રમાં કોઈ નથી લગાવતું, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્ર ખેંચાય છે, ને તે વધારે ફાટી જાય છે.
|
17. વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ નથી ભરતું. જો ભરે તો મશકો ફાટી જાય, ને દ્રાક્ષારસ વહી જાય ને મશકોનો નાશ થાય. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે જેથી બન્નેનું રક્ષણ થાય છે.”
|
18. તે તેઓને આ વાત કહેતા હતા, તેવામાં જુઓ, એક અધિકારી આવીને તેમને પગે લાગીને કહે છે, “મારી દીકરી હવે તો મરી ગઈ હશે, પણ તમે આવીને તમારા હાથ તેના પર મૂકો, એટલે તે જીવતી થશે.”
|
22. ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું, “દીકરી, હિમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે, ” અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.
|
27. અને ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે આંધળા તેમની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”
|
28. અને ઘરમાં તે આવ્યા, ત્યારે તે આંધળાઓ તેમની પાસે આવ્યા. અને ઈસુ તેઓને કહે છે, “હું એ કરી શકું છું. એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહે છે “હા, પ્રભુ.”
|
33. અને અશુદ્ધ આત્માને કાઢવામાં આવ્યો, ત્યારે તે મૂંગો બોલ્યો, ને લોકોએ અચરત પામીને કહ્યું, “ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી.”
|
35. અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી દૂર કરતા બધાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા.
|
36. અને લોકોને જોઈને તેમને તેઓ પર દયા આવી. કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા.
|